આજે સવારે ઉદયપૂરથી વાયા ઇમેઇલ વર્ડપ્રેસ પર બ્લોગપોસ્ટ મોકલવાના સફળ પ્રયોગ બાદ આજની આ બીજી વાત અંતરના ઊંડાણમાંથી.અમારી મા.ગુ.યા. નો હવે પછીનો પડાવ ભિલોડા છે. તેના અનુસંધાને મેં સવારે યોગેશભાઇને ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેમના પિતાશ્રીનું અવસાન થયું છે.પ્રભુ જનારના આત્માને શાંતિ અને સદગતિ અર્પે.ત્યારબાદ ઇડરના મહેશભાઇ સાથેની ઉમરગામમાં બે મહિના પહેલા થયેલી રૂબરૂ મુલાકાત બાદ પહેલી જ વાર ફોન લગાવ્યો. મારો અવાજ અને નંબર જોઇને જ ઉમળકાભેર સવાલ પૂછયો, કયારે આવો છો ઇડર ?
આજની મારા જીવનમાં વીતેલી આ પાંચ જ મીનીટે મારા અંતરમાં માનવીના જીવનની પરિસ્થિતીની સંભાવના ઓ અંગે વિચાર વંટોળ જગાવી દીધા. અખિલ. |