6085
આજનો વિચાર
સારુ એ સારુ નથી કે જયારે શ્રેષ્ઠની અપેક્ષા રખાતી હોય.
આજનો પ્રયત્ન
રોજનું કમાઇને રોજ ખાતા શ્રમજીવી વર્ગના પાંચ પુરૂષોને મળવું, તેમની આજીવીકા અને જીવનશૈલી અંગે માહિતી મેળવીને બચત કરવા માટે પ્રેરણા આપવી.
આજની વાત
મારા મિત્રની વેબસાઇટ બનાવવાનું કામ હાથ પર લીધું. બપોરે ત્રણ વાગે કામ શરૂ કર્યું. મિત્ર સુરતનો, હુ વલસાડમાં અને ઉદય ઉદયપુરમાં. સ્કાયપ દ્વારા અમે વોઇસચેટ કરીને રાત્રે ૧૧ વાગ્યે સાઇટ તૈયાર કરીને લાઇવ કરી.
ઇન્ટરનેટને કારણે હવે વ્યક્તિઓ વચ્ચેના ‘અંતર’ નું કોઇ જ મહત્વ રહ્યું નથી. અહિ ઇન્ટર કનેક્ટ થતાં વ્યક્તિઓ આસાનીથી એકમેકને ઓળખતા થઇ જાય છે. ફક્ત ૧૦ ડીજીટ દબાવતાં મોબાઇલ ફોન પર વાત કરતાં કે એટ ધ રેટ ઓફ ને સરનામે આપણે રહેતા થઇ ગયાં છીએ.
રોજ વાતો કરનારા ભાગ્યે જ મળવા જેટલો સમય કાઢી શકે તેવા સમયમાં સ્વીચ ઓફ એક જ એવો વિકલ્પ છે જે તમને તમારી જાત સાથે મુલાકાત કરાવવામાં મદદ કરી શકે.
original as your blog says ” dimag….!