બ્લોગરો દ્વારા થતી કોમેન્ટ ઉઘરાણી પર …

જે લોકો જાણે છે તે સૌ જાણે જ છે,

જેણે જાણવું જ નથી તે કદી જાણવાના જ નથી;

જે સારું લાગે છે તે કદાચ સાચું હોતું નથી,

જે સાચું છે તે સારું લાગતું નથી.

અપરિચિત સાથે સંબંધ બાંધવા,

અક્ષરોમાં મુલાયમ વીચાર શબ્દોથી સજવા,

પોતાના કે પારકા સામે .. ઘણું ખરું ‘અંગત’ ઢાંકવા,

રોજે રોજ, શક્તિશાળી વીચારોને અશકત વાક્યોમાં કેદ કરી,

‘સાહિત્ય’ની સેવા કે સર્જન કરવાનો દાવો માંડતા,

ઇન્ટરનેટના આ આભાસી (મિત્ર)વર્તુળમાં દરરોજ ધકેલતા,

ડીલીવરી ‘ચલન’ની પાછળને પાછળ કોમેન્ટ માટે ‘ઇનવોઇસ’ મોકલતા,

સવારથી સાંજ સુધી પ્રસંશાનું ‘પેમેન્ટ’ મેળવવા તલપાપડ થતાં,

સદા તૈયાર રહેતા,

મારા, તારા અને આપણાઓની પ્રસંશામાં ધબકતાં,

ગુજરાતી બ્લોગીંગ સાથે સંકળાયેલા,

અગણિત ( મે ગણ્યા નથી માટે ) બ્લોગરોમાંથી,

માત્ર એક જ,

હા એક જ …

એક ફકરામાં લખે છે કે, માનવ જીવનના મૂળભૂત મૂલ્યો.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

7 Responses to બ્લોગરો દ્વારા થતી કોમેન્ટ ઉઘરાણી પર …

 1. Pancham Shukla કહે છે:

  બિલકુલ યથોચિત અને મનભાવન … મને તો આ એક મઝાનું વ્યંગ કાવ્ય લાગે છે.

  મોટાભાગના બ્લોગર આ ચક્ર્માંથી પસાર થાય છે. નવા નવા બ્લોગિંગમાં આવ્યા હોય ત્યારે બ્લોગની મધુરજની સબબ આવા શીઘ્રસ્ખલનોનો પણ રોમાંચ હોય એ સમજી શકાય.

  મહાત્રાસ ત્યારે થાય જ્યારે કેટલાક રીઢા બ્લોગરો નજીવી મોટાલિટીવાળી દૈનિકપોસ્ટોના ઈમેલ ધકેલે. બ્લોગર ન હોય એવા સામાન્ય માણસ/વાચક જો આવા લિસ્ટમાં ચડી ગયો તો હરિ હરિ. ખાસ કરીને કવિતામાં રસવાળાને ગડગુમડ જેવું ગદ્ય વાંચવાનાં ઘોંચપરોણા થાય અથવા તો એથી ઉલટું. જો કે 15 દિવસે કે મહિને એકાદ સારા સંકલનનો ઈમેલ મળે તો તે બ્લોગ/બ્લોગર પ્રત્યે માન રહે બાકી ડાયરેક્ટ ડિલિટ કે કાયમી સ્પામમાં ધકેલો જ થાય (દેખવું ય નહિ ને દાઝવું ય નહિ).

  હા વળી અમુક બ્લોગરો ગમે તે બ્લોગ પર ગમે તે લખાણ નીચે કોમેન્ટ સ્વરૂપે પોતાની ભળતી જ ફલાણી /ઢીંકણી કૃતિ જોવાની ભલામણોના અવારનવાર ડાયવરઝન મૂકીને પણ ગમે ત્યાંથી હજ્જારો અને લાખ્ખો વાચકોને પોતાના બ્લોગ તરફ ખેંચી લાવવા સતત પ્રયત્નશીલ રહે છે. પાછું વારે તહેવારે કંપનીઓની જેમ ક્લિક ટીકની યશગાથાઓના સરવૈયાઓ પણ બહાર પાડે. ને એનો પણ ઈમેલ આવે આવે ને આવે જ.

  કેટલાક વળી બીજા બ્લોગ્રોના બ્લોગરોલમાં પોતાના બ્લોગની લિંક ઉમેરાય નહી ત્યાં સુધી પીછો ના છોડે.

  (મેં પોતે બંધબેસતી પાઘડી પહેરીને જ આ કોમેન્ટ લખી છે એટલે દુભાયા કે દુભાવ્યા વગર સહુને બંધબેસતી પાઘડી પહેરવાની છૂટ છે).

  જય જવાન જય કિસાન
  જય બ્લોગર જય સ્પામર

 2. Shailesh કહે છે:

  વાહ ….વાહ….

 3. dhavalrajgeera કહે છે:

  Bloging is done for no reason to many reason.
  I did it to learn new in my busy life to put what i like to read and have surfers to enjoy.
  I do not invite people to visit our family blog Tulsidal or Hasyadarbar.
  Any surfers can visit.
  We love the ideas support and participation.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 4. Kartik Mistry કહે છે:

  પરફેક્ટ પ્રહાર! આભાર.

 5. विजय शाह કહે છે:

  માનવ જીવનના મૂળભૂત મૂલ્યો

  कीसीकी मुश्करहटो पे हो निशां
  कीसीके दील्मे हो तेरा वास
  कीसीके वस्ते हो तेरे दिल्मे प्यार
  जीना उसीका नाम है…

ટિપ્પણીઓ બંધ છે.