અનુભવનું આલેખન ..

.
.

સાતમી માર્ચ બે હજાર દસ.

ગઇકાલે જણાવ્યું કે, અમે ઉમરગામ, સંજાણ, વાપી, ધરમપૂર, વાંસદા, અનાવલ, ઉનાઇ, બાજીપરા, કડોદ, માંડવી, નસવાડી, ઝંખવાવ, નેત્રંગ, ડેડિયાપાડા, રાજપીપળા, વસંતપૂરા, ગોરા, બોડેલી, છોટાઉદેપૂર, દેવગઢબારીયા, ગોધરા, દાહોદ, લીમડી, ઝાલોદ, સંતરામપૂર, લુણાવાડા, પાંડરવાડા, બાકોર, બોરસાઇ, ગાંધીનગર, રાંધેજા, પ્રાંતિજ, હિમ્મતનગર, રાજેન્દ્રનગર, શામળાજી, ભીલોડા, ઇડર, વડનગર, મહેસાણા, વિસનગર, કરલી, ખેરાળુ, વડગામ, પાલનપૂર, સિધ્ધપૂર, ઊંઝા અને પાટણ સુધીનો પ્રવાસ કરી વચગાળાનું વેકેશન મળતાં વલસાડ પાછા ફર્યા છીએ.

તા. ૪થી માર્ચથી એસએસસી તેમ જ એચએસસી બોર્ડ, ત્યાર બાદ શાળાઓના અન્ય ધોરણો અને કોલેજોની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઇ રહી હોવાથી અમે અમારી યાત્રા શાળા/કોલેજોમાં શરૂ થતા નવા સત્રના પ્રારંભ સુધી સ્થગિત કરી છે. મધ્ય જૂન કે જૂલાઇની શરૂઆતમાં અમારી યાત્રાનો બાકી રહેલો પ્રવાસ ફરી પાછો આગળ ધપાવવા નિર્ણય કર્યો છે.

અમને થયેલા અનુભવનું આલેખન કરવાની આજથી જ શરૂઆત કરી રહ્યો છું.

અમે પાછા આવી ગયા છીએના સમાચાર મળતાં શરૂ થયેલી સ્થાનિક મુલાકાતીઓની અવરજવર અને ટેલીફોન પર અમારા પ્રવાસ અંગેની જાણકારી મેળવી લેવા ઇચ્છતા લોકો પણ એક નવો જ અનુભવ કરાવે છે. એમને લીધે આ લખવામાં એકાગ્રતા અને એકસૂત્રતા જાળવવા કઠીન લાગે છે. ત્રણ મહિનાથી ન થયેલા કામ પણ કરવાના છે.

લાંબો સમય પીસીથી દૂર રહ્યો એટલે ગુજરાતી કીબોર્ડનો લેઆઉટ આંગળીઓ શોધી રહી છે.
પીસી અપગ્રેડ કરવાનું છે. ૫૦૦ જીબી કે પછી ૧ ટીબીની હાર્ડડીસ્ક સાથે ૪ જીબીની રેમની જરૂરીઆત જણાય છે. આશરે ૧૪૦૦ ફોટા અને ૬૦ કલાકના વિડિયોનું સંકલન કરતાં જવાનું છે. લેપટોપનો બધો ડેટા ડેસ્કટોપમાં ટ્રાંસફર કરવાનું કામ પીસી અપગ્રેડ થાય ત્યાર બાદ.

છતાં,

મારા મનમાં … જયારે જે અનુભવ પરપોટો થશે ત્યારે તે ફૂટી જાય તે પહેલા અહિ મૂકી દઇશ. આમ કરવાથી કદાચ પ્રવાસ દરમ્યાન થયેલા અનુભવનો અનુક્રમ ન જળવાય. આમેય પ્રત્યેક અનુભવ એક નવું જ પ્રકરણ હોય છે એમ મને સમજાય છે. તેમાં પહેલા કે પછી જેવું કંઇ હોતું નથી.

નેત્રંગ અને ડેડીયાપાડા સુધીના પ્રવાસના અનુભવ જણાવી ચૂક્યો છું.

હવે …. રોજે રોજ એક અનુભવ તો લખવો જ છે.

દિમાગની વાત દિલથી !

અખિલ સુતરીઆ

0 9427 222 777 / http://www.akhiltv.com

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.