ssc ના પરિણામ – 2009–10.

ધોરણ દસ, એસ એસ સી બોર્ડનું વર્ષ 2009–2010 નું પરિણામ 60.81 %.

આ વર્ષે પરીક્ષામાં બેઠેલા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૮,૬૫,૮૬૪ જેમાં ૬,૫૪,૪૪૧ : રેગ્યુલર, ૧,૮૮,૩૨૧ : રીપીટર, ૧૩, ૬૨૮ : ખાનગી અને ૯.૧૭૪ : પૃથ્થક હતા. પાસ જાહેર થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૫,૨૬,૩૦૯ હોવાથી પરિણામ 60.81 % આવ્યું.

વર્ષ 2009–2010ની પરિક્ષાઓમાં પરિણામના ટોપ ટેન માં 56 વિદ્યાર્થીઓ.
વર્ષ 2008–2009ની પરિક્ષાઓમાં પરિણામના ટોપ ટેન માં 32 વિદ્યાર્થીઓ હતા.

પ્રથમ ક્રમે બે વિદ્યાર્થીઓ. – ૬૫૦માંથી ૬૩૧ ગુણ મેળવનારા મોગરી, આણંદના જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનો હર્ષવર્ધન ચૌહાણ અને અંકલેશ્વરના સ્વામીનારાયણ ગુરૂકૂળની ક્રીના પટેલ 97.08 % સાથે રાજયમાં પ્રથમ.

ટોપ ટેનમાં પ્રથમ ક્રમાંકે આવેલા બે વિદ્યાર્થીઓના 97.08 %
ટોપ ટેનમાં બીજા ક્રમાંકે આવેલા એક વિદ્યાર્થીઓના 96.62 %
ટોપ ટેનમાં ત્રીજા ક્રમાંકે આવેલા બે વિદ્યાર્થીઓના 96.31 %
ટોપ ટેનમાં ચોથા ક્રમાંકે આવેલા એક વિદ્યાર્થીઓના 96.15 %
ટોપ ટેનમાં પાંચમા ક્રમાંકે આવેલા સાત વિદ્યાર્થીઓના 96.00 %
ટોપ ટેનમાં છઠ્ઠા ક્રમાંકે આવેલા નવ વિદ્યાર્થીઓના 95.85 %
ટોપ ટેનમાં સાતમા ક્રમાંકે આવેલા પાંચ વિદ્યાર્થીઓના 95.69 %
ટોપ ટેનમાં આઠમા ક્રમાંકે આવેલા એક વિદ્યાર્થીઓના 95.54 %
ટોપ ટેનમાં નવમા ક્રમાંકે આવેલા સોળ વિદ્યાર્થીઓના 95.38 %
ટોપ ટેનમાં દસમા ક્રમાંકે આવેલા બાર વિદ્યાર્થીઓના 95.23 %

આ છપ્પનમાં કયા શહેરના કેટલા ?

  • સુરતના 10
  • અમદાવાદના 7
  • રાજકોટના 7
  • વડોદરાના 6
  • આણંદના 5
  • ભાવનગરના 4
  • અંકલેશ્વરના 2
  • પાટણના 2
  • જામનગરના 2
  • સુરેન્દ્રનગરના 2
  • જૂનાગઢના 2
  • બારડોલીનો 1
  • નવસારીનો 1
  • ગાંધીનગરનો 1
  • લુણાવાડાનો 1
  • વિરપૂરનો 1
  • ભરૂચ 1
  • મોરબી 1

સુરત શહેર ટોપટેન માં 22 વિદ્યાર્થીઓ.
વલસાડ જીલ્લાના ટોપટેન માં 16 વિદ્યાર્થીઓ.
નવસારી જીલ્લાના ટોપટેન માં 13 વિદ્યાર્થીઓ.
તાપી જીલ્લાના ટોપટેન માં 12 વિદ્યાર્થીઓ.
ડાંગ જીલ્લાના ટોપટેન માં 10 વિદ્યાર્થીઓ.
દાદરાનગર ના ટોપટેન માં 12 વિદ્યાર્થીઓ.
દમણ ના ટોપટેન માં 12 વિદ્યાર્થીઓ.

સૌથી ઊંચુ પરિણામ લાવનાર જીલ્લો બનાસકાંઠા – 79.09%
સૌથી નીચું પરિણામ લાવનાર જીલ્લો જામનગર – 48.65%

૪૭૭ શાળાઓનું પરિણામ ૧૦૦% આવ્યું છે.
૮૯૫ શાળાઓનું પરિણામ ૩૦% કરતાં આોછું આવ્યું છે.

એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 91128
બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 107167
ત્રણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 62658
ચાર વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 35447
પાંચ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 22279
છ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 15658
સાત વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 11757

સવાલ એ છે કે,

આ પરિણામ શું દર્શાવે છે ?

બાળકોની –

  • હોંશિયારી ?
  • બુધ્ધી ચાતુર્ય ?
  • હાજરજવાબી પણું ?
  • સામાન્યજ્ઞાન ?
  • વ્યવહારૂ જ્ઞાન ?

કે શાળા અને શિક્ષકોની

  • કાર્યક્ષમતા ?
  • કાર્યકુશળતા ?
  • શિક્ષણ પ્રત્યેની સક્રિયતા ?

કે માતા–પિતા/વાલીઓની

  • મહેનત ?
  • વ્યવસ્થા ?
  • પ્રેમ, સ્નેહ અને લાગણી ?

કે સંચાલોકોની

  • શિક્ષણ પ્રત્યેની દ્રષ્ટિ ?
  • શિક્ષણ પ્રત્યેની નીષ્ઠા ?
  • સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ ?

તમારો જવાબ સહજ રીતેજ હવે દિલમાંથી આવે છે કારણકે, દિમાગે જવાબ આપી દીધો કે ‘ખબર નથી’.

દિમાગ દરેક વખતે છેતરતું રહ્યું છે પણ દિલ, હમેંશા અહેસાસ કરી જ લે છે .. સત્યનો.

મારી જેમ તમને પણ સવાલ થતા હશે ….

  • કયા શહેરની કઇ શાળા ટયુશન વગર વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરે છે ?
  • કયા શહેરની કેટલી શાળાના શિક્ષકો ટયુશન નથી કરતાં ?
  • કયા શહેરની કઇ શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની નિમણુક થઇ છે ?
  • કયા શહેરની કઇ શાળામાં શિક્ષણ આપવા જરૂરી એવી પાયાની સુવિધાઓ વાપરનારા શિક્ષકો છે ?
  • કયા શહેરની કઇ શાળામાં માત્ર શૈક્ષણિક લાયકાત જ નહિ પરંતુ શિક્ષણ આપવાની આવડત વાળા કેટલા શિક્ષકો ફરજ બજાવે છે ?
  • કયા શહેરની કઇ શાળામાં શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને મુંઝવતા સવાલોના જવાબ આપવા તત્પર હોય છે ?
  • કયા શહેરની કઇ શાળામાં શિક્ષકોએ પોતાને વર્ષ દરમ્યાન કેટલા અપડેટ કર્યા તેનું પરિક્ષણ થાય છે ?
  • કયા શહેરની કઇ શાળામાં શિક્ષકોનું મુલ્યાંકન કરતી વખતે વાલીઓને સંમેલીત કરવામાં આવે છે ?
  • કયા શહેરની કઇ શાળા વિદ્યાર્થીઓને ભણાવવાનું (શિક્ષિત કરવાનું) કામ કરે છે ?
  • કયા શહેરની કઇ શાળા વિદ્યાર્થીઓને સીલેબસ બહારની જીન્દગીનો પરિચય કરાવે છે ?
  • કયા શહેરની કઇ શાળા વિદ્યાર્થીઓના માતા–પિતા અને શિક્ષકો વચ્ચે નિયમિત સંવાદ કરાવે છે ?
  • કયા શહેરની કઇ શાળાના કયા નિયમો પાળવામાં વિદ્યાર્થીઓને કે તેમના માતા–પિતાને કોઇ તકલીફ પડતી નથી ?
  • કયા શહેરની કઇ શાળા એવું શિક્ષણ આપે છે કે જે લેવાનો, મેળવવાનો વિદ્યાર્થી અને વાલીને જીવનપર્યંતનો સંબંધ આપે ?

આ સવાલ તમારી બુધ્ધીને નથી પૂછવાના. જરા લાગણી સાથે વિચારી જોજો કે,

  • આપણે શિક્ષણના નામે શેની લેવડ દેવડ કરીએ છીએ ?
  • આ લેવદેવડ કેવી રીતે થાય છે ?
  • પરિવર્તનશીલ સંસારમાં શિક્ષણનું પરિવર્તન કઇ દિશામાં થઇ રહ્યું છે ?
  • ભણેલા ગણેલા મજૂરો તો પેદા નથી કરી રહ્યા ને કે જેમને જરૂર પડયે પરસેવો પાડવામાં ય પરસેવો ના નીકળે ?
  • શિક્ષણનું અવમુલ્યાંકન કે અપમાન તો નથી કરી રહ્યાને કે, જરૂર કરતાં વધારે શિક્ષીત છો જેવા જવાબ વિદ્યાર્થીએ સાંભળવા પડે ?
  • શિક્ષીત ભલે છો પણ મારા કારખાનામાં કામ કરવા યોગ્ય નથી જેવા જવાબ સાંભળનાર બેકાર તો પેદા નથી કરી રહ્યા ને ?
  • અને એના પરિણામ આપણને ક્યાં લઇ જઇ રહ્યા છે ?

માર્ક મેળવવાની રેસમાં દોડનારા અને દોડાવનારાઓએ સર્જેલ 2010ની પરિસ્થિતી જોઇ. આ જોઇને ખુશ થનારો અને તાળીઓ તેમજ સીટીઓ વગાડનાર વર્ગને પણ મોજ પડી ગઇ હોય એમ લાગે છે. આ ગતિને રોકી સાચી દિશામાં વાળવા વાળા સમાજશાસ્ત્રી કે શિક્ષણશાસ્ત્રી કરતાંય વિશેષ અનુભવી કેળવણીકારોનું સક્રિય થવું જરૂરી છે. આપણે ભારતિય છીએ. આપણે ચાણક્યનીતીને દિવાલ પરના સુવાક્યોમાંથી ઉતારીને જીવવાની જરૂર છે.

અમે માર્ગદર્શન ગુજરાત યાત્રાના દ્વિતિય ચરણનો પ્રારંભ તા. 01.07.2010 ને બનાસકાંઠાના ડીસાથી કરવાના છીએ. સમગ્ર કચ્છ પ્રવાસ કરીને 30.10.2010 ને મોરબી અટકશું.

ત્યાર બાદ માર્ગદર્શન ગુજરાત યાત્રાના તૃતિય ચરણનો પ્રારંભ દિવાળીની ઉજવણી બાદ મોરબીથી સમગ્ર સૌરાષ્ટ્રના સાગર કાંઠે કરીને વલસાડ પરત ફરશું.

અમારાથી થાય છે તેટલું અને થશે તેટલું તો કરવાના જ.

તમે ??

અખિલ સુતરીઆ

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to ssc ના પરિણામ – 2009–10.

  1. p r patel કહે છે:

    bas have to hu pan thakyo? School ma sari rite bhanavvanu nahi. tution ma puri mahiti ane samjan apvani nahi. matra priksha ne lagtu pariksha na agou na divso ma repit karavvanu.paisa ane samay banne kharch karya pachhi pan rojeroj jiv balvano. su aano kyareya ant nahi aave?

  2. himanshu કહે છે:

    અખિલભાઈ, કોઈ તમારી સાથે હોય કે ના હોય , હું તમારી સાથે છુ. અને લોકો આવશે પણ થોડા સમય પછી. હું અત્યારે અમદાવાદ માં રહું છુ અને IT ફીલ્દ માં કામ કરું છુ. આમેય મને ફરવાનો શોખ છે અને લોકોને information વહેચતી કરવાનો પણ. મેં deshgujarat.com પર લોકોપયોગી ઘણા અર્તીચ્લે લખ્યા છે. જેમ કે ઓર્ગનિક્ ફાર્મિંગ, ઉદ્યોગસાહસિકતા, માતૃભુમી પ્રતયાની ફરજ …….
    તમે મને ગમેત્યારે ફોને કરજો હું આવી જઈશ.

    હિમાંશુ આચાર્ય
    ૯૯૨૫૪૮૫૧૫૫

  3. Rupen patel કહે છે:

    ખૂબ સરસ માહીતી સંકલન કરી મૂકી છે.આટલી ઊંડાણપૂર્વ માહીતી બીજે ક્યાંય વાંચવા મળી નથી.

ટિપ્પણીઓ બંધ છે.