સળગતો સવાલ

6922 

 
New comment on your post  આજની વાત “૨૨.૦૫.૨૦૦૯”  
 
Author : neeta kotecha, મુંબઇ 
 
Comment:
 
કોલેજ ની ફીસ ની વાત જ ના કરો…બાળક ૯૪% લાવે તો પણ ૧૫ લાખ માંગે છે..મારી જ દીકરી એ MBA  ની એન્ટ્રનસ પરીક્ષા આપી એને ૯૪ % આવ્યાં હજી GDPI પછી વધશે..પણ કહેવાય છે ૯૪% ઓહ્હ બહુ ઓછા આાઆમ ..એક સારી કોલેજ કે જેનુ નામ હોય એવી કોલેજ નાં વીશે તો મારી દીકરી એ વિચારવાનું જ નથી…અને એક તો mba  લોન લઈને ભણાવશું એમાં એ ૫ લાખ તો થાશે જ…હવે તો ૧૫ લાખ ની વાત હોય તો વિચારવાનું જ નહી..એણે મુંબૈ ની સારિ કોલેજ..swami vivekaanand chembur  મા થી bsc computer sci..કર્યું…અને patni computer  માં એને campus માં થી  job પણ મળી ગયો હતો..પણ હવે મંદી…ને લીધે એ લોકો નથી બોલાવતા..બીજે બધી બાજુ job mate try કર્યું તો ૮ કલાક નાં ૨૦૦૦ કહે છે કે આપશું..શું કરે મારી દીકરી કહો..નથી મારે એનાં આટલા જલ્દી લગ્ન કરવા…ભણતર એ તો હેરાન કરી નાખ્યું છેં..બાળકો માનસીક રીતે હેરાન થાય છેં… 

અને નાની દીકરી એ હમણા ssc ની exam  આપી .૧૧ મી નાં class ની fees નાં બારા માં પુછ્યું તો કહ્યુ ૨૫૦૦૦..શું કહેવુ કહો??

અને આપણે ચર્ચા કરીયે છે..ખાલી ચર્ચા…કાંઇ ફરક પડશે…ના…

 
સ્નેહી નિતાબહેન,
 
ઓછા માર્કે પાસ થયેલા આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્યની ચિંતા કરનારા લોકો આમેય ઓછા છે.
 
મને સૂઝેલો રસ્તો અહિ વલસાડના મધ્યમ વર્ગના માતાપિતાને કહું છું.
 
૧. દેખાદેખીથી દૂર રહેવુ.
 
૨. સંતાનની માનસિક અને શારિરીક શક્તિ તેમજ પોતાની આર્થિક શક્તિ હોય તે જ પ્રમાણે અભ્યાસક્રમ અને શાળા કે કોલેજ પસંદ કરવા.
 
૩. લોકોને વાદે લાગણીમાં કોઇ પણ સંજોગોમાં તણાઇ જવાથી દૂર રહેવા જેટલી મક્કમતા રાખવી અનિવાર્ય છે.
 
૪. બધા જ ઉચ્ચ ભણતર મેળવીને કયાં જશે ? એમબીએ થઇ, મેનેજર બની, તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યાના ઘણા….. દાખલા મારી પ્રત્યક્ષ જાણમાં છે.
 
૫. ‘ગણતર’ પામેલા ક્રાફ્ટમેન આવા ‘ભણતર’ લઇને આવેલા મેનેજરોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેતા હોય છે. ત્યારે એમને એમ થાય છે કે, ભણવા પાછળ કરેલું સમય અને પૈસાનું રોકાણ ‘આંધણ’ બની ગયું છે.
 
૬. કઇ કોલેજોને આપણે ‘સારી’ કહીએ છીએ ?  અત્યંત મહત્વની બાબત છે આ. ‘ડીમાન્ડ’ અને ‘સપ્લાય’નો નિયમ લાગે છે. ગજવામાં પાંચ પચીસ લાખની થેલી લઇને પ્રવેશ મેળવવા આંધળી દોટ મૂકનારા મૂરખ લોકો તો શિક્ષણને ધંધો બનાવી બેઠેલાને હાથે લૂંટાવા જ જોઇએ.
 
૭. સમજદાર સંતાન પોતાના માતા પિતા પાસે બેસી, ચર્ચા કરી, પોતાની મહત્વકાંક્ષાને વર્તમાન વાસ્તવિકતા, પોતાની  ઉંમર, માતાની લાગણી, પિતાની આર્થિક ક્ષમતા અને ઉદભવી રહેલી વ્યાવસાયિક તક સાથે જોડીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી જ શકે છે. ( મારા દિકરા ઉદયનો જ દાખલો છે. )
 
૮. સુંવાળી દેખાતી આજુબાજુની દુનિયા કેવા કાવાદાવાથી ખદબદી રહેલી છે તેની ચર્ચા ખુલ્લેઆમ કરવાની હિંમત કેળવવી જ રહી.
 
૯. આપણે લીધેલા નિર્ણયોના આવેલા ખોટા પરિણામ બીજાઓ સાથે વહેંચવાથી, બીજાઓને કહેવાથી જ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવી શકાશે. ( મારા નાના દિકરા ઉમંગે ડીગ્રી એન્જી.માંથી ડીપ્લોમા જોઇન કર્યાની વાતથી ઘણા બાળકોએ  બારમાંમા સારા માર્ક આવ્યા હોવા છતાં ડીપ્લોમા કરીને ડીગ્રી કરવાનો નિર્ણય લીધો છે. )
 
૧૦. આપણે ચૂંટેલા દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી ગણાતા હોય તો રાઇટ ટુ ઇકોનોમીક એજયુકેશન બાબતે રાઇટ ટુ ઇન્ફોરમેશન કાયદા હેઠળ ‘નાગરીકની સક્રિયતા’ના પરિણામ કેવા આવી શકે છે તે અજાણ નથી.
 
૧૧. ‘કોઇ કરશે’ કે કળીયુગમાં ફરીથી કૃષ્ણ અવતાર લેશે .અને આપણને ઉગારશે … જેવા ભ્રમમાં જીવવું, પીડાવું કે રોજે રોજ મરવું કે પછી ….
 
૧૨. મારા સંતાનના ભવિષ્યની વાત છે, રાષ્ટ્રના ભવિષ્યની વાત છે, મારી આર્થિક જવાબદારીઓ સંબંધિત વાત છે અને તે માટે મે ચૂંટેલી સરકારના મેં મોકલેલા પ્રતિનીધીઓ મારા જીવવાને આકરૂં બનાવી દેતા હોય તો … તેમણે મને જવાબ આપવો જ પડશે.
 
મને લાંબા લખાણ લખવાનું કઠીન લાગે છે કારણકે, હું રહ્યો મૂળ અવાજની દુનિયાનો માણસ. છતાં તમારી ‘સ્ટ્રેસ’ નીતરતી વાત વાંચીને મહામહેનતે આટલું લખ્યું … સ્કાયપ દ્વારા વિસ્તૃત ચર્ચા કરીને લોકોમાં જાગૃતિ લાવવાનું મારું કામ ચાલુ જ છે.
  
અખિલ સુતરીઆ.

Creating a community of Learning, Living, Leading and Loving people by Transforming LOCAL children & youth into GLOBAL citizens.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in જનમત, પ્રેરણા, મંથન, માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to સળગતો સવાલ

  1. paavanj કહે છે:

    Respected Sir,

    All parents should read this article,one of main thing that “After read it,also remember all points to whole life to tell others and follow its also”

    Thanks for sharing this most valuable article here.

    Health Care Tips | Health Tips | Alternative Health Articles | somnath temple

  2. તમારા સવાલનો જવાબ તો આપી જ દીધો છે.

    સ્પર્ધા કોની સાથે, કેવી રીતે, કયાં અને કયારે કરવી તે જ આજના સમયમાં સમજદારીથી નક્કિ કરવાનો મુદ્દો છે.

  3. neetakotecha કહે છે:

    સાચ્ચુ કહુ મને દુખ એ વાત નું છે કે ૯૪ % લાવ્યાં પછી પણ અમે ખુશી મનાવી ના શક્યાં..તો કેટલા લાવાનાં??

    બાળકથવે આપણા કરતા વધારે બધુ વિચારીને નિર્ણયો લે છે..પણ કેટલા હેરાન થાતા હશે એ લોકો એ વિચાર્યુ છે કોઇએ..

    • alpesh કહે છે:

      Never ask percentage to your child. Believe me, this lead to a depression to your child when he/she stuck with the such situation. Or he/she may get less percentage than what you expect from her.

      Now if talking about job/MBA, its depends on her, if she is intelligent than she may reach to a top level even if she start her carrier with small company.

ટિપ્પણીઓ બંધ છે.