મા. નરેન્દ્ર્ભાઇ,
તમે રાજયના મુખ્યમંત્રી છો. જૂદા જૂદા વિષયો પરના તમારા લખાણ પરથી લાગે છે કે તમે ત્યારના પાંચ કરોડ અને હાલના સાડા પાંચ કરોડ ગુજરાતીઓના સુખાકારી યુક્ત જીવન માટે કટિબધ્ધ છો. તમે પરિવર્તનશીલ સંસારની બદલાઇ રહેલી માન્યતાઓ તેમજ પરંપરાઓને અનુરૂપ પ્રસાર, પ્રચાર અને પ્રવાસ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છો. તમારું શિક્ષણ, તમને મળેલી તાલીમ અને તમને મળેલી સત્તાનો ઉપયોગ કરી શકાય તેવી રીતે કરતા જ હશો.
પરંતુ,
દરેક પ્રક્રિયાને અંતે આવતા પરિણામ પરથી જ નક્કી થાય કે, ઉપયોગમાં લેવાયેલી શક્તિ વપરાઇ કે વેડફાઇ. જનતાએ તમને સતત ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા. તમે વહિવટેય કર્યો .. કરી રહ્યા છો. ઘણી બધી યોજનાઓ જનહિત માટે બનાવી અને લાગુ કરવાના હુકમ કર્યા. ઉત્સવો ઉજવ્યા, મેળા કર્યા, લોક ભાગીદારી કરી અને દરબાર પણ ભર્યા. અમારા જેવાઓને તમે તમારા બ્લોગ દ્વારા સંપર્કમાં રહેવાની સુવિધા પણ આપી. કોમન મેન તરીકે તમે કોમન મેનની મહત્તમ નજીક રહેવા પ્રયાસ કર્યા.
પરંતુ,
પૂર્ણ થયેલ આ એક વરસ દરમ્યાન મેં તમારા બ્લોગ પર તમારા વહિવટી તંત્રની ઊણપ પ્રત્યે તમારુ ધ્યાન દોરવા મોકલાવેલ સંદેશાઓના જવાબ તમારા સચિવશ્રીઓ પાસેથી પણ મળ્યા નથી. હાલ તમે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની તૈયારીઓમાં કે પછી સીટને સંપૂર્ણ સહયોગ આપવા જ વ્યસ્ત રહેતા હશો.
અમે તા. ૨૨.૧૧.૨૦૦૯ થી તા. ૪.૩.૨૦૧૦ દરમ્યાન રાજયમાં ઉમરગામથી પાટણ સુધીનો પૂર્વ તેમજ ઉત્તર સરહદી અને આદિવાસી વિસ્તારનો પ્રવાસ કર્યો. પ્રજા કેવી રીતે જીવે છે તે નજરે જોયું. તમારી યોજનાઓ અંગે પ્રજામત જાણ્યો. તમારી યોજનાઓના અમલીકરણમાં રહેલી ત્રુટિઓને કારણે ત્રસ્તતા અનુભવતા કોમનમેન તમારા સુધી પહોંચી શકતા નથી. વિકાસ સાધવા ફક્ત ગતિ અને દિશા નિશ્ચિત કરવા જ જરૂરી નથી બલકે તે નિયંત્રિત પણ કરવા પડે. કેવા કર્મચારીઓ પાસેથી કેવા અધીકારીઓ કેવું કામ લઇ રહ્યા છે તે જાણવા આપશ્રી કઇ પધ્ધતિનો ઉપયોગ કરો છો તેની જાણ નથી એટલે રાજય સરકાર માટે કામ કરતાં કર્મચારીઓ પોતાને સાડા પાંચ કરોડ ગુજરાતીઓની સેવામાં સદાય તત્પર રહેવાના અભિગમથી જોજનો દૂર જણાય ત્યારે એમ લાગે છે કે, તમારા જેવા બાહોશ વ્યક્તિના નેત્તૃત્વ હેઠળ કોમનમેનને રોજે રોજના જીવનમાં જરૂરી એવી ચીજવસ્તુઓ મેળવવા કેમ આટઆટલો સંઘર્ષ પોતાના જ લોકો સામે કરવો પડે છે ?
નીડર અને નિર્ભય વ્યક્તિત્વ ધરાવનાર મુખ્યમંત્રીને નમ્રતા અને આત્મીયતા સાથે આટલું તો કહી અને પૂછી જ શકાયને ?
with best regards,
AKHIL sutaria
Creating a community of Learning, Living, Leading and Loving people by
Transforming LOCAL children & youth into GLOBAL citizens.
www.akhiltv.com TV, Radio & Blog On the Net.
Cellphone : +91 9427 222 777 Telephones : +91 2632 243474 / 240842