બચાવી લો.

લોકોમાં ઓછી થતી જતી સંવેદનાઓ, પાતળા થતા જતા સંબંધો અને ખૂટી પડતી ધીરજને કોઇ રીતે બચાવી શકાય એમ છે ?

ટીનએજર અને યુવાનોમાં આત્મહત્યા, ડીપ્રેશન, ડાયવોર્સ અને એવા પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.

બ્લોગ જગતમાં લખનારા કે કોપી કરનારા, સૌને મારું આ ત્રીજું આમંત્રણ છે કે, આ સમસ્યા દૂર કરવા જરૂરી એવું પ્રેરકબળ અને જીવનજીવવાની દિશા આપી શકે તેવું સાદી, સરળ, સહેલી, સમજાઇ જાય તેવી અલંકાર વગરની ભાષામાં લખી મોકલો, અવાજમાં રેકોર્ડ કરી મોકલો, વિડીયો મોકલો પણ …..

મને હજુ સુધી એક પણ પ્રત્યુત્તર મળ્યો નથી. ….

ગુજરાતી ભાષા – ની સેવા કરવી, ને સાચવવી, નવી પેઢીમાં પ્રસારીત કરવી ના લીસ્ટમાં … એ વાંચનારાને ગુજરાતી બનાવવો અગત્યનું નથી લાગતું ?

ગુજરાતી બ્લોગરો માત્ર લખે છે કે પછી કોઇ ઉદ્દેશ્ય સાથે જીવે પણ છે ?

( માફ કરજો, લાગણી દુભાવવાનો મને કોઇ હક નથી પણ પ્રસંશા કરતી કોમેન્ટસના ઢગલા જે બ્લોગ પર મને જોવા મળ્યા છે તેવા બ્લોગરોને આ આમંત્રણ આપ્યુ છે. )

with best regards,

AKHIL sutaria

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.