ભાઇ શ્રી મહેન્દ્ર ભાઇ
આપે જે ઉમદા કાર્ય માટે દાન આપવા નુ નક્કી કર્યુ તે બદલ ધન્યવાદ
આજે અખીલ ભાઇ તરફ થી મેઇલ મળતા આજે આપના આ ઉમદા કાર્ય ની જાણકારી મળી આજે ના યુગ મા લોકો પાસે શુ નથી લગભગ બધુ જ છે પણ દિશા નથી એ દિશા આપવાનુ કાર્ય પણ એટ્લુજ અગત્ય નુ નથી લાગતુ? હાલ મા બાપ ને પોતા ને દિશા નુ ભાન નથી અને શિક્ષકો? હુ પોતે હતો મને ખબર છે કે આજના ટીચર્સ લેવલ શુ છે .
આજે અખીલ ભાઇ જે ઉમદા કાર્ય એકલે હાથે કરે છે તે ખરે ખર અદ્ભૂત કહેવાય તેવુ છે હુ કે અખીલ ભાઇ કદી મળ્યા નથી પરંતુ તેમની સાઇટ મ જોડાયા પછી ખ્યલ આવ્યો કે આ માણસે એકલે હાથે કેવુ ભગીરથ કાર્ય ઉપાડ્યુ છે અને એ કેટલુ જરુરી પણ છે સમાજ ને વાચતો કરવો તે પણ આજ ના યુગ મા ભગીરથ કહેવાય તેવુ કામ છે પણ કેવુ વાંચવુ તે શિખ્ખવ વુ? મારે મન એથી પણ મોટુ કામ છે
આપ અખીલ ભાઇ ના કાર્ય મા જો ઉપયોગી થવા નુ વિચરો તો મને લાગે છે કે સોના મા સુગંધ ભળ્યા જેવુ કહેવાય
સાહેબ આપને ફરી વાર એ યાદ આપુ કે અખીલ ાઇ અને હુ કદી પણ મલ્યા નથી અને એકવાર માત્ર ફોન પર થોડી વાત માત્ર થઈ છે પરંતુ તેમના કાર્ય વિષે નો ખ્યાલ અવતા મને લાગ્યુ કે ખરેખર આમાણસ એકલે હાથે શુ લઈ ને બેઠો છે?
સાહેબ આપ જે કાઇ કરશો તે વિચારી ને જ કરશો એ મને ખાતરી છે પણ અત્યારે અખીલ ભાઇ ની કામગિરી જોઇ ને હુ આપને ભલામણ કર્યા વગર રહી શક્તો નથી કાઇ અજુગતુ લાગે તો માફ કરશો ને?
ઘરના બધા સભ્યો ને મારા નમસ્કાર
મહેશ ત્રિવેદી લીંબડી ૨૩/૫/૨૦૧૦
—————————————————————————
23.05.2010
સ્નેહિ મહેશભાઇ,
પ્રસંશા અને પ્રોત્સાહન વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે.
અને ક્યારેક ક્યારેક કોઇકને પ્રોત્સાહિત કરવા જતાં પ્રસંશા થઇ જતી હોય છે.
અલબત્ત, પ્રસંશા અને ખુશામતમાં ય ફેર !
ખુશામત તો ખુદા કો ભી પ્યારી આખીર ઇન્સાન ક્યા ચીઝ હૈ ?
શરૂ શરૂમાં તો હું ય તણાઇ જતો .. પછી ડહાપણ આવ્યું. લાગણીને વ્યક્ત કરનારા ભારેભડકમ શબ્દોનો ભાર ઝીલવો ય ભારે લાગવા માંડયું. શબ્દો વગર મનના ભાવને વ્યક્ત કરવાની આવડત આપણામાં હોવી જોઇએ અથવા લખાયેલા કે બોલાયેલા શબ્દોની સચ્ચાઇ પારખી જઇને તેમાં કેટલી પોકળતા છે તે માપ લેતાં આવડવું જોઇએ. આડંબર અને દંભથી દૂર જઇને જીવવાનો પ્રયાસ કરવા માંડયો. શરૂ શરૂમાં તો તકલીફોય પડી. કાનને વખાણ સાંભળવાની અને આંખને વખાણ વાંચવાની આદત પડેલી ને! પછી કારેલા કડવા હોય, કલિંગર થંડૂ હોય અને કેરી ખાટી અને મીઠી પણ હોય .. સમજાતું ગયું.
આજે જીવનની અરધી સદી વટાવ્યા પછી હવે મને જીવન જીવવા અને જીવાડવામાં પૂશ્કળ મજા આવે છે. અને ગમતું કામ કરતી વખતે ‘એકલા છીએ’નો કદી એહસાસ નથી થતો. બલ્કે એનો થાકેય ના લાગે કે ના આવે કદી કંટાળો. એટલે કે, એ કામ ભગીરથ કાર્ય છે એવું તો લાગતું જ નથી.
નદીની જેમ પ્રવાસ કર્યે જવાનું .. લોકોને આપણી પાસે જે હોય તે પીરસતા જવાનું .. વહેતા જવાનું .. વરસતા જવાનું .. બંધનોમાંથી મુક્ત થતા જવાનું .. સૂર્યશક્તિમાંથી દિપક બની ટમટમતા જવાનું .. ચૂપચાપ .. ખળખળ કરતી ખામોશીમાં ઓગળતા જવાનું .. જીવવા અને જીવાડવાનો આનંદ વહેંચતા જવાનું.
આશરે 3000 જેટલા ગુગલ અને યાહુ પર આપણા ગૃપના મિત્રોને પહેલા ઘણું લખતો, મોકલતો .. હવે રોજની એકાદ કે બે ટપાલ મોકલું છું. જેમના પ્રતિભાવ આવે તેમને વધારાનું પૂરક વાંચન પણ મોકલું છું .. બાકી વાંચીને અને વાંચ્યા વગર પણ મેઇલ ડીલીટ કરનારા લોકોય છે .. તો વળી આગળ અસંખ્ય લોકોને ફોરવર્ડ કરનારા લોકોય છે. એની ખબર ત્યારે પડે કે જયારે એ સંદેશ ફરી ફરીને ‘અખિલને ગમશે’ સાથે મને કોઇ મોકલે. વિચારો ઇન્ટરનેટ પર મુક્તપણે વહે છે, વહી શકે છે એ જ એનું મહત્વ છે. આ વિચારો વિવાદ અને સંવાદ બન્નેને જન્મ આપવા સક્ષમ હોય છે.
ફોરવર્ડ કરેલા સંદેશામાં ‘પોતાના બે શબ્દો’ ભાગ્યે જ લોકો ઉમેરે છે !!
ફોરવર્ડ કરવા લાયક સંદેશા મોકલનારને ‘પોતાના બે શબ્દો’ ભાગ્યે જ લખે છે.
ઇન્ટરનેટની ઝડપ અને મોબાઇલની કનેક્ટીવીટી હોવા છતાં સંપર્કની બહાર રહે છે.
આ ગૃપમાં વીવીધ ક્ષેત્રોના ભણેલા, ગણેલા, વિદ્વાન, અનુભવી, લેખકો, કવિઓ, ઔદ્યોગિક સાહસિકો, એન્જીનીયરો, તબીબો, દુકાનદારો, સરકારી અમલદારો, નોકરીઆતો, પ્રકાશકો, વિવેચકો, વિચારકો, વક્તાઓ, શિક્ષકો, આચાર્યો, વેપારીઓ, વિમા એજન્ટો, નિવૃત્ત વડિલો, બ્લોગરો, નાટયકારો, પત્રકારો, આઇટી (બન્ને – ઇન્ફો. ટેક અને ઇન્કમ ટેક્ષ)ના વ્યાવસાયીકો સહિત અન્ય અનેક પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓથી માંડીને શાળા તેમજ કોલેજમાં ભણતા બાળકો પણ મેમ્બર છે. આ સૌની વચ્ચે હું તો એક નિશાળીયો છું. નવું નવું શીખતા રહેવાની ટેવ ભૂલ પણ કરાવે. કોઇને દુ:ખ ન પહોંચે .. મનદુ:ખ ન થાય એનું ધ્યાન રાખવાનું. સૌનું આત્મસન્માન જળવાય તે જોવાનું. તેમ છતાં ભાગ્યે જ કદીક કોઇકે મને કશુંક પરત લખ્યું હોવાનું યાદ છે. નથી કરી કદી કોઇએ કોઇ માંગણી કે નથી કરી કોઇ ફરિયાદ! જેમના ટેલિફોન નંબર મળે છે તેમની સાથે સીધી વાત જ કરી લઉ છું. ત્યારે બે ઘડી .. બન્નેને મોજથી વાત કરવા જેટલો આનંદ મળી રહે છે.
અનિશ્ચિતતાની નિશ્ચિતતા સાથેના અમારા બંધાયેલા સંબંધે અમને ઘણું ઘણું ઘણું ઘણું અવનવું શીખવાડયું છે.
અજાણ્યાઓને જાણીતા કરવાની આ જ તો મજા છે. તમને તો આનો અનુભવ પણ છે.
બરાબરને ?
ઘણા સમયે દિમાગની વાત દિલથી કરી .. તમારી સાથે .. સૌની સાથે.
અખિલ.