હવે તો તોબા તોબા …

તમે બ્લોગર છો ? મને વાંધો નથી.

તમે લેખક છો ?  મને વાંધો નથી.

તમે કવિ છો ?  મને વાંધો નથી.

તમે વાચક છો ?  મને વાંધો નથી.

તમે બ્લોગ જગત કે દુનિયામાંમા નવા નવા છો ?  મને વાંધો નથી.

તમે બ્લોગ જગત કે દુનિયામાં ઘરડા થઇ ગયા છો ?  મને વાંધો નથી.

તમે કોપી પેસ્ટર છો ?  મને વાંધો નથી.

તમે કોકનું લખેલું નો ઉતારો કરો છો ?  મને વાંધો નથી.

તમે રોજે રોજ સુવાક્ય લખો છો ?  મને વાંધો નથી.

તમે બધી જ મેઇલ્સ ફોરવર્ડ કરો છો ?  મને વાંધો નથી.

તમે પ્રસંશાના ભૂખ્યા છો ?  મને વાંધો નથી.

તમે પ્રસિધ્ધી મેળવવા આકાશ પાતાળ એક કરો છો ?  મને વાંધો નથી.

તમે સભ્ય ભાષામાં અસભ્ય વર્તન કરો છો ?   મને વાંધો નથી.

તમે અસભ્ય ભાષામાં સભ્ય વર્તન કરો છો ?  મને વાંધો નથી.

તમે ગુજરાતી ભાષાને મૃતપાય કરવાનો નિયમ લીધો છે ?  મને વાંધો નથી.

તમે ગુજરાતી ભાષાની સેવા કરવાનો નિયમ લીધો છે ?  મને વાંધો નથી.

તમે ગુજરાતી સંદેશા ઢંગઢડા વગર અંગ્રેજી અક્ષરોમાં જ લખતા રહેવાના છો ?  મને વાંધો નથી.

તમે બીજા શું કરે છે નું ધ્યાન રાખો છો ?  મને વાંધો નથી.

તમે બ્લોગરોના જૂથને કે ગુજરાતીઓના જૂથને મોડરેટ કરો છો ?  મને વાંધો નથી.

તમારા ગૃપમાં તમારા નિયમોનું ચૂસ્ત પણે પાલન કરાવો છો ?  મને વાંધો નથી.

તમે જૂથબંધીમાં માનો છો ?  મને વાંધો નથી.

તમે સાર્થવાળા છો ?  મને વાંધો નથી.

તમે ઊંઝાવાળા છો ?  મને વાંધો નથી.

તમે ચોવીસેય કલાક બ્લોગિંગ કરો છો ?  મને વાંધો નથી.

પણ,

મારી અનુમતિ વગર

મને તમે તમારા લેખ, કવિતા, રચના કે ઇવન સુવાક્ય પણ મોકલશો,

કે યેનકેન પ્રકારેણ તમારા બ્લોગ પર પધારવાનું ’આમંત્રણ’ મોકલશો તો,

તો 

મને વાંધો છે.

આવુ કરનારનું નામ અને તેનો બ્લોગ આ બ્લેક લીસ્ટમાં જાહેર કરીશ.

 આશા રાખું છું કે તમે એવું તો નહિ જ કરો કે મારે તમને બ્લેકલીસ્ટ કરવા પડે.

તો સાથે સાથે

એક Request List ની સુવિધા પણ કરી રહ્યો છું

જેથી આપ મને તમારા બ્લોગ પર આવવાની

ફક્ત .. એક જ હા, એક વખત,

પહેલી અને છેલ્લી

રીક્વેસ્ટ કરી શકો છો.

યાદ રહે …. પ્રત્યેક પોસ્ટ જોવાની રીક્વેસ્ટ નથી કરવાની.

તમારું સાચ્ચું નામ / એસ ટી ડી કે આઇ એસ ડી કોડ સહિત ફોન નંબર / ઇમેઇલ આઇડી આપવાના રહેશે.

એટલું ધ્યાન પર લેજો કે,

મને સાચુકલી જીંદગીની વાત વાંચવામાં રસ છે. લાંબા લચક લેખ વાંચવાનો કંટાળો છે.

વીચારોને અમલમાં મૂકલી શકાય તેવા વિષય પર ચર્ચા કરવાનો આનંદ આવે છે.

કવિતામાં બહુ ગતાગમ નથી.

ગઝલમાં સમજ પડતી નથી.

નિર્દોષ રમુજ આપી શકે તેવું વાંચન ગમે છે.

લડતા ઝગડતા અને વિવાદ કરનારા લોકો કે તેમની ચર્ચામાં જરાય રસ નથી.

બોસ, હવે તો મારા બ્લોગ પર મારી મરજી જ હોય ને ??

તા. ૨૨મી એપ્રિલ, ૨૦૧૦ થી અમલમાં.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to હવે તો તોબા તોબા …

  1. jitendra sutariya કહે છે:

    only good & good but very very good so right for you

  2. તો એક Request Listની સુવિધા પણ કરી રહ્યો છું જેથી આપ મને તમારા બ્લોગ પર આવવાની ફક્ત .. પહેલી અને છેલ્લી રીક્વેસ્ટ કરી શકો.

    યાદ રહે …. પ્રત્યેક પોસ્ટ જોવાની રીક્વેસ્ટ નથી કરવાની.

  3. Kartik Mistry કહે છે:

    LOL.

    મારે પણ આવું બ્લેકલિસ્ટ બનાવવું પડશે 😛

ટિપ્પણીઓ બંધ છે.