નવું કાર્ડ

આજે મારા નવા વિઝિટીંગ કાર્ડની ડીઝાઇન તૈયાર કરી. જોવી છે ?

મા.ગુ.યા. ના પ્રથમ ચરણ પછી જીવનની જૂદી જૂદી પરીસ્થીતીને જોવાની મારી દ્રષ્ટીમાં આવેલું પરીવર્તન હું અનુભવી રહ્યો છું.

હવે રોજે રોજ જે ઘટનાઓ મારી આજુ બાજૂ ઘટે છે તેના ભાગ બની જવાની મારી જૂની ટેવ (તૃપ્તિ એને કુટેવ કહેતી હતી) છૂટી રહી છે. ( તૃપ્તિના મત પ્રમાણે ‘સનિયો, સુધરી ગયો !’ )

ઓશો જેને સાક્ષીભાવે માણવાનું કહે છે તે ‘ભાવ’નો અહેસાસ થવા લાગ્યો છે.

તન અને મન વચ્ચેના સંવાદને હવે મૌન દરમ્યાન સાંભળવાની મજા લેવાની વધારે મજા પડે છે. ગાંધીજીએ કપરી પરીસ્થીતી દરમ્યાન મૌન રહેવાની હિમાયત કેમ કરી છે તે આ અનુભવે સ્પષ્ટ થઇ રહ્યું છે.

આજકાલ સવારે જાગ્યા બાદ રાત્રે સૂતા સૂધીમાં કુલ મળતા સમયના ૩૦ ટકા સમય ઇન્ટરનેટ માટે ફાળવ્યો છે. તે દરમ્યાન ગમતા વિષયો વાંચવા અને લેખકોને પ્રતિસાદ આપવાનું કામ કરું છુ. યાત્રા દરમ્યાન વધેલ સંપર્કોની જાળવણી ઇમેઇલ અને ટેલીફોન દ્વારા કરવાનો આનંદ લેવાનું રાખ્યું છે. (બીએસએનએલે આપેલ લો કર લો બાતની સુવીધાનો ધમધોકાર ઉપયોગ કરું છું. )

વેબસાઇટ મેનેજમેન્ટમાં કલાકેક આપવાનું રાખ્યું છે.

મારા બ્લોગ આજની વાત, અંતરના ઊંડાણ, વીચાર સરીતા, મા.ગુ.યા., તેજાબ, મારા સવાલ તમારા જવાબ પર થાય તેટલું લેખન કરૂ છું. (નીયમીત રહેવાના સંકલ્પને વળગી રહેવાની પારાવાર મુશ્કેલી પડે છે પણ અફસોસ નથી થતો કારણકે બ્લોગીંગને ‘વળગણ’ થવા દીધું નથી.)

ફિલ્મ પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનને માટેનો બીજો ૩૦ ટકા સમય વિડીયો એડિટીંગ, ડબીંગ, મીક્ષીંગ, વોઇસ ઓવર વીગેરે જેવા મનગમતા કામમાં વપરાય છે.

બાકીના ૪૦ ટકા સમયમાં … તૃપ્તિને તેના રસોડાના કામ સીવાયના તમામ કામમાં સાથ આપવો. (મા.ગુ.યા દરમ્યાન તેણે મને સાથ આપ્યો હતો એટલે સાટું તો વાળવાનું ને ?) અને ઘરના જ પણ ઘરની બહાર કરવાના હોય તેવા તમામ કામની જવાબદારી મારી.

મહિને ૮ દિવસ (દર સપ્તાહે ૨ દિવસ) ચાર એવી સંસ્થાઓ માટે ફાળવ્યા છે કે જેઓ મારા આવડત, અનુભવ અને કૌશલ્ય ખરીદીને તેમના વ્યાપારમાં વૃધ્ધી કરવાની ઇચ્છા રાખતી હોય.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯ and tagged , , . Bookmark the permalink.