આજે
બુધવાર, તા. ૨૦.૦૫.૨૦૦૯ને વૈશાખ વદ અગિયારસ, વિ. સં. ૨૦૬૫.
આજનો સુવિચાર
આજનો દિવસ વપરાયો કે વેડફાયો તે તો રાત્રે જ ખબર પડે.
આજે કરવા જેવો પ્રયત્ન
મારા ઘરની નજીક આવેલ હોસ્પિટલમાં કોક દર્દી પાસે જઇને આજના અખબારમાંથી આનંદ આપી શકે તેવા સમાચાર વાંચી સંભળાવીશ.
આજની મારી વાત
સપ્તાહમાં એક દિવસ, દસ મીનીટનું મૌન રાખવા વિચાર કર્યો છે. જેમ જેમ ટેવ પડતી જશે પછી મૌનનો સમય વધારી શકાય. ન ફાવે કે પરિવારના અન્ય સદસ્યોને તકલીફ પડે તો .. ?
જરૂર જેટલું જ બોલવું !