કેટલાક બ્લોગરોની સાથે સંવાદ કરતાં જણાયું કે, બ્લોગ, બ્લોગીંગમાં વધી રહેલી કૃત્રિમતા કે આડંબરને કારણે પહેલા જેટલી આત્મિયતા અનુભવાતી નથી.
કોક કોંકને કઠપૂતળી બનાવીને તો કોક સીધા શબ્દયુધ્ધે ચડે છે.
અરજીના સ્વરૂપમાં પોતાની માન્યતાઓને પ્રસંશાના પુષ્પો મળે તેવી જ અપેક્ષાઓ ઠલવાય છે.
નિર્દોષ મજાક કે મશ્કરી કરવાનું સાહસ પણ હવે કરવાનું ટાળવું પડે છે.
સાક્ષરો જયાં ભેગા મળ્યા હોય ત્યાં જ્ઞાનગંગા વહેવાને બદલે દ્વેષના ખાબોચિયાં કેમ ભરાવા લાગ્યાં છે ?
સવાલ –
લાગણીશીલ એવી આ જણ પર ક્રુર આઘાત કરવામાં આવ્યા છે. કદાચ તમે એ પરીસ્થીતીમાં મુકાયા હોત તો?
જવાબ –
મને વિશ્વાસ છે કે મારા મનની શાંતિને ખલેલી શકે તેવો કોઇ માઇનો લાલ આ ધરતી પર પાક્યો નથી.
દ્રઢપણે મારું માનવું છે કે મારી મંજૂરી સીવાય કોઇ મને ત્રાસ પહોંચાડી ન શકે.
કોને કેટલા સાંભળવા તે મારે જ નક્કી કરવાનું હોય.
મને પણ તકલીફ તરફ લઇ જવાયો જ હતો.
કેટલાકોએ મારી સાથે ફોન પર વાત કરી ..
બે.. ચાર અનુભવે તો ખબર પડવા માંડી કે સત્ય શું છે.
મારે પણ કેટલાકની સાથે કેટલીક બાબતોએ મતભેદ હતા … અને છે.
મારે એવા પણ મિત્રો છે જેમની સાથેના મતભેદ કે વિચારભેદને અમે સ્વિકારી લીધો છે.
જેમની સાથે મતભેદ કે વિચારભેદ સ્વિકારી ન શકાયો ત્યાંથી જાતને દૂર કરી લીધી.
સાચું અને ખોટું શું ની દલીલોથી દૂર રહીને મેં તેમને જયશ્રીકૃષ્ણ કરી દીધા.
આપણે કયાં નાના બાપના થૈગ્યા ??
ભૂતકાળ ભૂલીને ….. ભવિષ્યની ચિંતા વગર … વર્તમાનમાં મારી જેમ મોજ કરો …
તમે ક્યાં કોઇના રોટલા ખાઓ છો કે કોઇને ખવરાવો છો કે આટલી બધી ઉપાધી માથે ચડાવીને ચાલો છો ??
…. તેલ લેવા જાય દુનિયા.
નાના મોંએ મોટી વાત થઇ ગઇ હોય તો ક્ષમા કરજો પણ …
જીન્દગીની મોજ આપણી મંજૂરી વગર કોઇ ઝૂંટવી કેવી રીતે જાય ???
સવાલ
મારા મન, ભાવના અને લાગણી પર બળાત્કાર થયાનું લાગે છે.
જવાબ –
સાહેબ,….. નપુંસકોને તો એય ખબર નથી હોતી કે બળાત્કાર કોને કહેવાય અને કેવી રીતે કરાય !!
કુવામાં રહેતા દેડકાઓને ક્યાં ખબર હોય છે કે કુવા બહારની દુનિયા કેવી હોય છે ?
બંધિયાર વિચારોને વળગી રહેવું કે તિલાંજલી આપવી એ તો પોતે જ નક્કી કરવાનું હોયને ?
સવાલ –
But imagine, you are compelled to shut down your work OR kidnaps your son / wife , will you remain so STHITA PRAGAGNA ?
જવાબ –
પત્નિ કે બાળકોનું અપહરણ કયા સંજોગોમાં શક્ય બને ?
જો તેઓ પતિ કે પિતાના સુરક્ષા કવચની બહાર દુશ્મન પ્રદેશમાં ફરવા જાય તો
અથવા દુશ્મનને ઘરમાં ઘુસી આવવા દરવાજા ખુલ્લા રાખ્યા હોય !!
અહિ દરેક બ્લોગરે
જે કરવું હતું એ કર્યું …. કે કરે છે …
સાર્થમાં કે ઊંઝામાં …
શબ્દોથી કે સંગીત વડે ..
ચોપડીઓમાંથી ટાઈપ કરીને કે ગીતોની ફાઈલો મુકીને …
પણ કોને માટે ???
બ્લોગરો માટે ?
લેખકો માટે ?
વાહ વાહ સાંભળવા માટે ?
‘આજના હોટબ્લોગ’ લીસ્ટમાં પ્રથમ રહેવા માટે ?
‘સૌથી વધુ મુલાકાતી’ ઓ મેળવવા માટે ?
‘સૌથી વધુ કોમેન્ટ’ મેળવવા માટે ?
‘ગુજરાતી’ ભાષા માટે ?
‘ગુજરાતી’ઓ માટે ?
કે
‘પોતાના આનંદ‘ માટે ?
મને ખાત્રી છે કે, મારી જેમ જ તમારો જવાબ પણ હવે તો – ‘પોતાના આનંદ‘ માટે જ હશે.
ફરી ફરીને એ જ કહેવુ છે કે તેલ લેવા ગઇ દુનિયા, તમે મોજ કરોને !!!
મારે જે લખવું છે તે અનિયમિત રીતે જ લખું છું.
વધુ પડતા નિયમિત પણ શા માટે થવું ?
જેમણે વાંચવું છે તે વાંચે જ છે.
જેમણે પ્રતિભાવ નથી આપવો છે તે નથી જ આપતા.
જેમણે પ્રતિભાવ આપવો છે તે આપે જ છે.
જેમણે સાચો પ્રતિભાવ આપવો છે તે સાચો પ્રતિભાવ જ આપે છે.
જેમણે પ્રસંશા કે વખાણ કરવા છે તે ખરા કે ખોટા વખાણ કર્યે જ રાખે છે.
નોંધઃ બ્લોગજગતમાં પ્રવર્તતી કેટલીક પ્રથાઓ કે પરંપરાઓએ ક્યાંક કોકને તકલીફ પહોંચાડયાના બનાવો વધવાને પગલે … આજની મારી આ પોસ્ટ જરૂરતમંદોને ‘સારવાર’ સ્વરૂપે સમર્પિત.
really nice sir
very well said.
સરસ માનસીક ચિકિત્સાનો પ્રયત્ન… .
પણ અમુક મનોરોગી બ્લૉગરોનો કોઈ ઈલાજ નથી – સિવાય કે બધા મનોરોગી બની જાય!