ધોરણ સાતમા સુધીનું ભણતર લેતાં સુધી ખબર ન હતી કે શું અને શા માટે ભણવું જોઇએ.
ધોરણ આઠમાથી ટેકનીકલ વિષયો લીધા કારણે, સમાજવિદ્યા, સંસ્કૃત અને નાગરીક શાસ્ત્ર ના ભણવા પડે.
ધોરણ અગિયારની જૂની એસ એસ સી ૭૪ ટકા સાથે પાસ કરીને ડીપ્લોમા મીકેનીકલ એન્જી. માં પ્રવેશ લીધો.
……
હવે આજે ફરવાનો, લોકોને મળવાનો, જૂદા જૂદા સ્થળની મુલાકાત કરવાનો આનંદ આવવા લાગ્યો છે ત્યારે ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળ અંગેની જાણકારી કે માહિતીના અભાવથી થતા રસભંગનો ખ્યાલ આવે છે.
……
જીવનમાં કેટલું બધું જાણવા જેવું છે … જે આપણે કદાચ જાણી શક્યા નથી.