6140
આજનો વિચાર
જે કામ આવતી કાલે કરવાનું હોય તેનું આયોજન તો આજે જ કરવું પડેને ?
આજનો પ્રયત્ન
આજે સાંજે સ્થાનિક બસ સ્ટેશને જઇ પૂછપરછના કાઉન્ટર પર ફરજ બજાવતા કર્મચારીને કોક રીતે મદદરૂપ થવાનો વિચાર છે.
આજની વાત
ગઇકાલે એક અપરિચિતનો ફોન આવ્યો. મને કહ્યું, તમે મને મેઇલ મોકલો છો પણ હું તમને ઓળખતો નથી. તમારી ઓળખાણ આપશો ?
હું મુંઝાયો. મારે મારી ઓળખાણ આપવાની. હું કોણ ? શરીર ? આત્મા ? અસ્તિત્વ ? હું તો બરાબરનો ફસાયો. મેં વળતો સવાલ કર્યો. તમે મારી ઓળખાણ માગી કે પરિચય ? હવે તે મુંઝાયા. અને અમે બન્ને ખડખડાટ હસી પડયા.
ઓળખ વગર જન્મ લઇને જીવનભર ઓળખ પામવાની ઇચ્છા સાથે જગ છોડી જઇશું ત્યારે કેવા ઓળખાઇશું એ આપણો પરિચય કે ઓળખ ???