દોસ્તો,
બે દિવસથી ટુંકા પ્રવાસ અને નજીકના વિસ્તારમાં રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકોને મળવાનું થઇ રહ્યું છે.
મોટરસાયકલ પર વરસાદમાં પલળતા .. ભીંજાતા સૂસવાટા મારતા પવનની સાથે હરિફાઇ કરવાની મોજ જાણે ‘જીવન’ ને જાણવાના આ અભિયાનમાં સોનામાં સુગંધ જેવી લાગે છે.
ચોખાના ગરમ ગરમ રોટલા અને તીખા તમતમતા મગની સાથે અધફાડેલા કાંદા પર મીઠું અને લીબુ ..
આદુ, ફૂદિના અને લીલી ચા નાખીને બનાવેલ ચા …
પાણીથી ભરચક … વરસું વરસું થઇ રહેલા વાદળની તે પારથી આવતો તડકો …
કેમેરા વગર .. વોઇસ રેકોર્ડર વગર .. અરે ….. મોબાઇલ ફોનની ઘંટડી પણ મોજમાં ખલેલ પહોંચાડતી લાગી, એટલે … તેને કરી દીધો .. સ્વીચ ઓફ.
વણસતી જતી વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારી સામે લડતો … જીવતો … મધ્યમ વર્ગનો ગામડે રહેતો માનવી મહેમાનગતિ કે આગતાસ્વાગતામાં પાછો ન પડે ..
જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ જે રીતે આસમાને જઇ રહ્યા છે તે જોતાં હવે ‘આમ આદમી’ .. ધ કોમન મેન પોતાની જીવન શૈલી બદલી રહ્યો છે.
પોતાના ‘જીવન’ ને જોવા અને જીવવાનો દ્રષ્ટિકોણ બદલી રહ્યો છે.
તેની પાસે તેના પોતાના વિકલ્પો છે .. અસ્તિત્વને ટકાવી રાખવા માટે.
હવે મેં પ્રવેશ કર્યો લોકોના દિમાગમાં જયાં તેમની લાગણીઓ સળગી રહી હતી.
- સરકારી સામાજશાસ્ત્રીઓ કયાં જઇ, કોને મળીને સમાજ વ્યવસ્થાના સુધારાલક્ષી રીપોર્ટ સરકારને ખર્ચે જો ‘ફાઇલ’ કર્યે જતા હોય તો મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી દ્વારા તપાસનો વિષય બને કે ન પણ બને.
- અખબારો કે ટેલીવિઝન ભલે દુઃખદર્શન જ કરાવતા હોય .. અને તેમાં જેટલું છપાય કે બતાવાય તે બધું સાચું નથી જ હોતું એવું હવે પ્રજા જાણી ગઇ છે.
- ‘ગુજરાતી’ ઓને જેટલી સરળતાથી મૂરખ બનાવી દેવામાં આવે છે તેટલી સહેલાઇથી મેં બીજાઓને મૂરખ બનતા જોયા સાંભળ્યા નથી.
- પાડોશી રાજયોમાં કે દૂરના રાજયોમાં ગુજરાતથી ભણવા ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય રાજયોથી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધારે જોવામાં આવી છે.
- ગુજરાતીઓએ ચૂકવેલ ડોનેશનની રકમનો સરવાળો …… કલ્પના બહારનો. ( રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કેટલા કરતાં હશે કે કેટલાને મળતું હશે તે તો ભગવાન જ જાણે. )
- બધ્ધી જાણકારી મેળવી જાતતપાસ કરીને … ગુજરાતી ‘વહાલસોયાને કે વહાલસોયીને’ કોઇ જાતની તકલીફ ન પડે અને ‘ઘર’ જેવું જમવા મળે તે માટે અહિ ગુજરાતમાં પેટે પાટા અને એટીએમ દ્વારા ત્યાં દર મહિને ફૂડબીલ, મોબાઇલ રીચાર્જ, હોસ્ટેલનું ભાડૂ, ધોબી, ચા–દૂધ, નાસ્તો અને ‘મમ્મી, તુ યાદ આવી એટલે…’ થતા પ્રવાસ ખર્ચ પેટે થતા કુલ ખર્ચનો સરવાળો ત્રણ વરસના કોર્સ દરમ્યાન .. મૂળ કોર્સની ફી કરતાં દોઢથી બે ગણો … ત્રણ કે ચાર વરસનો મૂળકોર્સ કેવી રીતે એક કે બે વરસ વધી જાય છે તે પણ એક વ્યવસ્થિત રીતે ભોળી ‘ગુજરાતી’ નરમઘેંસ ગાયોને દોહવાનું કારસ્તાન જ છે. ( આને લોભિયા હોય ત્યાં ધુતારા વાળી કે ગરજે ગધેડાને બાપ વાળી કહેવી તે તમે નક્કી કરજો. )
- ગાંધીના જ ગુજરાતમાં સરેઆમ દારુ પીવાતો, વેચાતો, વહેંચાતો હોય તો બનાવવા વાળો કેમ ના બનાવે ? લઠ્ઠાકાંડ થાય ત્યારે જ લોકોની હમદર્દી પ્રાપ્ત કરવા રાજકિય પક્ષો પોતાનો રોટલો કેમ શેકે છે તે હવે પ્રજા જાણે છે.
- જેણે પીવો હોય તે પીએ, મરવું હોય તે મરે, આમેય રાજયમાં કે રાષ્ટ્રમાં ટેક્ષ ભરનારાની કમર પર ઘણો ભાર છે, જે થોડા મર્યા તે સાચા, સાલ્લી, માણસની જીન્દગીની હવે શું કિંમત છે ? ૧૨૫ કરોડના ભારતમાં કે સવા પાંચ કરોડના ગુજરાતમાં બસો પાંચસો પોતાના પૈસે દારુ પીને મરનારાને આપણા ટેક્ષના પૈસામાંથી સહાય શા માટે ?
- જે હ્યુમન રાઇટવાળી સંસ્થાઓ એ દારૂડીયાના પરિવારને સહાય કરવા પટપટતી હોય તે પોનાના ભંડોળમાંથી સહાય કરે.
- માણહને દારુ પીવાની લત શા માટે લાગે છે તે તો આ સમાજશાસ્ત્રીઓને પૂછો ? માળા બેટા હાલી નિકળ્યા છે સમાજકલ્યાણ ખાતા લઇને.
- સ્કૂલોમાં ભણવાનું એક જ … સીલેબસ પણ એક જ … પણ બધી સ્કૂલોના ફીના ધોરણ જુદા જુદા .. છોકરાંવને ભણાવવા કેવી રીતે ?
- બીજા પચ્ચીસ જાતના ખર્ચા કરાવે તે કયાંથી કાઢવા ?
- શિક્ષકોને પગાર વધારી આપ્યો …. પણ તેમણે વધારાનું ભણાવવાનું ચાલૂ કર્યું કે નહિ તે કોઇએ તપાસ કરી ? છઠ્ઠા પગારપંચે તો દાટ વાળ્યો છે.
- સાદી, સરળ અને કોઇ ગાંડાને પણ સમજ પડે એવી વાત છે કે, જયાં ખરીદનારા કે ગ્રાહક હોય ત્યાં વેચનારા કે વેપારી પોતાની દુકાન ખોલી જ નાખે.
એટલું તો જરૂર લાગે છે કે, હવે અશિક્ષિત કે અલ્પ શિક્ષિત માબાપના ભણતર પામેલા યુવાનો માટે જીવવાનું બહેતર બનાવવા જે સરકાર કદમ નહિ ઉઠાવે તેને આ યુવા વિચારધારા ઉખાડીને ફેંકી દેશે.
યુવાન ગુજરાતીઓ સમજદાર થઇ રહ્યા છે. વડિલોનું ખબર નથી.
We always think about rights but never about responsibility. We shoud have Human Responcibility Commission rather than Human Right Commission.
How many of us flush public toilet after usage? How many of us oppose nonsense in society? How many of us slape a “Romio” and give security to our female? Questions are unlimited.
તમે તો આટલું ફરીને આ વીચારો કેળવ્યા. મેં તો સ્લમ ડોગ જોઈને જ આ બધું પામી લીધું!
પણ ભારતીય લોહી ક્રાન્તી માટે ઘણું ઠંડું છે. નહીં તો પર્દેશીઓ સૈકાઓ સુધી રાજ ન કરી શકત. અને અત્યારે એમનાથી ભુંડા રાજકર્તાઓ એમ કરી રહ્યા છે.
પુનર્જન્મમાં માનતો નથી , પણ જો ફરી જન્મવાનું હોય તો ..
અમેરીકામાં જ – ભારતમાં નહીં . અહીં હવામાં સ્વતંત્રતા છે, તક છે.