અખિલટીવી અને રેડિયોઃ સંક્ષિપ્ત પરિચય

જીવનના ૫૦ વરસ કામ કર્યુ અને હવે વન પ્રવેશ બાદ જીવનસાથી સાથે અત્યાર સુધી ન કરેલા કામ શીખીને નવો અનુભવ મેળવી રહ્યો છું. સવારે ૬ થી રાત્રે ૧૦ દરમ્યાન અખિલ ટીવી અને અખિલ રેડિયો દ્વારા લોકોના વિચાર તેમના જ અવાજમાં વિશ્ચભરના ગુજરાતીઓ માટે પ્રસ્તુત કરીને સંતોષ તેમજ આનંદ પામીએ છીએ.

શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓના સહયોગ દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓ માટે નિઃશુલ્ક ફિલ્મ શોનું આયોજન/સંચાલન કરીએ છીએ.

ઇન્ટરનેટની દુનિયામાં આમ તો ૧૦–૧૨ વરસથી છબછબિયાં કરતો રહ્યો છું. હવે છેક ચસ્કો ચડયો છે એમ તો નહિ પણ મોજ જરૂર પડે છે. પાસપોર્ટ વગર મારા જ ઓરડામાંથી મારી જ ખુરશીમાં બેસીને તૃપ્તિએ બનાવી આપેલ ચા પીતા પીતા વર્ચુઅલ વિશ્વસફરે જવાની મજા જ કંઇ ઓર છે. અજાણ્યા વિષયોને અપરિચિત લોકો સાથે પરિચય કેળવીને જાણવાનો આ અનુભવ મને ખરેખર યોગ્ય ઉંમરે જ થઇ રહ્યાનું લાગે છે.

સરળતા અને સહજતાથી જીવન જીવવું છે. બહેતર બનાવવું છે. કોકને કામ આવવું છે. એટલેજ અખિલ ટીવી પર પ્રસ્તુત છેઃ

હોમપેજઃ

આજનો વિચાર, આજનો પ્રયત્ન, આજની તસવીરો, આજની વાત અને આજના પ્રસારણોની સંક્ષિપ્ત માહિતી.

પ્રોગ્રામ શીડયુલઃ

ગુજરાતભરના અમારા સ્થાનિક સંપર્ક ઉપરાંત અમારા પ્રવાસ તેમજ ફિલ્મ શોના આયોજનનું કેલેન્ડર.

વિડિયો પ્રોગ્રામ્સઃ

ગુજરાતી ભાષામાં વિડિયો ફિલ્મ અને લાઇવ સ્ટ્રીમીંગ દ્વારા દર્શકો સાથે ભારતના સમય પ્રમાણે રોજ સાંજે ૬ થી રાત્રે ૯ દરમ્યાન વિવિધ વિષયો પર ઇન્ટરેક્ટીવ વાતો કરીએ છીએ.

રેડિયો પ્રોગ્રામ્સઃ (ભારતિય સમય પ્રમાણે સવારે ૬ થી રાત્રે ૧૦ )

રેડિયો અખિલઃ ભક્તિસંગીત, પ્રેરક પ્રવચનો, નવાજૂની, વાદ્યસંગીત, ફિલ્મી ગીતો (નવા અને જૂના)

ફોન ઇનઃ આપણીવાત, ધંધાપાણી, કામની વાત અને સંવાદ.

ગુજરાતી વેબ રેડિયોઃ વડોદરાના કાન્તિભાઇ પટેલ દ્વારા સંચાલિત રેડિયો કાર્યક્રમ.

માર્ગદર્શનઃ

પ્રેરણાદાયી વિડિયો ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈળશ્વિક નાગરિક બનાવવાનું અભિયાન.

બ્લોગઃ

અંતરના ઉંડાણમાંથી – દિમાગની વાત, દિલથી.
અખિલ સુતરીઆ – અક્ષર અને અવાજ એક સાથે.
મારા સવાલ તમારા જવાબ – ધીર, ગંભિર અને દિમાગ હલાવી નાખે તેવા કે પછી દિમાગને હળવાશ આપે તેવી ટીખળ પણ ચાલશે.

સુવિચારઃ (ક્વોટસ)

જીવનને અર્થપૂર્ણ બનાવવામાં મદદરૂપ થાય તેવા ૩૦૦૦થી પણ વધુ સુવાક્યો જેમાં રોજે રોજ વધારો થતો જ રહે છે.

લિંક્સઃ

મને જે સાઇટસની મુલાકાત લેવામાં રસ પડયો હતો ત્યાં ફરી ફરીને જવા માટે ૨૫૦ જેટલી લિંક્સ.

અને અમારી પ્રેરણા, અમારે વીશે તેમ જ અમારો સંપર્ક કરવા અંગે માહિતી.

અમારા પ્રોજેક્ટ માર્ગદર્શનને પેપાલ દ્વારા આર્થિક સહયોગ કરી શકો છો.

વધુ જાણકારી માટે મારો સંપર્ક વીના સંકોચે કરશો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to અખિલટીવી અને રેડિયોઃ સંક્ષિપ્ત પરિચય

  1. rajgururk કહે છે:

    bahujafine akhil bhai

ટિપ્પણીઓ બંધ છે.