હા .. કદાચ હવે હું વિદાય લઇશ.

 

ગુજરાતમાં સુરત જીલ્લાના બારડોલી અને માંડવીના પ્રવાસે ગયા હતા.

આદીવાસી બાળકો માટે ફિલ્મ શોના આયોજન થયા હતા.

કેટલીક સંસ્થાઓએ ‘પ્રોજેક્ટ માર્ગદર્શન’ને આર્થિક સહયોગ કરવા પોતાની વેબસાઇટ મારી પાસે બનાવડાવવાનો નિર્ણય કર્યો છે.

બહારગામથી પાછા આવીને તેમની વેબસાઇટ બનાવવાનું કામ હાથ પર લીધું છે.

મ. મી. મો. વા. માટે ૩૧મી ઓક્ટોબર પહેલા નાણા એકઠા કરવા છે ના લક્ષ્ય સાથે કાર્યરત છું.

આ સમય દરમ્યાન એક વાત સ્પષ્ટ રીતે સમજાઇ ગઇ છે કે,

હવે ધરતી પર ‘પોતાની સાથે’ અને ‘પોતાને માટે’ જ જીવવાની આદત લોકોને પડતી જાય છે.

લોકોના વિચાર, વાણી, વર્તન અને વ્યવહારમાં રીયાલીટી અને અહિની વર્ચચ્યુઆલીટીમાં … દંભનું પ્રમાણ ગુંગળાવી મૂકે તેવું થઇ રહ્યું છે.

‘સુખી અને સમૃધ્ધ’ લાગતા, જણાતા કે દેખાતા લોકોનો ‘સ્વાર્થ’ તેમને પરમાર્થથી દૂર રાખે છે.

‘પોતાના જ કામ’ માટે ‘કોઇ’ ને પણ ‘વાપરી લેવામાં’ લોકો કુશળ થવા માંડયા છે પણ ‘કોઇ’ ને માટે ‘વપરાઇ જવાની’ વાત જ નથી.

શહેરી અને ગ્રામ્ય ‘જીવન’ ને નજીકથી જોઇ રહ્યો છુ.

સ્વાભાવિક અને સ્વાર્થી લોકોને નજીકથી જોઇ રહ્યો છું… માત્ર સાક્ષીભાવે.

આ ધરતી પર તે સૌના અસ્તિત્વનો સ્વીકાર કરીને …

નથી ગમતું તેનાથી દૂર થવાનો નિર્ણય લઇને,

હા .. કદાચ હવે હું વિદાય લઇશ.

એટલે હમણા ઇમેઇલ્સ મોકલવાનું ઓછું છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in તેજાબ, મંથન, માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯ and tagged , . Bookmark the permalink.

5 Responses to હા .. કદાચ હવે હું વિદાય લઇશ.

  1. Mihir Patel કહે છે:

    Hello,

    Thanks for the very nice post. i really enjoyed reading specially comments. Mane bahu gamyu bhai gujarati blog joine.

    Regards,
    ask4itsolutions.com

  2. અમે જે કામ કરીએ છીએ તેનો થાક તો હરગીઝ ના જ લાગે કારણકે તે તો અમારું અત્યંત પ્રિય કામ છે.

    પણ ખણખોદ કરનારા .. ખોટી આશા બંધાવનારા … જુઠ્ઠાણા ચલાવતા લોકોને દૂર રાખવા છે …

    .. વિદાય લેવી છે .. એટલે, જે કરવું છે તેમાં વધારે શક્તિ પૂરવા માટે જે કરી રહ્યા છીએ તેમાં અપાતા સમય અને શક્તિમાં ફેરફાર કરવા છે.

  3. Minu Joshi કહે છે:

    Dear Akhilbhai,

    Aatla jaldi thaki javay ?

  4. સ્નેહી દેવાંગભાઇ,

    તમે ‘તમે’ છો અને હું ‘હું’ છું. ( મેન આર ફ્રોમ માર્સ એન્ડ વીમેન આર ફ્રોમ વિનસ કે તુંડે તુંડે મતિ ભીન્ન )

    તમે જે ઇપત્ર લખ્યો તેવો કે તેવા જ મતલબ સાથે બીજાઓએ પણ લખ્યા જ છે.

    ભુપેદ્રભાઇનો અને મારો પરિચય દસેક વરસ જૂનો છે પરંતુ અમે સંપર્કમાં નથી રહી શક્યા.

    તમે લખ્યું કે, ‘ Gentleman , life without struggle & hurdle , is not worthy for growth..
    And blaming others…showing your weakness / not strong will for fulfilling your dream mission…

    After rcving your MMMV …firstly try to remove your this vision/thinking to see other as – DAMBHI..SWARTH etc… ’

    જે જેવા છે તેમને તેવા કહેવા એને વિચારોની નબળાઇ કહેવી કે સ્પષ્ટતા ?

    બે .. એક ઉદાહરણ ..

    ૧. ગુજરાતની દારૂબંધી માટે સ્વ. મોરારજી દેસાઇનું વલણ મક્કમ કહેવાય કે જીદ્દી ?

    ૨. અમદાવાદના લઠ્ઠાકાંડ પછી ઉભી થયેલી પરિસ્થિતીમાં મુખ્યમંત્રીની પ્રતિક્રિયા ખોટી કહેવાય કે સાચી ?

    સવાલ ભાષાનો કે શબ્દોનો નથી. અભિવ્યક્તિનો છે.

    હું તો સાક્ષી ભાવે આ બધું જોઇ જ રહ્યો છું. કોણ, કયાં, કેમ અને શું નથી કરતું ની સાથે મારે કોઇ નિસ્બત જ નથી.

    મારા આનંદને મારા સંપર્કમાં આવનારા બાળકો અને યુવાનો સાથે વહેંચવા માટે વધારે સમય ફાળવવા જ ઇન્ટરનેટની દુનિયામાંથી વિદાય લેવા સીવાય બીજો કોઇ વિકલ્પ નથી.

    આમ જુઓ તો હું પણ સ્વાર્થી તો ખરો જ ને ? ‘મારા આનંદની’, ‘મારા સમયની’ વાત કરું છું !!

    બીજાની આવડત પોતાના અંગત ફાયદા માટે મફત વાપરવી એટલે સ્વાર્થ.

    બીજાની આવડત પોતાના અંગત ફાયદા માટે કિંમત ચૂકવીને વાપરવી એટલે વેપાર.

    બીજા શબ્દોમાં ..

    પોતાની આવડત અન્યોના ફાયદા માટે કિંમત લઇને વાપરવી એટલે વેપાર.

    પોતાની આવડત અન્યોના ફાયદા માટે વિના મૂલ્યે વાપરવી એટલે પરમાર્થ.

    પ્રકાશ, પાણી અને પવન …. પોતાની મેળે પોતાનું કાર્ય કરતા જ રહે છે ને ??

    સમગ્ર વિશ્વમાં મને સૌથી અઘરૂં છતાં સૌથી વધારે રસપ્રદ કામ એક જ લાગ્યું છે…. ‘સમજવાનું’ !!

  5. DEVANG KHAROD કહે છે:

    Dear Akhilbhai,
    One thing to i can view in your reply…that is weak internal base..though i am recent joinee-2-3

    months..not spared to see your archives to view complete activities..

    Dont be the person like those ..who starts excellent / humble missions & presents themselves

    with ideology..enthusism for charity…other social revolution…& ends with blaming others…

    why disappointment ?
    Just started & want to leave…?
    Blaming the systems , culture & time ?

    Gentleman , life without struggle & hurdle , is not worthy for growth..
    And blaming others…showing your weakness / not strong will for fulfilling your dream mission…

    After rcving your MMMV …firstly try to remove your this vision/thinking to see other as – DAMBHI..SWARTH etc…

    Just to say : BE POSITIVE…

    By the way,

    Myself : Devang Kharod age : 44
    Electrical Engineer(Ex IPCL)
    Saudi Arabia

ટિપ્પણીઓ બંધ છે.