captnarendra is online.
Akhil: halo
Akhil: Do not miss to hear :
Uttambhai (Surat), “In conversation” on Radio AKHIL .. click www.akhiltv.com Akhil: નમસ્તે
captnarendra: નમસ્તે. કેમ છો? બે-ત્રણ દિવસ તમને miss કર્યા.
Akhil: ઘણા સમયથી તમારો અવાજ સાંભળવા ઉત્સુક હતો
captnarendra: નારાજ? તમારાથી? આવો વિચાર જ કેમ કરી શકાય?
Akhil: અને હજી પણ છું. માઇક સ્પીકર લાગી ગયા છે ?
captnarendra: કોણ જાણે કેમ, રાજેનને અહીં આવવા સમય નથી મળતો. હવે ટેલીોન પર તેનો helpline તરીકે ઉપયોગ કરી માઇક-સ્ીકર લગાવી લઇશ. એક વાત તેણે મારા PC પર બન્ને વસ્તુઓ લગાવી આપી હતી, પણ ફછ પૂરી રીતે crash થઇ ગયું છે.
Akhil: ઓહ
captnarendra: જે હોય તે, પણ આવી રીતે પણ તમારી સાથે વાત કરવામાં આનંદ આવે છે.
Akhil: એ વાત ખરી પણ …..
captnarendra: અંગ્રેજીમાં કહીએ તો intellectually stimulating વાત કરનારા લોકોની દુનિયામાં અછત છે એવું કહેવાય છે. તમારી સાથે વાત કરીને આ વાત ખોટી છે તે સાબિત થયું.
ક્યારે અને કેટલા વાગે?
Akhil: ભારતિય સમય પ્રમાણે ….. સવારે ૯, બપોરે ૧૨, ૩, સાંજે ૬ અને રાત્રે ૯
captnarendra: એટલે પૅસીફીક સમય પ્રમાણે રાતે? જરૂર પ્રયત્ન કરીશ.
Akhil: અતમારા અને ભારતના સમય પ્રમાણે કેટલો તફાવત છે ?
captnarendra: મને લાગે છે ૧૧ કલાકનો. જુઓને, અત્યારે રાતના ૮ વાગીને પાંચ મિનીટ થઇ છે. આમ તો મહેન્દ્રભાઇ મેઘાણીને વર્ષો પહેલાં લંડનમાં મળ્યો હતો.
Akhil: અમારો અત્યારનો સમય સવારે ૮.૩૦
captnarendra: તો પછી સાડા બાર કલાકનો ફેર છે…
Akhil: બરાબર .. તમારો રાત્રે સૂવાનો સમય શુ ?
captnarendra: તેથી જ ભારત પશ્ચિમના દેશોથી આગળ છે એવું કહી શકાય!
Akhil: હાહાહાહાહાહાહાહાહા….. જોક ઓફ ધ ડે ….. પણ… હા આપણે ઘણા ક્ષેત્રોમાં આગળ છીએ
પણ જયાં આગળ નથી ત્યાં આગળ આવવા માટે સખત મહેનત કરવાની છે.
captnarendra: ૯.૩૦ થી ૧૦ ની વચ્ચે. સવારે પાંચ વાગે ઉઠી જવું પડે છે. મારા પૌત્રની શાળા સવા છ વાગે શરૂ થાય છે તેથી તેને મૂકવા જવાનું અમે પતિ-પત્ની કરીએ છીએ.
Akhil: સરસ બાળસેવા ….. પ્રભુસેવા
captnarendra: એક રસપ્રદ વાત કહીશ. ભારત આગળ છે તે વિશે.
Akhil: જરૂર રેડટયો અખિલ સાંભળનારા શ્રોતાઓની સંખ્યા વધી રહી છે.
captnarendra: બ્રિટન ગયા ત્યારે આપણા લોકોને શરૂમાં વર્ણદ્વેષને કારણે કામ નહોતું મળતું. મળે તો પણ આગળ વધવું મુશ્કેલ હતું. આપણે સ્થાનિક પ્રજાથી બમણી efficiency અને કર્મનિષ્ઠા બતાવવી પડતી હતી. જે આપણા લોકોએ – ખાસ કરીને ગુજરાતના લોકોએ કરી બતાવ્યું હતું.
Akhil: ગૌરવપ્રદ …
captnarendra: મારી પોતાની વાત કરૂં તો ભારે struggle કરવું પડ્યું હતું. જ્યારે રીટાયર થયો ત્યારે ગ્રેટર લંડનની એક કાઉન્સીલની સોશિયલ સર્વિસીઝમાં સર્વીસ ડાયરેક્ટરના હોદ્દા સુધી પહોંચી શક્યો હતો. આવી સિદ્ધી ઘણા ભારતીયોને મળી હતી…
Akhil: આઇસી..
captnarendra: તમારૂં પોતાનું કાર્ય મને ઘણું ગમ્યું.
Akhil: કયું કાર્ય ? અરે મુરબ્બી ….. ઇશ્વરે આપણને આ સૃષ્ટીમં શા માટે મોકલ્યા છે ?
captnarendra: જે રીતે ગ્રામ્યવિસ્તારમાં જઇને જ્ઞાન વર્ધનનું કામ ઉપાડ્યું છે તે વિશે.
Akhil: to learn
to live
to lead
and
to love
તેમાં પણ સત્તાધારકોની આળસનો અવરોધબહુ નડે છે.
captnarendra: ભારતમાં હતો ત્યારે મને પણ એવો જ અનુભવ આવ્યો હતો. પોતાનું મહત્વ તથા સત્તા બતાવવા મદદ કરવાને બદલે અવરોધ ઉભો કરનારા સત્તાધારીઓનું પ્રમાણ વધારે જણાયું.
Akhil: પણ અમે તો લગે રહો નો મંત્ર અપનાવ્યો છે.
captnarendra: ચીવટ અને persistence ્for justice આગળ કોઇને પણ ઝુકવું પડે.
Akhil: હા એ વાત ખરી પણ સમય જેવી મહામૂલી મૂડી નો વ્યય થાય છે.
captnarendra: તમારી સૌથી મહત્વનું કાર્ય કયું હતું તે કહેશો, please?
Akhil: મને તમારા પ્રશ્નમાં સમજ ન પડી મને તો તમામ …. નાના .. મોટા સૌ કાર્યો મહત્વના જ લાગે છે … અને તે કાર્ય કરનારા તેથી પણ વધુ મહત્વના.
captnarendra: Sorry – તમે કરેલ કાર્યોમાંનું સૌથી સંતોષજનક ક્યું કાર્ય હતું?
Akhil: દરેક વખતે મને કાર્ય પત્યા પછી લાગે છે કે હજુ વધારે સારી રીતે આ કાર્ય કરી શકાયું હોત……( આને અસંતોષ તો ન કહેવાય પણ આગળ વધવાનું કારણ ગણી શકાય ) .. અને બસ જૂની ક્ષતિઓ દૂર કરતા રહીને નક્કિ કરેલ દિશામા આગળ વધતા રહીએ
captnarendra: જરૂર. ઉંચા કૂદકામાં raising the bar આને જ કહેવાયને?
Akhil: હા…. એ જ.
Akhil: બોલો બીજા શું ખબર છે ? તમારો હવે સુવાનો સમય થયો હશે. તમારુ પીસી માઇક અને સ્પીકર સાથે જોડાવાની આતુરતા સાથે રાહ જોઇ રહ્યો છું
captnarendra: ખાસ તો કંઇ નથી. હા, હવે તૈયારી કરીશ. PC તૈયાર થાય એટલી વાર!
Akhil: જેથી …. આપણી વાતોને રેડિયો અખિલ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને સંભળાવી શકાય.
અત્યારે મારે હવે અટકવું પડશે …. મીલતે હૈ એક બ્રેક કે બાદ !!!
|
નરેન્દ્ર્ભાઇ સાથે સંવાદ
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.