જો અને તો ની વચ્ચે ..

સુરત, 27.04.2009, 4601

 

જો અને તો ની વચ્ચે .. જવું કે ન જવું નો નિર્ણય ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. ખાવું કે ન ખાવું ની પસંદ ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. પીવું કે ન પીવું ની ઇચ્છા ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. પહેરવું કે ન પહેરવું નું સાહસ ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. કહેવું કે ન કહેવું ની મક્કમતા ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. સગાં કે વહાલાઓ માટે વહાલ ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. લેવાતા શ્વાસમાં વિશ્વાસ કયાં છે ?

જો અને તો ની વચ્ચે .. મળતા વ્યક્તિઓના મન ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. લખાતા શબ્દો અને વંચાતા અક્ષરો ના અર્થ એક જ ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. કહેવાતી વાત અને સંભળાતા શબ્દોની સમજ ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. બાળપણથી વાયા યુવાની થઇને ઘડપણ સુધીની સફરના સંસ્મરણ ક્યાં છે ?

જો અને તો ની વચ્ચે .. શરતોને આધીન જીવનમાં સ્વતંત્રતા ક્યાં છે ?

ગઇકાલે સુરત ગયો હતો.

રાહ જોવાની ...

સાંજે પાછા ફરતાં ભરૂચ વિરાર શટલની ભીડમાં થયેલ અનુભવ ..

ક્યાં છે ?

અને પાંચ કરોડમાંના કેટલાક ગુજરાતીઓ સાથે કર્યો સંવાદ ..

જેનું રેકોર્ડિંગ રેડિયો અખિલ પર નવાજૂની કાર્યક્રમમાં સાંભળી શકાશે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.