તા. ૨૨.૦૮.૨૦૦૯
મા ર્ગ દ ર્શ ન
પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓને વૈશ્વિક જ્ઞાન આપવાનો નવતર પ્રયોગ.
અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ.
વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે.
અમે ઇચ્છીએ છીએ કે, તમારા વિસ્તારમાં આવેલ શૈક્ષણિક, સામાજીક, વ્યાવસાયિક કે ઔદ્યોગિક સંસ્થાના સહયોગ / ઉપક્રમે અમારા આ કાર્યક્રમનું આયોજન થાય.
અમે જોયું છે કે,
- ભારતનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનો ઉત્સાહ અને ઉમંગથી જીવન જીવવા તત્પર છે.
- તેમને વિષમ અને અતિશય સ્પર્ધાત્મક એવી વર્તમાન પરિસ્થિતીમાં શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે વાસ્તવિકતા તથા વર્તમાન વહિવટી વ્યવસ્થા તેમજ વ્યાવસાયિક વ્યવહારની સમજ આપવી જરૂરી છે.
- તેમને પશ્ચિમની કઢંગી અસરથી સુરક્ષિત રાખવા જરૂરી છે તો સાથે સાથે અપનાવવા લાયક આદતો કેળવવા પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે.
- ભૌતિક સમૃધ્ધીને બદલે પ્રગતિશીલ જીવનનું મહત્વ સમજીને જીવનનું ધ્યેય હાંસલ કરવાની પ્રવૃત્તી તરફ વાળવા જરૂરી છે.
તમને નથી લાગતું કે આ આપણી સંયુક્ત જવાબદારી અને ફરજ છે ?
બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા રાષ્ટ્રના નીડર, નિર્ભય અને નમ્ર નાગરીક બનાવવાના આ અભિયાન માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં જરૂરિયાત મુજબ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી એવો પ્રેરણાદાયી વિડિયો ફિલ્મોનો આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ન નફો અને ન ખોટ ને ધોરણે સંચાલન કરવા ઇરાદો છે.
માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવા શું કરવું ?
૧. તૃપ્તિ અને મારી એમ બે ટીકીટો વલસાડથી તમારા શહેર સુધી આવવા જવાની રેલ્વે ટીકીટ ( સ્લિપર ક્લાસ / થર્ડ એસી ) ખરીદવી.
૨. પ્રોજેક્ટ માર્ગદર્શન માટે ન્યુનતમ યોગદાન – રૂ. ૫૦૧/– પ્રતિ ફિલ્મ શો ( સાધનોના નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે )
૩. ત્રણ કે ચાર દિવસ ના સમય દરમ્યાન છ થી આઠ જેટલા ફિલ્મ શોનું આયોજન શ્રેષ્ઠ ગણાય જેથી સરેરાશ રોજના સવારે એક અને બપોરે એક એમ બે ફિલ્મ શો દ્વારા કોઇ બે શાળા કે કોલેજને હિસાબે છ થી આઠ સંસ્થાઓના વિદ્યાર્થીઓને લાભ આપી શકાય.
૪. જે તે સંસ્થાએ સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે.
૫. અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર અને એસેસરીઝ ઉપયોગમાં લઇશું. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.
૬. જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.
૭. અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. )
૮. ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ. છતાં તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું.
૯. હાલ અમે ખાસ પ્રકારની સુવિધા અને સાધનોથી સુસજજ એવી મલ્ટી મીડીયા મોબાઇલ વાન ખરીદવા તે માટે અંદાજીત રૂ. ૩,૫૦,૦૦૦/– નું ભંડોળ એકઠું કરી રહ્યા છીએ. સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાનની ઉપલબ્ધીને કારણે અમારા પ્રવાસ ખર્ચમાં ધરખમ ઘટાડો થશે અને અત્યંત અંતરીયાળ વિસ્તારમાં વસતાં બાળકો, યુવાનો અને મહિલાઓને પણ લાભ આપી શકાશે. અત્યાર સુધીમાં અમે રૂ. ૭૦,૦૦૦/– એકઠા કરી શક્યા છીએ.
I WANT YOUR PHONE NUMBER.IAM INTRESTED THIS SEMINARS