ગઇકાલે સાંજે વિનયભાઇ સાથે ગુગલટોકમાં ટેક્ષ્ટ ચેટ કરીને ટવીટર પર લીધેલ ટયુશનનો સંવાદ … એઝ ઇટ ઇઝ .. અમારી આંગળીઓએ ટાઇપીંગમાં કરેલી ભૂલ ધ્યાનમાં લેવી નહિ.
આશા છે તમને પણ અમારી જેમ કકળાટથી દૂર રહીને કલબલાટ કરવો ગમશે.
Vinay: hi
Akhil: કેમ છો ?
Vinay: મજા!
Akhil: બોલો શી નવાજૂની ?
Vinay: ટ્વિટરનું શું પૂછતા’તા?
Akhil: એ કેવી રીતે કામ કરે છે ? એની ઉપયોગીતા શુ ?
Vinay: સરળ છે.
Akhil: સમજાવશો ? જો સમય હોય તો… જ
Vinay: ૧૪૦ અક્ષરોમાં સંદેશો મૂકી શકાય છે.
Akhil: તે કોણ વાંચે ? વાંચનાર સુધી કેવી રીતે પહોંચે ?
Vinay: હું મૂકું કે આજે દાળઢોકળી સરસ બની છે. તો તે મારા ફોલોઅરને જાણ થાય છે
Akhil: આઇસી.. કેવીરીતે ? કયા માધ્યમથી ?
Vinay: ભુજ-કચ્છમાં ધરતીકંપ થયો (હતો)
Akhil: ..
Vinay: તો તે મારા ફોલોઅરના સ્ક્રિન પર દેખાદે છે અને તેમને જાણ થાય છે. અખિલભાઈ શું કહે છે તે જાણવા માટે મારે તમારા ફોલોઅર બનવું પડે.
Akhil: હું તમારો ફોલોઅર છું તો મને તમારા સંદેશા કયાં જોવા મળે ?
Vinay: twitter.com પર
Akhil: બરાબર
Vinay: અને ઈમેઈ notification મૂક્યું હોય તો તમ્ને ઈમેઈલ પણ મળે.
Akhil: મેઇલ કે ચેટ પ્રોગ્રામ દ્વારા આ સંદેશા મેળવી કે આપી શકાય ?
Vinay: મેઈલ, ચેટ એ અલગ માધ્યમ છે ટ્વિટર અલગ માધ્યમ છે.
Akhil: ઓકે
Vinay: મજાનું છે. ઈમેઈલ અને (સ્પામ)માંથી છુટકારો અપાવમા માટેના પ્રયાસમાંનો એક છે.
Akhil: હું મારા ટવીટરમાં લોગ ઇન થયો..
Vinay: ઓકે
Akhil: જે બતાવે છે કે હું ૨૫ને ફોલો કરું છું અને ૨ જણ મને ફોલો કરે છે ૩ અપડેટ છે
Vinay: ok
૧. તમે ૨૫ને ફોલો કરો છો = ૨૫ લોકો તરફથી સંદેશા તમને મળશે.
૨. ૨ જણ તમને ફો્લો કરે છે = તમે જે સંદેશ મૂકશો તો ૨ જણ ને દેખાસે.
Akhil: સેટીંગ્ઝના નોટીસ સેક્શનમાં લખ્યું છે કે… Nudge me if I haven’t updated in 24 hours એટલે શું ?
Vinay: ૩. તમારા તરફથી ૩ અપડેટ છે = તમે ત્રણ સંદેશ વહેતા મૂક્યા છે.
Vinay: you mean to say “http://twitter.com/account/notifications” page પર?
Akhil: હા
Vinay: તેમાં ટીક કરશો તો તમ્ને ફ઼્ઓન કરીને જાણ કરશે તે તમે ૨૪ કલાકમાં એક પણ સંદેશો વહેતો મૂક્યો નથી.
(વધારાની સગવડ છે, જરૂરી નથી)
Akhil: ઓકે સમજીયો
Vinay: તમારું ટ્વિટર આઈડી શું છે, જેથી હું તમને ફ઼્ઓલો કરી શકું.
Akhil: akhilsutaria
Vinay: હવે પછી કોઇ તમને પૂછે તો કહેજો – http://twitter.com/akhilsutaria
હું તમને ફોલો કરું છું.
Akhil: matlab ke jena vishe janvoo hoy tene follow karvanu ane jene jnavavoo hoy tene follower banavavana right ?
Vinay: એકદમ બરાબર.
Akhil: to તો હવે આપણે બંને એકબીજાના ફોલોઅર થઇ ગયા
Vinay: ઈમેઈલ/ચેટ/બ્લોગની જંજટમાં પડ્યા વગર તમને જાણ થઈ જાય!
Akhil: એમાં હજુ ન સમજાયુ.
Vinay: ઘણાં બ્લોગર બ્લોગ પોસ્ટ બં્ધ કરી ટ્વિટર પર આવી ગ્યા છે. જુઓ કાર્તિકનો લેખ –
http://kartikm.wordpress.com/2009/05/31/twitter-twitter/
હા, એક વસ્તુ છે. ૧૪૦ અક્ષરોની મર્યાદા છે (એસએમએસની જેમ) પણ બીજો સંદેશ મૂકી શકાય છે જ!
“સાંજે મને પેટમાં દુખ્યું” કહેવા માટે બહુ કામનું છે.
Akhil: કાર્તિકે જણાવ્યું છે કે, હવે ટ્વીટર આવી ગયું હોવાથી એક જ મેસેન્જરથી હું – ટ્વીટર, આઇઆરસી, યાહુ, ગુગલ (બે એકાઉન્ટ!), ફેસબુક અને સ્કાઇપનો (પ્લગ-ઇન તરીકે, જોડે સ્કાઇપ ચાલુ હોવું જરૂરી છે) ઉપયોગ કરી શકુ છું. તે કેવી રીતે ?
Vinay: સવારે ઊઠ્યો, ભજીયાખાંધાં જલેબી ખાધી… બપોરે ???? ખાધું… વગેરે લાંબી ખેંચીને છેક છલ્લે સાંજની વાત પર આવે તેના માટે નકામું 🙂
Akhil: કરેક્ટ
Vinay: કાર્તિ્કને પૂછો.
Akhil: આજે .. અત્યારે … હમણાં ની વાત કરવા માટે…. જ બરાબર ?
Vinay: હા! સવારે ભજીયાં ખાંધાં તે સવારે મૂકો ને! સાંજે પેટમાં દુખ્યું તે સાંજે મૂકો. રાત્રે દવા ખાધી તે રાત્રે મૂકો..
Akhil: વાહ
Vinay: બરાબર ને?
Akhil: બરાબર
Vinay: કાર્તિકે જેના વિશે વા્ત કરી છે તેની મને ખબર નથી. મારે જોવું પડશે.
Akhil: મે તેમને પૂછયું… હવે તેમના જવાબની રાહ જોવાની
Vinay: કોમેન્ટ મૂકો. જવાબ ચો્ક્કસ અવશે પોસ્ટ પર મૂકી?
Akhil: હા તેના બ્લોગની પોસ્ટ પર કોમેન્ટ બોક્ષ દ્વારા
Vinay: ટ્વિટરમાં ડાયરેક્ટ મેસેજ પણ મોકલી શકાય કે જે તમ્ને જ દેખાશે. બધાને નહીં હું તમને ડાયરેક્ટ મેસેજ મોકલું તો તે ્તમને જ દેખાય, મારા બધા ફ઼્ઓલોઅરને નહીં
Akhil: બરાબર
Have a homepage or a blog? Put the address here.
(You can also add Twitter to your site here)
આ નો ઉપયોગ કેવી રીતે થાય ?
Vinay: ક્યાં લખેલું છે. ?
Akhil: એકાઉન્ટ/ સેટીંગ્ઝ માં સોરી …સેટિંગ્ઝ / એકાઉન્ટમાં
Vinay: તો તેની પર ક્લિક કરો
Akhil: કર્યું કોડ નથી મળતો
Vinay: આ રમક્ડું (વિજેટ) વાપરીને તમારી અપડેટ (સદેશા) તમારી સાઈટ પર પણ દર્શાવી શકો!
Akhil: ઓકે
Vinay: ત્યાં તમ્ને એક કોડ મળશે તે તમે વેબસાઈટ/બ્લોગ પર મૂકી શકો
Akhil: કોડ પર ક્લિક કરી જોયું પણ કંઇ થતુંનથી
કોઇ વાંધો નહિ
Vinay: http://twitter.com/widgets/html_widget પર ક્લિક કરીને “continue”
કરો, કોડનું પાનું છેલ્લે આવશે. તેમાંથી કોડ કોપી કરી ્વેબસાઈટ/બ્લોગ માં પેસ્ટ કરો.
Akhil: બરાબર
Vinay: બ્લોગ પર ટેક્શ્ટ વિજેટ એડ કરી તેની અંદર પેસ્ટ કરવાનું છે. text widget
Akhil: બરાબર હવે સમજી ગયો
Vinay: ચાલો તો હવે ટ્વિટર પર કલબલાટ કરીએ. (ઈમેઈલને આરામ આપીએ!) સ્પામને સલામ કરીએ
Akhil: જરૂર
નવું શીખવાની મોજ અને આનંદ અદભૂત હોય છે.
તમારો આભાર માનીને મિત્રતાનું અપમાન ન કરાય.
ચાલો ત્યારે આ વાત પર એક હાઇક્લાસ ચા થઇ જાય !
Vinay: હા!
I read your discussion about twitter.
After that visit your twitter profile and follow you on twitter from there.
-Ruchi Pandya
akhilbhai i don’t know but we all are becoming ‘techsavvy’ jai ho twitters…
અખિલભાઈ,
માઈક્રોસોફ્ટ વિન્ડોઝ માટે Digsby Messanger છે
જુવો http://digsby.com