લેખક મિત્રોને આમંત્રણ – મણકો ૦૧

૧૭.૦૪.૨૦૧૦

લાંબા લેખ લખવા કદાચ સહેલા હોય છે પણ ફક્ત એક જ ફકરામાં વિષયને ન્યાય આપવાનો પડકાર ઝીલવો જો તમને ગમે તો આ અમંત્રણ તમારે માટે છે.

ગુજરાતી બ્લોગર સભ્યો કલમ અજમાવશે જ એવી આશા છે.

વિષય મણકો ૦૧ – માનવજીવનના મૂળભૂત મુલ્યો

સૂચના – વધુમાં વધુ ૨૦ વાક્યો.

રજૂઆત – દરેક વાક્ય નવી લાઇનમાં લખવું.

ભાષા – ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી.

નોંધ – લખાણ મૌલિક જ હોવું જોઇએ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in જનમત, પ્રેરણા, માર્ગદર્શન, રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to લેખક મિત્રોને આમંત્રણ – મણકો ૦૧

  1. Vishwadeep Barad કહે છે:

    માનવી ખુદજ આજ પોતાના જીવનના મૂળભૂત મુલ્યોનેજ ભુલી ગયો છે.
    ખોટા આડંબરોને લીધે માનવજીવનના મૂલ્યોને નેવા(છાપરા)પર ચડાવી,ધર્મને નામે ચકચકીત વસ્ત્ર ઓઢી અધમગતી તરફ જઈ રહ્યો છે.

    માનવી માનવીથી સર્જીત છે છતાં એ માનવતાથી ઘણો દૂર દૂર નિકળી ગયો છે.માનવ-જીવન એ માનવી માટે નહી પણ અવાસ્તવિકતાના પ્રદેશ માટે એક નવીજ દૂનિયા બનાવી રહ્યો છે.

    “ધર્મ”નો હેતું “સુકાર્ય”, સુકર્મ એ અર્થનું છદન કરી..એક ધર્મને નામે એક અગોચર, કાલ્પનિકતાને શરણ બનાવી મૂર્તિ-પૂજક બની ગયો છે, માને છે : માનવીને માનવી સાથે કોઈ લેવા-દેવા નથી એ એમનું કલ્યાણ નહીં કરી શકે,”ઉપરવાળા”ના સાનિધ્યમાં બેસી રહેવાથીજ જાતનું કલ્યાણ થશે, પછી ભલે પડૉશમાં બેઠેલો માનવી ભૂખ,તરસ ને અનેક દર્દથી પિડતો મરતો હોય! એની સાથે કશી લેવા દેવા નથી એવું માની બેઠો છે.

    માનવ-જીવનના મૂલ્યોનું અર્થ-ધટન કરવામાં “ધર્મના ગુરૂ”ઓનો ઘણોજ મોટો ફાળો છે કે જે માનવીને માનવીથી અલગ પાડી, પોતાનાજ વાડામાં “માનવ-ઘેટાં”બનાવી રાખે છે ને એવી ભભૂતી લાગાવે છે કે એ વાડામાંથી બહાર નિકળીજ ના શકે!
    ઈશ્વરે માનવ-જીવનનું સર્જન ઘણાંજ શુભ હેતુથી કર્યું આ પૃથ્વી પર “માનવ સ્વર્ગ” બનાવ્યું. અને એજ સ્વર્ગને ધર્મગુરૂઓ એ.. જળ-મૂળથી ઉખાડી આકાશના ઉડતા વાદળમાં લઈ ગયાં જે વાસ્ત્વિકતામાં માનવી કદી પકડી ના શકે કે રહી પણ ના શકે..બસ મૃગજળની જેમ એની પાછળ દોડ્યા કરે?

    માનવજીવનના મૂળભુત મુલ્ય..”માનવ-જીવનનું કલ્યાણ” એ સંદેશ માત્ર પુસ્તક અને બાહ્ય રહી ગયો..માનવતા રડે છે,માનવજીવન અધોગતી તરફ પ્રણાય કરી રહ્યું છે, માનવતા રસ્તો ભુલી ગઈ છેઅને એ રસ્તો ભુલો પાડવામાં..મોટાભાગના ધર્મગુરૂ જવાબદાર છે કે જેણે માનવીનો ઠેકો હાથમાં લીધો છે..કોઈ તો રોકો! કોઈથી રોકાશે?

    Vishwadeep Barad
    USA

  2. માનવજીવનના મૂળભૂત મુલ્યો.

ટિપ્પણીઓ બંધ છે.