૦૬.૦૬.૨૦૦૯ 6839
સ્નેહી મિત્રો,
ભારતથી ગઇ કાલે રાત્રે ૯.૧૫ કલાકે ….. ઇટલીના પ્રદ્યુમ્નભાઇ અને હિચીનના કાન્તિભાઇ સાથે કોન્ફરન્સ કરી. લગભગ ૪૫ મીનીટ ચાલેલી અમારી વાતચીતના અંશ એક કે બે દિવસમાં તમે રેડિયો અખિલ પર સાંભળી શકશો.
પ્રદ્યુમ્નભાઇના જ અવાજમાં તેમની રચના ‘જળ આગળ, જળ પાછળ, હેઠળ, અરતે ફરતે જળ’ અમને મળેલી પ્રસાદીસ્તો વળી.
હવે બીજી ખાસ વાત – પ્રદ્યુમ્નભાઇએ એમને પડતી એક મુશ્કેલીની વાત મને કરી. મને લાગે છે કે કદાચ એમની જેમ જ બીજા વડિલો કે જે ઇન્ટરનેટ અને ઇમેઇલીંગ ખપ પૂરતું જ શીખીને વાપરી રહ્યા છે અને યાહુ કે ગુગલ ગૃપ પરથી તેમના પર આવતી મેઇલનું પ્રમાણ ધારવા કરતાં વધારે કે ઘણું વધારે હોય ત્યારે શું કરવું ?
તમે જે ગૃપમાં મેમ્બર છો તે ગૃપના હોમપેજ પર જવા માટેની લિંક ગૃપ પરથી આવતી દરેક મેઇલમાં સૌથી નીચે જણાવાયેલી જ હોય છે. અથવા અહિ ક્લિક કરીને હોમપેજ પર જઇ શકાશે.

અથવા
ત્યાં જ એક એવી ક્લિક પણ શામેલ હોય છે કે જેના ઉપયોગથી તમે આ ગૃપ દ્વારા તમારા પર આવતી મેઇલ્સના સેટીંગ્ઝ બદલવા તે પેજ પર જઇ શકો.
અહિ ચાર ઓપ્શન્સ આપવામાં આવેલ છે.
૧. નો ઇમેલ્સ … ( તમને એક પણ ઇમેઇલ નહિ મળે.)
૨. અબ્રીજડ મેઇલ્સ … ( દિવસ – ૨૪ કલાક દરમ્યાન ગૃપ પર આવેલા તમામ સંદેશાઓની સંક્ષિપ્ત જાણકારી સાથેની એક કે બે મેઇલ તમને મોકલાશે. )
૩. ડાયજેસ્ટ મેઇલ … ( દિવસ – ૨૪ કલાક દરમ્યાન ગૃપ પર આવેલા તમામ સંદેશાઓની ફક્ત એક જ મેઇલ તમને મોકલાશે. )
૪. ઇમેઇલ્સ … ( પ્રત્યેક નવા સંદેશાની એક ઇમેલ્સ તમને મોકલાશે )

તમારી પસંદગીનો વિકલ્પ તમે ઇચ્છો ત્યારે બદલી શકશો.
અખિલ ટીવી ના અંગ્રેજી તેમજ ગુજરાતી મુખપત્રો અને ફોરમ પર સરેરાશ રોજ ચાર થી પાંચ મેઇલ્સ મોકલાય છે.
જેમાં મારા મત મુજબ સૌથી અગત્યની મેઇલ … ‘આજનું અપડેટ – તારીખ’ શીર્ષક સાથે રોજ સવારે મોકલાય છે.
જેમાં શામેલ હોય છે –
- આજનો વિચાર –
- આજનો પ્રયત્ન –
- આજની વાત – દિમાગની વાત, દિલથી.
- આજના પ્રસારણ – અખિલટીવી, લાઇવ વેબકાસ્ટ, અખિલ રેડિયો, વિડિયો કોન્ફરન્સ અને ફોન ઇન જેવા પ્રોગ્રામ્સની માહિતિ.
- આજના પ્રકાશન – મારા બ્લોગ પર પર પ્રકાશિત થયેલ લેખની સંક્ષિપ્ત માહિતિ અને લિંક.
આશા છે કે, આ જાણકારી તમારી મુશ્કેલી દૂર કરશે અને અખિલ ટીવી ડોટ કોમ સાથેનો સંબંધ વધુ આત્મિય બનાવશે જેથી સંકોચ વગર એકમેકને સવાલ પૂછી, જવાબ મેળવી મનમાં મુંઝવણ વગર મોકળાશ સાથે જીવી શકાય.
હવે જે મળી છે જીવવાની પળ તેમાં જે જાણતો નથી તે જાણવાની અને શીખાય તેટલું શીખવાની મોજ લઇ રહ્યો છુ.
વડિલોના આશિર્વાદ, મિત્રોના સ્નેહ અને બાળકોના પ્રેમ પર જ જીવું છુ.
Dear Akhilbhai:
Could you arrange with some nonprofit organization in USA, such that we can donate to that organization, which in turn can send the donations to you. In this manner, your readers in USA will be more enthusiastic to donate because that would become a tax deductible donation for them.
Read your above discussion,its really very neat.
I get this article from gujju-chaps.And I am one of the regular visitor for your blog from gujju-chaps.
Jay Gujarat.
-Himanshu Trivedi