ભારતિય સેના .. વિચારબીજ.

Akhil: નમસ્તે
captnarendra: નમસ્તે અખીલભાઇ, કેમ છો?
Akhil: મજામાં.. તમે કેમ છો ? ઘણા સમયે દર્શન દીધા
captnarendra: ઇંગ્લન્ડમાં આપણા લોકો કહે છે તેમ “અૉર્રાઇટ” છું. ઘણા દિવસે મળ્યા! દર્શન દેવોના હોય! હું તો પામર માનવ છું.
Akhil: … હવે મારી પાસે આનો જવાબ નથી ..
captnarendra: આ સવાલ નહોતો!!:) Statement હતું.
Akhil: તમારા પીસી પર હવે માઇક સ્પીકર ની સુવિધા થઇ ગઇ છે ? ઓત્તારી, હુ તો હવે બરાબર ફસાયો …. ભારતિય સેનાના જાંબાઝ કેપ્ટન… પામર માનવ … ગળે ના ઉતર્યું.
captnarendra: PCના પ્રૉબ્લેમ વધી ગયા છે. રાજેન તેનું જુનું PC મૂકી ગયો, પણ તેના પર વાયરલેસ મોડમ કામ નથી કરતું. નવી અૅટેચમેન્ટ જોઇશે એવું ISP વાળા કહે છે. આજે Best Buyમાં જઇશ.
Akhil: વાહ ….. નવું આવી જાય પછી પહેલા સત્યનારાયણની કથા કરાવજો….
captnarendra: સેનાની વાત જુદી હતી. મારી જગ્યાએ કોઇ પણ હોત તો મેં જે કર્યું તે તેણે પણ કર્યું હોત.
Akhil: વાત સાચી છે…
captnarendra: સાવ સાચી વાત. પહેલાં સારૂં મૂરત જોઇશ.
Akhil: મને આજે સેનાની સેવામાંથી છૂટા થઇ રહેલા જવાનો અને ઘટી રહેલી ભરતીની સંખ્યાને કારણે ચિંતા થઇ રહી છે. પ્રજામાં .. ખાસ કરીને યુવાનોને સેનામાં ભરતી થવા માટેનું મોટીવેશન નથી મળતું.
captnarendra: તમે ઘણી ગંભીર સમસ્યાને સ્પર્શી છે.
Akhil: અને લોકોને જયારે વાણીવિલાસ કરતાં જોઉ છું ત્યારે લોહી ઉકળી ઉઠે છે. શૂરવિરતાની કવિતા કરનારા કવિ બે પાંચ યુવાનોને લશ્કરમાં જોડાવા જેટલાયે પ્રોત્સાહિત કરે તો ઠીક .. પણ .. ચાલો એમને શું કહેવું…
captnarendra: તમે ‘યત્ર નાર્યસ્તુ પૂજીતા’ જાણો છે. તેવી જ રીતે જે દેશમાં સૈનિકોની પ્રતિષ્ઠા અને સેવા પર માન ન હોય ત્યાં ક્યો માણસ દેશ માટે કુરબાની આપવા જાય?
Akhil: પણ … મારે આ બાબતે ચોક્કસપણે માર્ગદર્શન મળી રહે તેવી વિડિયો બનાવીને કોલેજોમાં બતાવવી છે.
captnarendra: દિલ્લીમાં બેઠેલા બાબુલોકોએ સૈનિકોની એટલી માનહાનિ કરી છે, જનરલોને ઉતરતા પાટલે બેસાડીને અપમાન કર્યું છે, તે જોઇ સૈનિકોને પણ શરમિંદા થવું પડે છે.
તમારા નવા પ્રોજેક્ટમાં હું કોઇ મદદ કરી શકું તો ઘણી ખુશી અનુભવીશ. ૧૯૭૪માં મેં આકાશવાણી ભુજ પર “સેનામાં ભરતી’ પર વાર્તાલાપ આપ્યો હતો. મને ૪૦ રુપીયાનો પુરસ્કાર પણ મળ્યો હતો! આ ચેક મેં હજી સુધી જાળવી રાખ્યો છે!
Akhil: તમે તો મારી મનની વાત કરી.. સ્કાયપ દ્વારા આપણે ઓડિયો વાર્તાલાપ કરીને યુવાનોને કહીએ કે … સેના (વાયુ, જળ અને થળ)માં ભરતી થવું એટલે કેવું સન્માન અને કેવા પડકાર ..
અને તમે જયારે ભારત આવો ત્યારે આપણે વિડિયો પ્રોગ્રામ્સ બનાવીએ અથવા તમારા પરિચિત સેનામાં રહી ચૂકેલા મિત્રો ને સાથે રાખીને સેનાના વિવિધ પાસાઓની મોટીવેટીંગ રજુઆત કરીએ.
captnarendra: જરૂર. આ પહેલાં અખંડ આનંદમાં ગુજરાતના એક માત્ર કમાન્ડર-ઇન-ચીફ રાજેન્દ્રસિંહજી અને અમદાવાદના મેજર જનરલ પીયૂષ ભટ્ટવિશે લેખ લખ્યા હતા તે ઘણા લોકપ્રિય થયા. તમે કહો તો તમને તેની નકલ મોકલી શકું છું.
Sent at 7:59 PM on Saturday
Akhil: હા… પણ માત્ર લોકોની બહાદુરીની વાતો કહેવાને બદલે … સાંભળનાર કે વાંચનારને બહાદૂર બનાવવા .. સેનામાં જોડાવા પ્રોત્સાહન આપવા પ્રયાસ કરવો મને વધુ જરૂરી લાગે છે.
Sent at 8:01 PM on Saturday
captnarendra: જો કે તેમની વાત કહેવા પછળ મારો ઉદ્દેશ જુદો હતો. “લોકો”ની બહાદુરી કહેવાનો નહોતો. જનરલ ભટ્ટ ૧૯૬૫ની લડાઇમાં મારા સાથી હતા. અમે સાથે ગોરખા રાઇફલ્સની સાથે આગેકૂચ કરી હતી. મેં તેમની વાત કહી ગુજરાતના લોકોને કેહવાનો પ્રયાસ કર્યો કે અમદાવાદની ગુજરાત કૉલેજમાં પગે ચાલીને જતા વિદ્યાર્થી ધારે તો જનરલના પદ સુધી પહોંચી શકે છે. તેમની પાસેથી પ્રેરણા લેવાનો અનુરોધ હતો. By the way, જનરલ ભટ્ટ ડાકોરથી ભણવા વલ્લભ વિદ્યાનગર અને અમદાવાદ ગયા હતા.
Akhil: બરાબર ….. મારો પ્રસ્તુત વોચાર તમારા લેખને અનુલક્ષીને નહોતો જણાવ્યો. આપણી રજુઆતને અંતે પાંચ યુવાનો તો સેનામાં જોડાવા તૈયાર થવા જ જોઇએ. તે માટે આપણે તેમને શું કહેવું … બતાડવું … વિગેરે … પર વિચારવું રહ્યુ.
Sent at 8:10 PM on Saturday
captnarendra: જરૂર. તમારી વાત સાવ સાચી અને અર્થપૂર્ણ છે. Motivational સંદેશ આપીએ તો આ કામ થઇ શકે છે. આના માટે સૌ પ્રથમ મા-બાપને તૈયાર કરવા જોઇએ એવું મારૂં માનવું છે. હું મિલીટરીમાં હતો ત્યારે મારા પોતાના નજીકના સગાનાં પુત્રને સૈનિક સ્કૂલમાં જવું હતું. મેં તેને પૂરી માહિતી આપી અને તૈયાર કર્યો, પણ ભાણાભાઇએ અને તેમનાં પત્નિએ મને કહ્યું, અમારા એકના એક દિકરાને મિલીટરીમાં શા માટે ધકેલવા માગો છો?
Akhil: એકઝેટલી …. તો બોલો કયારે ઘ્રી ગણેશ કરીએ ?  શ્રી
captnarendra: શરૂઆત તો પ્રોજેક્ટના પ્લાનીંગથી તરત કરી શકીએ. જો કે હાલ પૂરતું તો ઇ-મેલ દ્વારા અને આગળ જતાં skype વિ. થી. તમને શું લાગે છે?
Akhil: આપણો આ સંવાદ મારા બ્લોગ પર પ્રકાશીત કરું ?
captnarendra: જરૂર.
Akhil: હા …. તમે માઇક અને સ્પીકરથી સજજ થઇ જાવ એટલે આપણે માર્ચ કરી શકીએ
captnarendra: Sure. By the way, રસોડામાંથી આવતી સુંદર સુગંધ અહીં સુધી પહોંચી ગઇ!
Akhil: સેનાનો પરિચય … તેમાં જોડાવાની પ્રક્રિયા … જોડાયા બાદ ના પડકારો .. વૃધ્ધી અને વિકાસની તકો … આર્થ્િક વળતર અને મળતુંસન્માન … સેનામાંથી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ
જેવા વિષયો પર સંવાદ કેવો રહેશે ?
captnarendra: પ્રોજેક્ટના Terms of Reference તો તમે અહીં જ તૈયાર કર્યા – very impressive. હું આનો printout કાઢી તેના પર વિચાર શરૂ કરી દઇ શ.
Akhil: ત્યારે અને આજે ના માપદંડ પર વાર્તાલાપ કરવાથી રસ જળવાશે.. આના પરથી તમે એ અંદાજ લગાવી શકો કે …… સૌ પ્રથમ રાષ્ટ્ર .. ૦૬.૦૬.૨૦૦૯ને રાત્રે ૮ કલાકે આ વિચાર બીજ રોપાયું … અને મારા તન અને મનમાં એકદમ તાજો નવો નક્કોર જોશ ફૂંકાયો.
captnarendra: ઉદાત્ત વિચારને ફલીભૂત થવામાં વાર નથી લાગતી. Good luck અને શુભાસ્તે પંથાન:
Akhil: તો હાલ પૂરતુ. . અલ્પવિરામ … વધુ આવતા અંકે.
captnarendra: આવજો.
Akhil: આવતી કાલે સવારે મારા બ્લોગ પર આ સંવાદ પ્રકાશિત થઇ જશે. આવજો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to ભારતિય સેના .. વિચારબીજ.

  1. Gir Forest કહે છે:

    Respected Sir,

    Thank You Very Much for sharing this interesting informative article here.

  2. jignesh કહે છે:

    this is very sensetiv thinking about our future.coz if our army count is gona down then its danger for our unity.
    i’m jignesh from Ahmedabad:9898626674 .and i’m businessperson.
    may if u start any programs like seminar or any grupdiscussen in colleges or other places pls call me i would like to join there..
    thanks and regards.jignesh R patadiya.

ટિપ્પણીઓ બંધ છે.