દિલથી જણાવવાનુંકે, …

૦૮.૦૪.૨૦૦૯, ૪૧૨૬

 

મિત્રો,

સહર્ષ જણાવવાનું કે, પ્રોજેક્ટ માર્ગદર્શન માટે અનિવાર્ય એવા સાધનો ખરીદવા માટે જરૂરી ભંડોળ ભેગું કરવાના કાર્યમાં દેશ.. વિદેશથી તમારો જે રીતે પ્રતિસાદ મળી રહ્યો છે …

તેથી, તૃપ્તિ અને હું … શબ્દવિહિન બની ગયા છીએ.

૧.

વિદેશના મિત્રો દ્વારા જે તે દેશની બેંકના ચેક દ્વારા મોકલાયેલા નાણાં અંગે જણાવવાનું કે, અમેરીકાનો ચેક જમા થવામાં ૨૧ દિવસનો સમય અને રૂ. ૨૮૫ નો વટાવ / બેન્ક ચાર્જસ તરીકે લાગે છે. યુકેનો ચેક જમા થવામાં ૨૮ દિવસનો સમય અને રૂ. ૩૮૫ નો વટાવ / બેન્ક ચાર્જસ તરીકે લાગે છે. ભારતમાં લાગતો આ મીનીમમ બેન્ક ચાર્જ રૂ. ૧૦૦૦ સુધીની રકમ માટે છે. એટલે ઉદાહરણ તરીકે, તમે મોકલેલા ૨૦ યુએસડી બરાબર ભારતિય રૂ. ૧૦૦૦ (આશરે)માંથી આગળ જણાવેલ ચાર્જ બાદ કરીને રહેતી રકમ જમા આપવામાં આવે. રૂ. ૫૦૦૦ સુધી આ ચાર્જ ફિક્ષ છે.

જો તમે ક્રેડિટ કાર્ડ વાપરતા હો તો .. ક્રેડિટ કાર્ડ અને પેપાલની ગોઠવણ દ્વારા રકમ મારા બેંકના ખાતામાં ૪૮ કલાકમાં જમા થાય છે અને તમને તેમજ મને આશરે ૩ થી ૫ ટકા જેટલો વટાવ / કમીશન ચાર્જ લાગે. તમારી જાણ માટે આ માહિતી મોકલું છુ.

૨.

ક્રેડીટ કાર્ડ અને પેપાલ દ્વારા નાણા મોકલવા .. http://www.akhiltv.com .. પર જમણી બાજુ ઉપરના ખૂણે પીળા રંગના .. DONATE .. ના બટન પર ક્લિક કરશો.

૩.

સ્વદેશના મિત્રો ભારતની કોઇ પણ બેંકનો ચેક અથવા રોકડ તમારા શહેરની બેન્ક ઓફ બરોડામાં જઇને ખાસ આજ હેતુ માટે ખોલાવેલ અમારા બેન્ક ઓફ બરોડાના ખાતામાં નાણા જમા કરાવી શકશે. અમારા બેન્ક ખાતાની વિગત .. http://www.akhiltv.com .. પર બ્લોગ અને એબાઉટ અસની વચ્ચે આવેલી .. DONATE .. ની લિંક ક્લીક કરવાથી જોવા મળશે.

આ જાણકારી તમને સહભાગી થવામાં મદદરૂપ અને અમને સગવડરૂપ થઇ પડશે એવી આશા છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.