અનુભવ

5719

વિચાર મણકો

તાવડી ઉપરથી રોટલી સમયસર ઉતારી લેવામાં ન આવે કે વિલંબ થાય તો બળી જાય. વ્યક્તિ જીવનમાં સમયસર નિવૃત્તિ ન લે તો ?

અનુભવ

મારા અમેરીકા સ્થિત મિત્ર ભારતમાં તેમના વતનમાં આવેલ સ્ટેટબેન્કની બ્રાન્ચના અધિકારીઓંએ તેમને એટપાર ચેકબુક આપતા પહેલા તેમની સીગનેચર ડીજીટાઇઝ કરી ન હોવાને કારણે બે–ત્રણ વર્ષથી મુશ્કેલી અનુભવતા હતા. તેમણે માર્ગદર્શનની પ્રવૃત્તિને વેગ આપવા માટે અમને એક ચેક આપ્યો જે ઉપકરોક્ત કારણે ક્લિયર ન થયો. ભારતની સૌથી મોટી બેન્કના વહિવટનો આવો અનુભવ મનમાં ઘણા વિચાર જગાડી ગયો.

ઇન્ટરનેટ પરથી તે બ્રાન્ચનો ફોન નંબર શોધ્યો. ફોન લગાડયો. અધિકારીને વિગતે વાત કરી. મને તેમણે બે દિવસ રાહ જોવા કહ્યું. તેની માત્ર ૩૦ જ મીનીટમાં તે જ અધિકારીએ વલસાડ વળતો ફોન કરીને જણાવ્યું કે, કામ થઇ ગયું છે અને તમે ચેક રીપ્રેઝેન્ટ કરી શકો છો. તમને અને તમારા મિત્રને પડેલી તકલીફ બદલ દિલગીર છીએ.

બોધઃ કાર્ય સંતોષજનક રીતે પૂર્ણ કરવા ઇમાનદારીથી જરૂરી સમય લીધા પછી વિજળીવેગે કાર્યપૂર્ણ કરવાથી ગ્રાહકને અને કાર્યકરનારને સંતોષ સાથે આનંદ પણ થાય જ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in પ્રેરણા, માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.