મારું માનવું છે કે આ ધરતી પર પ્રત્યેક વ્યક્તિ પોતાને ગમતું જ ‘કામ’ કરતો હોય છે.
કાર્યને લોકપ્રિય બનાવવામાં ગાંધીજીએ ઘણા ઉદાહરણો પૂરા પાડયા છે.
સમય જતાં કેટલાકને તે કામ કરતાં વધારે પોતાની પ્રસિધ્ધીમાં રસ પડવા લાગે છે. આવી માનસિકતાથી દૂર રહેવા પોતે જ પોતાને તાલીમ આપવાની, પોતે જ પોતાની કસોટી લેવાની અને આત્મનિરીક્ષણ કરતાં રહીને સતત સભાનતા અને સજાગતાથી ‘કામ’ને જ કેન્દ્રમાં રાખવાની આવડત કેળવવી જોઇએ. હું (અને તૃપ્તિ) આવી આવડત કેળવવા મથી રહ્યા છીએ.
સામાન્ય રીતે તો આ કામ દ્વારા પોતાને તો ખરી જ અને અન્યોને પણ સંતુષ્ટી મળતી હોય ત્યારે એવા કામને ‘સેવા’ ગણવાની ભૂલ પણ મોટા ભાગના લોકો કરી લેતા હોય છે.
બાકી ‘સેવા’ સંભવ જ નથી. .. ખરેખર તો ‘સેવા’ કોઇ કરતું જ નથી.
જે કરે છે તે પોતાની તીવ્ર ઇચ્છાથી પોતાના આનંદ માટે કરે છે અથવા, તેની પાસે પરિસ્થિતી બળજબરીથી અનિચ્છાએ કરાવે છે.
એટલે, ગમતું કરો અને ન ગમતું કદી ન કરો.
બરાબર ??
shree sutariya saheb kam karvu na karvu , anand malvo ke na malvo , badhu alag 6e. asalma to dekhatu aa badhu maya 6e. apne shu 6iye ane shu kari rahya 6iye. saheb aa bramandma apne to fakt bindu 6iye. lava upar tarta jamin na tukda upar badlata urjana swrup na upyogthi sarerash 70 varas nu jivan jiviye 6iye je khubaj andh-sharadhdhlu 6e.ssuraj ne apne suraj dev kahiye 6iye pan ato ek taro 6e. to chandra vishe pan avu j kaik 6e.
શ્રી ડાભી,
ભલેને ફક્ત એક બિન્દુ છીએ … પણ અસ્તિત્વ તો છે ને ?
તો બસ, એ જ અસ્તિત્વને શોભે એવું,
તો બસ, એ જ અસ્તિત્વથી થાય એવું,
તો બસ, એ જ અસ્તિત્વને આનંદ આપી શકે એવું,
‘ કામ ’ કરવામાં જ વ્યસ્ત રહીએ …. અસ્તિત્વ ઓગળી જાય ત્યાં સુધી.
બાકી કાલ્પનિક ઇશ્વરની સર્જેલી સૃષ્ટીને વિસ્મયોને સમજવા કરતાં તેને માણવામાં જ મને તો વધારે મોજ પડે છે.
અખિલ.