બ્લોગજગત ..

 

બ્લોગ જગત સાથે સંબંધ છે .. બ્લોગરો સાથે ખાસ લેવા દેવા નથી રાખી ..

આંગળીને વેઢે ગણાઇ જાય તેવા બ્લોગિંગ કરનારા મિત્રો મળ્યા છે.

જેને જે કરવું હોય, કહેવું હોય તેની મારે શા માટે ચિંતા કરવી ?

મને ગમતું કામ કર્યે રાખું છુ.

ગુજબ્લોગ પર મારા મેઇલ્સ ‘સ્પામ’ તરીકે એક ભાઇએ ઓળખાવ્યા, વિવાદ ઉભો કરવામાં મને જરાય રસ નથી હોતો.

સાચું–ખોટું પુરવાર કરવાની ય મને જરૂર જણાતી નથી.

જે છે, જેમ છે, જેવું છે એ, એમ જ અને એવું જ સ્વિકારવાનો આનંદ લઇએ તો આધ્યાત્મિક રીતે વિશ્વને ઓળખી શકાય એમ મને લાગે છે. 

તેથી મારે લીધે અન્યોને તકલીફ ન પડે તે હેતુથી ૪૫૦ વ્યક્તિઓના એ ગૃપને મારો દ્રષ્ટિકોણ જણાવીને અલવિદા કહી દીધી. 

પરિણામે વાત ‘સમજી’ શકનાર અપરિચિત બ્લોગરોએ મારી સાથે વ્યક્તિગત સંવાદ કરીને મિત્રતા કેળવવી શરૂ કરી. એ જ સૌથી મોટી ઉપલબ્ધી.

કહેવત છે ને કે, તાળીમિત્રો તો બહુ મળે પણ …

અનેકને બ્લોગ જગતમાં ફેલાઇ ગયેલો અને પ્રસરી રહેલો દંભ ગુંગળાવે છે .. પણ ખબર નથી કયું કારણ તેમને મારી જેમ ખુલ્લી હવામાં બહાર નીકળીને શ્વાસ લેતા રોકે છે.

આ બ્લોગ ‘આજની વાત’ને એટલે જ મેં ‘લીસ્ટ’ નથી કર્યો.  આજનો વિચાર, આજનો પ્રયત્ન અને આજની વાત વાંચવાવાળો વર્ગ ધીમે ધીમે ઉભો થઇ જ રહ્યો છે.

સમજી શકે તે તો જાતે જ સમજી જાય છે .. ખરૂને ?

બ્લોગ એટલે શું ?

રાઇટર કે પોએટ કે ઓથર (લેખક કે કવિ) અને બ્લોગર વચ્ચે શું તફાવત ?

બ્લોગર કોને કહેવાય ? બ્લોગિંગ એટલે શું ? બ્લોગિંગ કેવી રીતે કરાય ? બ્લોગિંગના કોઇ ધારા ધોરણ કે નિયમો ખરા ?

રાઇટર કોને કહેવાય ? રાઇટીંગ એટલે શું ? રાઇટીંગ કેવી રીતે કરાય ? રાઇટીંગના કોઇ ધારા ધોરણ કે નિયમો ખરા ?

મોડરેટર કોને કહેવાય ? મોડરેટીંગ એટલે શું ? મોડરેટીંગ કેવી રીતે કરાય ? મોડરેટીંગના કોઇ ધારા ધોરણ કે નિયમો ખરા ?

જે નથી જાણતો તે જાણવામાં સમય વપરાય તે જ ઇચ્છા રાખીને … લખતો રહું છું – વ્યક્ત થતો રહું છું.

ખબર નથી કે આને રાઇટીંગ કહેવાય કે બ્લોગીંગ ? !!!

આમ ખાને સે મતલબ હૈ, કીસ ઔર કીસકે ખેતસે આયે હૈ યે જાનકર ક્યા કરના હૈ ??

 

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in મંથન. Bookmark the permalink.

2 Responses to બ્લોગજગત ..

  1. પંચમ શુક્લ કહે છે:

    This is Akhilbhai’s spirit. Keep it up.

  2. Niranjan Vaishnav કહે છે:

    i agree with ur thought. when i read i feel that my thought read through ur word. i m ver happy with it.
    thanks for give more energy

ટિપ્પણીઓ બંધ છે.