મિત્રો,
જે યાહુ, ગુગલ કે અન્ય ગૃપનો હું સદસ્ય છું ત્યાંથી મને ડાયજેસ્ટ મેઇલ મારી મરજી મુજબ જ મળે છે પરંતુ મેઇલ્સમાં FROM તરીકે તો મોકલનારનું નામ હોય જ હોય પણ TO માં પણ મોકલનારનું જ નામ હોય અને CC કે BCC અજ્ઞાત હોય તેવી મેઇલ્સનો ત્રાસ દૂર કરવા આ વ્યવસ્થા કરી છે.
જો તમારી રચના સાચુકલી જીંદગીની વાત જણાવતો ટૂંકો ને ટચ લેખ, વાર્તા, અનુભવ કે દ્રષ્ટાંત હોય જેમાં વ્યક્ત થયેલા વીચારોને અમલમાં મૂકલી શકાય તો તમારા બ્લોગને મારા અંગત બ્લોગ અગ્રીગેટર માં શામેલ કરવા તમને મારું આમંત્રણ છે.
નિર્દોષ રમુજ આપી શકે તેવું વાંચન પૂરુ પાડતી રચનાઓનું સ્વાગત છે.
બહેતર જીવન માટે જરૂરી એવી પ્રેરણાદાયી જોયેલી, જાણેલી, સાંભળેલી વાત કે વીચારોનુ પણ અહિ સ્વાગત છે.
ઇન્ટરનેટની ખુબીઓને ઉજાગર કરતાં વિષયો, ઇન્ટરનેટનો અસરકારક ઉપયોગ કરવાની ટેકનીકની જાણકારી આપતા બ્લોગનું પણ સ્વાગત છે.
ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી આપતા બ્લોગનું સ્વાગત છે.
જોવાલાયક કે ન જોવાલાયક ફિલ્મો કે ટેલિવીઝન પ્રોગ્રામ્સની માહિતી આપતા બ્લોગનું સ્વાગત છે.
એવી કોઇ પણ સંદર્ભ જાણકારી કે જે રોજીંદા જીવનને માટે અગત્યની ગણી શકાય તેવા બ્લોગનું સ્વાગત છે.
નીચે આપેલ લિંક ક્લિક કરવાથી તમે મારા અંગત બ્લોગ એગ્રીગેટર પર પહોંચશો. અને ત્યાં તમે તમારા બ્લોગનો યુઆરએલ ઉમેરી શકશો.
ક્લિક કરો – http://akhilsutaria.feedcluster.com
પરંતુ,
- કવિતા કે ગઝલમાં મને બહુ ગતાગમ કે સમજ પડતી નથી.
- સુવિચાર કે એસએમએસ જેવા સંદેશાઓમાં બહુ રસ નથી.
- વિવાદ કરતી ચર્ચાઓથી દૂર રહેવું છે.
અખિલ.
ફીડ ક્લસ્ટરની સેવાનો આ તમે સારો ઉપાય શોધી કાઢ્યો!
ઈમેઈલ વિશે મારા બ્લોગ પર લેખ વાંચો. કદાચ કોઈ ટીપ કામ આવી જાય!