જય સાથેનો સંવાદ

તા.7.2.2010 ના ગુગલ ટોકપર જય સાથે કરેલો સંવાદ … એઝ ઇટ ઇઝ કે વોઝ ?

Jay Bhatt is online.

Akhil: ભારતથી નમસ્તે

Jay: નમસ્તે, અખીલભાઈ
કેમ છો?

Akhil: આજે રવિવાર … મા.ગુ.યા.નો બીજો તબક્કો બપોરે આરંભાશે.
એકદમ મોજમાં.

Jay: સરસ…

Akhil: તમે ? પુસ્તકોની દુનિયાના માણહ છો કેમ ?

Jay: તમારી સુંદર કાર્યવાહી ગુજરાતની જનતા એક નવો પ્રાણ અર્પી રહી છે
ખરું,,
પુસ્તકો, નવી Technology કેવી રીતે ઉપયોગ કરી રીસર્ચમાં આગળ વધી શકાય

Akhil: સાચ્ચું કહું તો અખબાર, ટેલિવીઝન કે ઇન્ટરનેટની દુનિયામાં ચર્ચાતી વાતો વાસ્તવિકતાથી લાખો જોજન દૂર છે.

Jay: વગે રે

Akhil: મને અમારા આ અનુભવોની ઓડિયો બુક તૈયાર કરવામાં રસ છે.
હું સારો લેખક નથી

Jay: આ કદાચ સાચું આશે પણ હું તો માત્ર તમારી કુનેહ અને તમારા નવા નવા પ્રોજેક્ટ્સ વીશે વાંચીને લખું છું.
બહુ સરસ વિચાર છે તમારો.

Akhil: અને મારા લેખનમાં થતી જોડણીની ભૂલોને તમારા જેવા વાચકો સહિ લઇને મારા લખતા રહેવાની ટેવને ચલાવી લે છે.

Jay: ખરેખર તો તમારી કાર્યવાહી મને ખુબ જ પ્રેરણા આપી રહી છે.

Akhil: બાકી વર્ડપ્રેસ પર પ્રસિધ્ધ થતા સાહિત્યને સમજી શકવા જેટલો વિકસ્યો હોઉ એમ લાગતું નથી. મારું ભાષા જ્ઞાન મર્યાદિત છે.

Jay: મારું પણ માર્યાદિત જ છે.

Akhil: દિલથી જીવતો હોઉ એમ લાગે છે.
દિમાગને તો આમેય ભારતમાં વાપરવાની હવે જરૂર જણાતી નથી.

Jay: અમેરિકા આવ્યા પછી શરૂઆતના વર્ષો તો ખુબ જ મહેનતમાં ગયા

Akhil: તમારે તો આજે શનિવારની સાંજ હશે ખરૂને ?

Jay: દિલ, લાગણી અને પ્રેમ.. આ જ ખરી સંપત્તિ છે …
હા..૧૦ વાગ્યા ..
આજે ખુબા બરફ પડ્યો
એટલે બપોર આખી બરફ કાઢવામાં ગઈ.

Akhil: આમેય કોઇપણ દેશમાં ૧૮ થી ૪૦ વચ્ચેનો ગાળો સંઘર્ષમાય જ જણાયો છે.
અને પાછા બધી જ જાતના સંશર્ષ એક સાથે….
સંઘર્ષ

Jay: જો કે આ ગાળામાં ગુજરાતી માટે કઈ ફાળો અપાયો નહિ એટલે હવે શરુ કર્યું છે

Akhil: આર્િક, સામાજિક, વ્યવસાયિક,

Jay: સાચી વાત..

Akhil: જજયારે જયાં જેવીરીતે જેટલું દિલથી થાય તે જીવન.
બાકી ઢસરડો

Jay: મારા બ્લોગ ‘બંસીનાદ’ પર થોડું લખ્યું છે

Akhil: લિંક આપોને

Jay: http://bansinaad.wordpress.com
અમેરિકા માં મારૂં વિદ્યાર્થી જીવન. ભાગ ૩.http://bansinaad.wordpress.com/2007/03/02/vidyaarthee-jeevan3/
http://bansinaad.wordpress.com/2007/02/20/vidyaarthe-jeevan2/

Akhil: સરસ

Jay: અને http://bansinaad.wordpress.com/2007/02/16/vidya-jeevan/

Akhil: વિઠ્ઠલભાઇ ઝવેરીની ફિલ્મ બાદ તે સમયમાં ‘મહાત્મા‘ પરિક્ષા પણ લેવાતી … અમારી શાળામાંથી હું તેમાં પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થયાનું સાંભરે છે.

Jay: ખુબ સરસ…

Akhil: ૧૯૬૫થી ૧૯૬૮ નો ગાળો કદાચ …ધો. ૮કે ૯ માં ભણતો.

Sent at 8:45 AM on Sunday

Jay: વડનગર પણ જવાના છો…

Akhil: હા
આ જ સપ્તાહમાં.

Jay: તમારી સાઈટ પર જોયું.

Akhil: ચાલો સરસ ….. મારી સાઇટ પર એકાદ મુલાકાતી તો આવ્યો ….
થોડો હળવો જ રહું છું હોંકે ભાઇ.

Jay: ઝાડના થડ પર …વાચવાની મજા આવી..

Akhil: ખરેખર ?

Jay: સાચે જ…

Akhil: ચાલો … તમારી મજામાં મારી મજા.
તમને નવાઇ લાગશે …. કે જયારે હું અમારી યાત્રાનો વિગતવસર કાર્યક્રમ જણાવું છું ત્યારે પ્રતિભવ નથી મળતા …
અને જે તે શહેરથી આગળ જતા રહિએ પછી લોકો બોલાવે કે ફોન કે..

Jay: બહુ જ સારું કાર્ય છે..

Akhil: ફોન કરીને સલાહ આપે કે ફલાણી જગ્યાએ આમને મળ્યા હોત તો સારુ થાત.

Jay: તમારી નિષ્ઠાને લીધે જ આ શક્ય બને છે,..

Akhil: કામ તો ખબર નહિ કેટલું સારુ છે … પણ લોકોને મળવાનો અમને જે આનંદદાયક અનુથવ ભાય છે તે લખવા હું સમર્થ નથી એટલે જ ઓડિયો બુકનો વિચાર આવ્યો છે.

Jay: ચોક્કસ લખો.. એક વાત કહું? તમારો આટલો સરસ બ્લોગ છે તો તમે પુતક પણ લહી જ શકો.
તમારામાં થી બધા જ પ્રેરણા લે ચ્ચે..
તમે જરૃ ર્ લખો
મારાથી બનતી મદદ કરીશ

Akhil: એ ……………………… ભઇ, મને ધરતી પર રાખો. મારા બ્લોગ પર આવનારા લોકોની સંખ્યા બહુ મોટી તો નથી જ … એટલે હું પણ કેઝ્યુઅલીમનમાં આવે તે તેવી જ રીતે લખું છું.

Jay: જુનમાં મારે ત્રણ પેપરછે.. ત્યાર પછી
સાચી વાત તો લોકો ને હવે કુદરતી લખાણ વધારે ગમે છે…

Akhil: તમારો સુવાનો સમય થાય એટલે કહેજો.

Jay: ચાલો મારે જવું પડશે… ફરી વાતો કરીશું..તમારી ગુ.યા. ફરી એક વાર સફળ બને એવી હાર્દિક અભીલાષા

Akhil: બાકી અહિ તો તુલસી, ફૂદીના અને આદુ વાળી ચા સાથે રવિવારની શરૂઆત કરી છે.

Jay: સુવાનો તો હજી બાકી છે પણ મારે એક પ્રોજેક્ટ બાકી છે
સરસ..
મને પણ ચા પીવાનું મન થઇ ગયું

Akhil: આ વાત મારા બ્લોગ પર સંવાદ માં પ્રસિધ્ધ કરું ?
એઝ ઇટ ઇઝ.

Jay: ચોક્કસ..

Akhil: ચાલો ત્યારેફરી મળવા માટે અત્યારે આવજો સાથે અલવિદા.

Jay:આવજો

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to જય સાથેનો સંવાદ

  1. divyesh vyas કહે છે:

    પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.કોમ

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

ટિપ્પણીઓ બંધ છે.