દિલની વાત

આજનું મંથન

આજનો  પ્રયત્ન હેઠળ તમે જે કર્યા હાથ ધરો છો એની માહિતી કાર્ય થયા બાદ આપો તો વાચવાની મજા આવે. લોકોના પ્રતિભાવ રસિક  હોતા હશે .. એક વાચક.

…………………………………………………………………………………….

તમારૂ સુચન સરસ છે.
 
મારા કાર્યનો અનુભવ જાણવાની ઇચ્છા વ્યક્ત કરનાર તમે સૌ પ્રથમ વ્યક્તિ છો.
 
આશરે ૩૦૦૦ મિત્રોને મારી ‘આજનું અપડેટ’ રોજે રોજ નિયમિત રીતે મોકલાય છે.
 
સૌને ઉપયોગી થઇ પડશે એવી જાણકારી વાળી બે કે ત્રણ મેઇલ્સ હું દિવસ દરમ્યાન ફોરવર્ડ કરું છુ.
 
જો તે સ્પામ કે બલ્ક ફોલ્ડરમાં જતી રહેતી હોય તો – મને ખબર નથી.
 
તેમાંથી કેટલાને તેમના ઇનબોક્ષમાં મળે છે – મને ખબર નથી.
 
વાંચ્યા વગર જ જો ડીલીટ થઇ જતી હોય તો – મને ખબર નથી.
 
કેટલા મિત્રો વાંચે છે – મને ખબર નથી.
 
ઉપર ઉપરથી વંચાઇ જતી હોય તો – મને ખબર નથી.
 
કેટલાને તેમાં રસ પડે છે – મને ખબર નથી.
 
કેટલા મિત્રો ફોરવર્ડ કરે છે  – મને ખબર નથી.
 
કેટલાક મિત્રો કેટલીક તેમને લાગેલી સારી અને કામની મેઇલ્સ સાચવે છે – એવું કદીક ક્યારેક કોક દ્વારા તે કહે કે લખે ત્યારે જ ખબર પડે છે.
 
યાહુ પર અખિલ ટીવીની ઇફોરમ સ્થાપવાનો હેતુ જ સંવાદ રચવાનો હતો .. પણ હજુ સુધી કોઇ ચોક્કસ વિષય પર સદસ્યો દ્વારા કોઇ સંવાદ શરૂ જ નથી થયો.
 
…. મારે તો વરસાદી વાદળની જેમ મારી પાસે જે જાણકારી, માહિતી અને અનુભવ છે તે વરસાવતા રહેવાનું, કોણ ભીંજાશે, કોણ પલળશે, કોણ ભીનું થશે કે પછી કોણ કોરૂં રહી જશે તે વિચારવાનું મારૂં કામ નથી.
 
અમારી મોજ અને અમારો આનંદ આ સૌના કેન્દ્ર્માં છે. જો એ મળવો બંધ થશે તો …. અમે પણ અહિથી વિદાય લઇ લઇશું.
 
અમારા પહેલા પણ જગત હતું … અમારી સાથે પણ જગત છે …. અમારા વગર પણ જગત રહેશે જ.
 
બરાબરને ?

  અખિલ સુતરીઆ

 –  ખાસ નોંધ –

હવે અમારા પ્રેરણાદાયી ફિલ્મો દ્વારા સ્થાનિક બાળકો અને યુવાનોને વૈશ્વિક નાગરીક બનાવવાના અભિયાન ‘માર્ગદર્શન’ના આયોજન તેમજ સંચાલનમાં પરોવાઇ જઇશુ જેથી અહિ અમે અનિયમિત થવાના.

મારો સંપર્ક હવે ટેલિફોન 02632 243474 / 240842 અથવા મારા મોબાઇલ ફોન 9427 222 777 પર કરવો વધુ ઇચ્છનિય રહેશે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

3 Responses to દિલની વાત

  1. amitsompura કહે છે:

    એક્દમ બરાબર તમે સચૂજ કહ્યૂ.અમારા પહેલા પણ જગત હતું … અમારી સાથે પણ જગત છે …. અમારા વગર પણ જગત રહેશે જ

  2. shawn કહે છે:

    you keep on enmpting your cup to the world and keep on feeling your cup again. I love to read your blogs. I never had deleted your email and still keep your email love to read your information so please keep forwading to me thanks and say hello to truptiben, umang and uday also.. take care and god bless for work you doing.

  3. પંચમ શુક્લ કહે છે:

    બસ તમે વરસતા રહો….તમારી મોજ એ અમારી મોજ!

ટિપ્પણીઓ બંધ છે.