5890
આજનો વિચાર
આપ ભલા તો જગ ભલા.
આજનો પ્રયત્ન
વણમાગી અર્થહિન સલાહ આપનારા સલાહકારોને દિમાગ ગરમ કર્યા વગર સહન કરવાની શક્તિનો વિકાસ કરવો.
આજની વાત
આપણે ઘણું ખરું તો જાણતા જ હોઇએ છીએ જેમની સાથે ફોન પર વાત કરવાની હોય તેમને. તેઓ યા તો ઉમરમાં આપણાથી મોટા હોય અથવા નાના હોય. પરિચિત હોય, સગાં હોય, વહાલા હોય, પ્રિય હોય, ગમતાં હોય તો તો મજા પડે. પણ ક્યારેક અપરિચિત, અપ્રિય સગાં કે જે વહાલા ન પણ હોય, અણગમતા હોય ત્યારે ?
તમે કેટલા તટસ્થ છો તેની ખબર પડે. મેં એક નિયમ રાખ્યો છે. ટેલિફોનનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં સવારે ૯ થી બપોરે ૧ અને પછી સાંજે ૪ થી રાત્રે ૮ દરમ્યાન જ કરવો. અસામાન્ય સંજોગોમાં આપવા લાયક સંદેશા માટે જ સવારે ૬ થી ૯ અને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન ફોન કરવો પરંતુ રાત્રે ૧૦ થી સવારે ૬ અને બપોરે ૧ થી સાંજે ૪ દરમ્યાન માત્ર અવસાનના સમાચાર આપવાના થાય તો જ ફોન કરવો.