માર્ગદર્શનઃ પ્રવાસ અને આયોજનની રૂપરેખા

 પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા સ્થાનિક બાળકો, યુવાનો અને મહિલાઓને વૈશ્વિક જાણકારી આપવાનું અભિયાન.

અમે બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને મલ્ટી મીડીયા મોબાઇલ વાન દ્વારા ગુજરાત રાજયના ગામે ગામ ફિલ્મ શોનું સંચાલન કરવા ઇચ્છીએ છીએ.

માર્ગદર્શન – ગુજરાતયાત્રા ૨૦૦૯

વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે.

વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી એવી પ્રેરણાદાયી વિડિયો ફિલ્મોનો આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

પ્રવાસની કાચી રૂપરેખા

વલસાડથી ઉમરગામ, સંજાણ, વાપી, ઉદવાડા, પારડી, ધરમપૂર, વાંસદા, વ્યારા, માંડવી, નેત્રંગ, રાજપીપળા, હાલોલ, કાલોલ, દેવગઢ બારીયા, દાહોદ, લિમડી, ઝાલોદ, ગરારા, સંતરામપૂર, લુણાવાડા, પાંડરવાડા, માલપૂર, મોડાસા,મેધાસણ, હિમ્મતનગર, ઇડર, ખેરાળુ, પાલનપૂર, ચંદીસર, ડીસા, માલસર, શિહોરી, થરાદ, રાધનપૂર, સાંતલપૂર, અદેસર, પલાસવા, ચિત્રોડ, લાકડિયા, સામખિયારી, ભચાઉ, કોટડા, ધાણેટી, ભુજોડી, ભુજ, સામત્રા, નલિયા, નારાયણ સરોવર, માંડવી, મુંદ્રા, અંજાર, ગાંધીધામ, ભીમાસર, મોરબી, ટંકારા, ધ્રોળ, ફાળા, જામનગર, ખંભાળીયા, દ્વારકા, મીઠાપૂર, ઓખા, ઓખામઢી, મઢી, ભોગત, લાંબા, મિયાણી, પોરબન્દર,રતિયા, માધવપૂર, માંગરોળ, ચોરવાડ, વેરાવળ, સોમનાથ, સાસણગીર, કેશોદ, વંથીલી, જુનાગઢ, જેતલસર, જેતપૂર, વિરપૂર, ગોંડલ, રાજકોટ, સરધાર, આટકોટ, બાબરા, ચિતા, અમરેલી, કુન્ડલા, ધ્રાન્ગધ્રા, વડાલ, મહુવા, ત્રાપજ, ત્રાંસા, ભંડારીયા, ભાવનગર, બ્લેકબક નેશનલ પાર્ક, હેબતપૂર, પીપતળ, વટામણ, તારાપૂર, સોજીત્રા, કરમસદ,ઉત્તરસંડા, નડીયાદ, આણંદ, વલ્લભવિદ્યાનગર, વાસદ, વડોદરા, કરજણ, ભરૂચ, અંકલેશ્વર, ખરોડ, કોસંબા, કામરેજ, કડોદરા, બારડોલી, સરભણ, નવસારી, દેગામ, ચિખલી થઇને વલસાડ.

પેટ્રોલ અને સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાનની ઉપલબ્ધીને કારણે અત્યંત અંતરીયાળ વિસ્તારમાં વસતાં બાળકો, યુવાનો અને મહિલાઓને પણ લાભ આપી શકાશે.

રસ્તે આવતા તમારા ગામ / શહેર કે જયાં ફિલ્મ શોનું આયોજન કરી શકાય તેથી આ પત્ર તમને મોકલ્યો છે.

દર સપ્તાહે ૨૦ થી ૨૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલ નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઇને પાછળ જણાવ્યા મુજબ કુલ ૧૨ ફિલ્મ શોનું સંચાલન કરવાની અમારી તૈયારી છે. 

સમય

મંગળવાર

બુધવાર

ગુરૂવાર

શુક્રવાર

સવારે ૮.૩૦ થી ૧૦.૩૦

શાળાઓ, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ

બપોરે ૨.૩૦ થી ૪.૩૦

સામાજીક સંસ્થાઓ અને મહિલા મંડળો

રાત્રે ૭.૩૦ થી ૯.૩૦

સાર્વજનિક સ્થળે જાહેર જનતા માટે.

શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમ્યાન પ્રવાસ કરીને અમે યાત્રા આગળ વધારતા રહીશું. પ્રવાસમાર્ગની જાણકારી અમારી વેબસાઇટ www.akhiltv.com પર જોવા મળશે.

ફિલ્મ શોનું આયોજન કરવા તારીખ, વાર, સમય, સંસ્થાનું નામ, સરનામું (ગામ, તાલુકો, જીલ્લો સહિત ) અને સંસ્થાના પ્રતિનિધીની સંપર્ક માહિતી અમને ઇમેઇલ દ્વારા અથવા મોબાઇલ ફોન નં. ૯૪૨૭૨૨૨૭૭૭ ઉપર SMS મોકલીને અચૂક જણાવવા.

સંસ્થાએ સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે.

અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર અને એસેસરીઝ ઉપયોગમાં લઇશું. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.

જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. )

ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ.

તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તેનો ઉપયોગ આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા માટે જ કરીશું.

અમારી ધારણા છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના વિસ્તારમાં આવેલ શૈક્ષણિક, સામાજીક, વ્યાવસાયિક કે ઔદ્યોગિક સંસ્થાના સહયોગ દ્વારા કે ઉપક્રમે અમારા આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પોતાના સમય, સંપર્ક, સગવડ અને સંપત્તિનો સદુપયોગ કરી જ શકે.

આશા છે કે તમે પણ બનતો સહયોગ આપીને કે ઉપલબ્ધ કરાવીને આ અભિયાનમાં સહભાગી બનશો જ.

માર્ગદર્શન – પ્રેરણાદાયી વિડીયો ફિલ્મોની સૂચી.

 • ભારતનું ભવિષ્ય
 • બાપૂને કહા થા.
 • પ્રકૃતિ – કાવેરીને કિનારે
 • પ્રકૃતિ – ગોદાવરીને કિનારે
 • પ્રકૃતિ – નર્મદાને કિનારે
 • પ્રકૃતિ – સાગર (તિથલ)ને કિનારે
 • વિચારબિંદુ – જીવનયાત્રા
 • પરિચય – નાગ
 • પરિચય – રસેલ વાઇપર
 • પરિચય – મોનીટર લિઝાર્ડ
 • પબ્લિક સ્પિકીંગ અને પ્રેઝેન્ટેશન
 • રેલ્વે રીઝરવેશન કેવી રીતે કરાવશો. ?
 • વિજળીનું બીલ કેવી રીતે ચેક કરશો ?
 • કારકિર્દી પસંદ કેવી રીતે કરશો ?
 • જીવનસાથી પસંદ કેવી રીતે કરશો ?
 • વ્યવસાયની પસંદગી કેવી રીતે કરશો ?
 • આવકનું આયોજન કેવીરીતે કરશો ?
 • વ્યસન (ધુમ્રપાન કે મદ્યપાન) થી મુક્તિ કેવી રીતે મેળવશો ?
 • ભ્રષ્ટાચાર આચરનાર સાથે કેવો વ્યવહાર કરશો ?
 • કામની વાત – રેલ્વેમાં સફર કરતી વખતે જાણી રાખવા જેવી વાત.
 • કામની વાત – વિવિધ બચત યોજનાઓ.
 • કામની વાત – જીવન વિમા અંગે જાણવા જેવું.
 • કામની વાત – વાહન ખરીદતી વખતે અને ચલાવતી વખતે શું ધ્યાનમાં રાખશો ?
 • કામની વાત – ઘરખર્ચ કેવીરીતે નિયંત્રણમાં રાખી શકાય ?

અને આવા અનેક જીવનપયોગી વિષયો પર ફિલ્મો બની રહી છે.

અખિલ સુતરીઆ,

મોબાઇલ – 9427 222 777  

ઇમેઇલ – akhilsutaria@gmail.com   

વેબસાઇટ –  www.akhiltv.com

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.