…
મને કયાં હતી ખબર,
કે ખબર સૌને છે.
આ તો પડી ખબર ત્યારે કે,
‘મિત્રે’ જયારે ખબર આપી,
કે,
ખબર હોય કે ખબર ના હોય,
હૈયું કહે તે ખબર હોય તેવા શબ્દે લખ્યે જાવ,
નાના પડતા આ ઉપવનમાં,
મસ્તીથી રહેતી ‘સખી’ એ
ખબર આપ્યા કે
ચૂપચાપ સહેવાને બદલે,
અંતરથી અંતરના ખબર વહેંચતા જાવ,
ત્યાં તો
ખબર એવાય આવે કે,
અલ્યા ઓય ‘અખિલ’
લે, હવે તુંય ‘આનંદ’થી લખતો થઇ ગયો ??
( બસ, આ તો એમ જ, ખબર પાડતાં ખબર પડી કે ….. હું ય !^&*()+| થઇ ગયો ??? )