મારો પરિચય – વિકિપીડિયા પર.

મારું નામ અખિલ સુતરીઆ છે. વડોદરામાં ૧૯૫૮ની સાલમાં જન્મ થયો. બાળપણ મુંબઇમાં વીત્યું. પ્રાથમીક શિક્ષણ મુંબઇમાં લીધા બાદ ઉચત્તર અભ્યાસ માટે સુરત તેમજ રાજકોટ જેવા શહેરોમાં જવાનું થયું. ભણતરે હું મીકેનીકલ એન્જીનીયર છું ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કન્ટ્રોલ્સમાં નીપૂણતા કેળવ્યા બાદ સ્વદેશ તેમજ વીદેશના કારખાનાઓમાં જૂદા જૂદા હોદ્દા પર જવાબદારીઓ નીભાવવાનો અનૂભવ લેતો રહ્યો છું.

માનવીઓને પોતાના જીવનમાં યંત્રવત બનતા જતા જોઇને મારા અનૂભવ, જ્ઞાન અને જાણકારીનો ઉપયોગ તેમને જીવન બહેતર કેવી રીતે બનાવી શકાય તેમજ પ્રગતિશીલ વ્યક્તિત્વ કેવી રીતે વીકસાવી શકાય જેવા મુદ્દાઓને કેન્દ્ર્માં રાખીને તાલીમ તેમજ કેળવણી આપવાનું કાર્ય ૧૯૯૧થી કરતો રહ્યો છું. નાનાથી મોટા ઔદ્યોગિક, વ્યાવસાયિક, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના કર્મચારીઓ તેમજ સદસ્યોને માટે મારા મલ્ટીમીડીયા આધારીત તાલીમ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કરી રહ્યો છું.

અનુભવે સમજાયું છે કે, ૧૦૦૦ શબ્દો જે વાત સમજાવી ન શકે તે વાત ફક્ત એક ચિત્ર સમજાવી શકવા જેટલું સમર્થ હોય છે. સન ૨૦૦૦થી પ્રેરણાદાયી ટૂંકી વિડિયો ફિલ્મના નિર્માણનું કાર્ય શીખતો ગયો અને તે દિશામાં આગળ વધતો ગયો. સાથે સાથે ઇન્ટરનેટના જગતનો પરિચય પણ થતો ગયો. જાણકારી અને માહિતીનો જાણે મારા પર વરસાદ વરસી રહ્યો છે. જીવનની જરૂરીયાતો અને જવાબદારીઓ થી માંડીને જીવનના અલગ અલગ તબક્કે થતા માનસિક તેમજ અદ્યાત્મિક વિકાસલક્ષી વિચારબિંન્દુઓની આસપાસ લોકમાનસને બદલવાના હેતુથી તૈયાર થતી મારી વિડિયો ફિલ્મોના નિ:શુલ્ક પ્રદર્શન દ્વારા સ્થાનિક બાળકો, યુવાનો તેમજ મહિલાઓને વૈશ્વિક જાણકારી આપવાનો પ્રયત્ન કરતો રહ્યો છું.

આ કાર્યને વેગ મળે અને અન્યોને મારા આ કાર્યની ઝીણવટભરી જાણકારી મળે તે હેતુથી મેં જાતે જ એક વેબસાઇટ પણ બનાવી છે જેની મુલાકાત [ http://www.akhiltv.com ] ક્લિક કરવાથી લઇ શકાશે.

હાલ મારા પત્નિ તૃપ્તિ સાથે ગુજરાત રાજયના વલસાડ શહેરમાં નિવાસ કરી રહ્યો છું. મોટો દિકરો ઉદય ઉદયપૂરમાં વેબડીઝાઇનર તરીકે કાર્ય કરે છે અને નાનો દિકરો ઉમંગ કેમીકલ એન્જીનીયરીંગના અભ્યાસક્રમમાં છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.