મ.મી.મો.વા એટલે ?
મલ્ટી મીડિયા મોબાઇલ વાન.
દોસ્તો,
ગઇકાલે મારી An Appeal (વાંચવા ક્લિક કરો) ના પ્રત્યુત્તર રૂપે મને મળેલ જવાબો .. માંથી તારવેલા મુખ્ય મુદ્દા.
૧. અખિલભાઇ, તમે આરંભેલ માર્ગદર્શનના અભિયાન બહુ જ ઉમદા કાર્ય છે. તે માટે જે ટહેલ નાખી છે તે પણ સારુ કર્યું. ભંડોળ ભેગું કરવું બહુ જ અઘરું કામ છે. તમને કેવો રીસ્પોન્સ મળ્યો ?
૨. તમે બહુ મહેનત કરો છો. પણ સામે પક્ષે લોકો હવે એવા રહ્યા નથી કે જેમના હાથ ફૂલની પાંખડી આપવા પણ ઉપડે.
૩. તમને આટલો સમય કયાંથી મળે છે ? તમે બીજું શું કરો છો ?
૪. તમારે લાયન્સ, રોટરી કે જેસીઝ જેવી સંસ્થાઓ સાથે હાથ મીલાવવા જોઇએ.
૫. કોઇ મોટી નામાંકિત કોરપોરેટ તમને મદદ કરવા આગળ નથી આવતી ?
૬. નરેન્દ્ર મોદી તો તમને જરૂર સહયોગ કરવા તૈયાર થાય.
૭. ગુજરાત સરકારની કોઇ યોજનાનો લાભ તમને ના મળે ?
હવે મારી વાત –
૧. આટલા પત્રો મળ્યા.
૨. મને મહેનત કરું છું એવું નથી લાગતું. સંભવ છે કે આ ભૂમિ પર આ જ કાર્ય માટે મારો જન્મ થયો હોય.
૩. સૌને ૨૪ કલાક મળ્યા છે. ન વધારે ન ઓછા. વનપ્રવેશ બાદ અમે ( હું અને તૃપ્તિ ) વધુને વધુ સમય બાળકો અને યુવાનો માટે સેમિનાર્સ અને ફિલ્મ શોના આયોજન/સંચાલન માટે જ ફાળવીએ છીએ. ગાંધી વિચારમાંથી પ્રેરણાલઇને સાદગીપૂર્ણ સાત્વિક અને અન્યને ઉપયોગી બનીને જીવન જીવવા પ્રત્યે સજાગ છીએ.
૪. તમે અમને કોઇક લાયન્સ, રોટરી કે જેસીઝની સ્પોનસરશીપ મેળવી આપવામાં સાથે રહી શકો ?
૫. મોટી નામાંકિત કોરપોરેટમાં ઉંચા પદ પર જવાબદારી નિભાવતા કાર્યરત અધિકારીઓને વધારે રસ શેમાં હોય ?
૬. હું ગુજરાતનો નાનો નાગરિક છું. મારા રાષ્ટ્ર કે રાજયના બાંધવો માટે મારે શું કરવું તેમાં મુખ્યમંત્રી ( મોદી કે કોઇ અન્ય) ને શાને શામેલ કરવા ?
૭. મેં આવો કોઇ અભ્યાસ કર્યો નથી.
પરિણામ –
૧. મારી વેબસાઇટ બનાવવાની આવડત ખરીદવા કેટલીક સંસ્થાઓ આગળ આવી છે.
૨. મારા સેમિનાર્સનું આયોજન કરવા કેટલીક સંસ્થાઓએ રસ દાખવ્યો છે.
૩. જુલાઇ ૨૭, ૨૦૦૯ સુધીમાં ભેગી થયેલ રકમ – રૂ. ૩૫,૦૦૦
તારણ –
૧. મલ્ટીમીડીયા મોબાઇલ વાન માટે જરૂરી રકમ – રૂ. ૩,૫૦,૦૦૦
૨. અખિલ ટીવીનું ઇમુખપત્ર તમારા સહિત અંદાજે ૩૦,૦૦૦ વ્યક્તિઓને મોકલાય છે. ( કેટલા વાંચે છે એ ખબર નથી. )
એટલે
જો દરેક વ્યક્તિ ફક્ત રૂ. ૧૦ આપે તો … અથવા,
જો ફક્ત ૩,૦૦૦ વ્યક્તિઓ ફક્ત રૂ. ૧૦૦ આપે તો … અથવા,
જો ફક્ત ૩૦૦ વ્યક્તિઓ ફક્ત રૂ. ૧,૦૦૦ આપે તો … અથવા,
જો ફક્ત ૩૦ વ્યક્તિઓ ફક્ત રૂ. ૧૦,૦૦૦ આપે તો … અથવા,
જો ફક્ત ૩ વ્યક્તિઓ ફક્ત રૂ. ૧,૦૦,૦૦૦ આપે તો … અથવા,
કોને ખબર …
કદાચ કોક એક જ વ્યક્તિ …. લોકહિતના આ પ્રોજેક્ટમાં સહભાગી થઇ જાય !!!
મારો નિર્ણય
આ રીતે નાણા ભેગા કરવાનું કાર્ય આજથી ત્રણ મહિના સુધી જ કરવાનું નક્કી કર્યું છે.
એટલે છેલ્લી તારીખ – ૩૧મી ઓક્ટોબર, ૨૦૦૯ નિર્ધારીત કરી છે.
જો લક્ષ્યાંક પર પહોંચી જઇશું તો આગળ વધશું.
જો લક્ષ્યાંક પર નહિં પહોંચાય તો સહયોગ આપનાર દરેકને અમારે ખાતે બેંક કે પેપાલનો વટાવ ખર્ચ બાદ કરતાં જમા થયેલ રકમ સાભાર પરત કરી દઇશું.
અને અમે અમારા નાનકડા વિશ્વમાં અમારી પહોંચમાં આવી શકે તેવા બાળકો અને યુવાનો માટે કાર્યરત રહીશું …. અમારી રીતે.
એક મહત્વની વાત
દિમાગની વાત દિલથી
મારા દિલ અને દિમાગ વચ્ચે થયેલ મંથનનો હું સાક્ષી છું.
8013
ur replies r naive..I wish allthe well inur noble ventures..u r not small as u mentioned bt definitely bigger than me at least.