સુવીચાર મોકલવાની આદત ..

From: Akhilesh Dalia
To:

Subject: જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો

જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો

૧) તમે જે કામ આજે કરી શકતા હો તે કદી કાલ પર મુલતવી રાખશો નહી
૨) તમે જે કામ જાતે કરી શકતા હો તે કદી બીજા ને સોપતા નહી
૩) તમે જેટલુ કમાયા હો તેનાથી વધુ ખર્ચ ક્યારેય કરશો નહી
૪) ખરેખર જે વસ્તુ ની જરુર ના હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહી પછી ભલે તે સસ્તા મા મળે
૫) ગુસ્સો આવે ત્યારે કઈ પણ બોલતા પહેલા મનમા ૧ થી ૧૦ ગણી કાઢજો, ગુસ્સો બહુ ભારે હોય તો પુરા ૧૦૦ ગણી નાખજો
૬) ભુખ અને તરસ કરતા આત્મસંતોષ ને વધુ મહત્વ આપજો
૭) કોઈ પણ કામ હાથ માં લો તો ખુબજ સંભાળી ને હાથ માં લેજો; સમય, શક્તિ અને તમારી આવડત નો પૂરેપુરો ક્યાસ કાઢી ને હાથ પર લેજો
૮) કોઈ પણ કામ કેટલી ઝડપે પુરું કર્યુ છે તેના કરતા કેવી રીતે પુરુ કર્યુ છે તે અગત્ય નુ માનજો
૯) Quantity કરતા Quality ને વધુ મહત્વ આપજો
૧૦) હમેંશા બીજા ના સારા કામો ની કદર કરવી; ભલે પછી તમારા કામો ની કદર થાય કે ન થાય; તમારા કામો નો તમને આત્મસંતોષ મળે તે વધુ અગત્ય નુ છે
૧૧) જીંદગી ને કોઈ પણ જાત ની શર્ત વગર પ્રેમ કરો

Regards
Akhilesh
——————————————————————————-

From: akhil sutaria
To: akhilesh dalia
તમારી મેઇલ વાંચીને …. આવા પ્રકારની મેઇલ વાંચતા કાયમ થાય છે મને એક સવાલ.
 
મેઇલ મોકલનારની અનુમતી હોય તો જ પૂછું છુ …
 
એટલે તમારી અનુમતી હોય અને જવાબ આપવાનું વચન આપો તો જ મારો સવાલ તમને પૂછું.
 
with best regards,
 
AKHIL sutaria
——————————————————————————–

From: Akhilesh Dalia
To: Akhil Sutaria

Subject: RE: જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો

Yes!
 
akhilesh dalia
——————————————————————————–

From: akhil sutaria
Subject: Re: જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો
To: akhilesh dalia
કેવી રીતે ?
 
with best regards,
 
AKHIL sutaria
——————————————————————————–

From: Akhilesh Dalia
To: Akhil Sutaria

Subject: RE: જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો
I appreciate your question, you asked very difficult but excellent question. Your question reflects your intelligence.

What I understand from this mail is, just do what ever is good in life without expecting result of it. Don’t chase for success, let success chase you.

My understanding tells me; follow these steps naturally without any extra efforts. These steps should be part of your life and your way of living should be an ideal for others.

I am not efficient enough to talk / write on this topic, but I tried to clear my understanding of this mail. I bag a pardon if I wrote anything irrelevant or extra.
 
Regards
Akhilesh
——————————————————————————–

From: akhil sutaria
Subject: Re: જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો
To: akhilesh dalia
અખિલેષ,
 
તારો પ્રત્યુત્તર વાંચીને અને સહજ સુપર સ્ટોરના અમરને ફેસબુક પર તારા મિત્રના લીસ્ટમાં જોયો તેમજ તારો પ્રોફાઇલ જોયા બાદ લખી રહ્યો છું.
 
આપણે જેમને સુવીચાર કહીએ છીએ તેવા એકાદ બે લાઇનના આવા વીચારો તો બધા બહુ લોકો જયાંને ત્યાં વેરતા રહે છે. સભાઓમાં ય કહેવાતા રહે છે. એ ઓછું હોય એમ એસએમએસ દ્વારા ધકેલાતા રહે છે. વળી પાછા ત્યાંથી ફોરવર્ડ પણ થતા હોય … ટૂંકમાં સુવીચારોનો વરસાદ બારે મહિના ચાલૂ જ હોય.
 
પછી વાંચનાર મોકલાનારની વાહવાહી કરે. એટલે મોકલનારને વળી પાછું શુરાતન ચડે. એટલે એ અહિ ઇન્ટરનેટના દરિયામાં અનુકૂતા મુજબ ડૂબકી લગાવે અને થોકબંધ મોતી વીણી લાવે. મફતના ભાવે મળેલા આ મોતી વેરવામાં કોઇ ખર્ચ નથી એટલે એનું જોઇને બીજો ય હાથ અજમાવે. આમાં ક્યાં પોતાની જીન્દગીનું કે અનુભવનું કે જ્ઞાનનું કનેક્શન હોતું નથી. સીધે સીધુ … કોપી અને પેસ્ટ. આને કારણે સુવીચારના વરસાદી વાદળોની સંખ્યા વધતી જ જાય છે. અને પછી ફેસબુક, ઓરકૂટ, ફ્રીએસએમએસ, ટવીટર, નીંગ, નેટલોગ પર મૂશળધાર, સાંબેલાધાર, ધોધમાર .. ઝાપટા આવે. પહેલા બે શબ્દો વાંચીને  …. ધડામ, ડીલીટ … થાય કે આ તો વાંચ્યો છે !!!!!
 
કોણે કેવા સંજોગોમાં આવા મહાન શક્તિશાળી વિચાર કયા દેશમાં કઇ ભાષામાં કેવા લોકો સમક્ષ વ્યક્ત કર્યા તેની જાણકારી વગર .. બસ, મને ગમ્યું; તમને ગમશેની ભાવના સાથે મોકલ્યા છે ના લેબલ સાથે અડધા કલાકમાં ઇમેલ અને ફ્રી એસએમએસ સર્વીસ દ્વારા પોતાના જ મિત્રોના ઇનબોક્ષ અને મોબાઇલ ફોન પર સવાર સવારમાં તુટી પડે. વળી પાછો જો … વાંચનાર મોકલાનારની વાહવાહી કરે તો મોકલનારને હવે બમણું શુરાતન ચડે. જો એમને કહીએ કે બોસ, તમારા આ મોતીઓની માળા બનાવી પુસ્તક સ્વરૂપે ભેટ તરીકે આપોને તો તમારી યાદગીરીએ થઇ જશે તો શું થાય ??
 
સરવાળે,
 
તમે તમારા જ હ્રદય પર હાથ મૂકીને પૂછો કે,
 
અત્યાર સુધીમાં તમને મળેલા સુવીચારોની સંખ્યા કેટલી ?
કેટલા ફોરવર્ડ થઇને આવેલા લાગ્યા ?
મોકલનારે તમને એકલાને જ મોકલ્યા કે …. શંકર ભેગા પોઠીયાને ય પૂજી લીધો ?
મોકલનાર તમને ઓળખે છે ?
મોકલનાર તમારા વ્યક્તિત્વને જાણે છે ?
મોકલનાર તમારી વૈચારીક જરૂરીયાત અંગે કેટલો સભાન છે ?
 
ચાલોને, ફક્ત, ગઇકાલના એક જ દિવસ દરમ્યાન તમને ઇમેઇલ કે એસએમએસ દ્વારા મળેલ કયો સંદેશ મને આજે પાછો જોયા કે વાંચ્યા વગર કહી ( લખવાની વાત નથી ) શકશો ?
 
સુવિચાર મોકલવા માટે છે ?
સુવિચાર વાંચવા માટે છે ?
સુવિચાર વિચારવા માટે છે ?
કે
સુવિચાર સમજીને જીવવા માટે છે ?
 
તો પહેલા કોને લાગુ પડે ? મોકલનારને કે વાંચનારને ?
અને મોકલનારે એ સુવીચાર વાંચી, વિચારી સમજીને મોકલ્યો હોય તો પોતાનો અનુભવ ઉમેરવાનું કેમ ભૂલી જવાય ?
 
બાકી, સલાહ, શીખામણ તો હવે માણસને પોતાની જાત પાસેથી ય લેવી ગમતી નથી, બીજાની તો વાત જ ન કરાય.
 
…  જે એક જ વીચાર સમજી તેને જીવતા થવામાં મને ખાસ્સો સમય લાગ્યો છે …
 
… ‘ પોતાને જે ન ગમતું હોય તેવું બીજા સાથે ન કરો ’ …
 
દસ વરસથી પ્રયત્ન કરી રહ્યો છું …
 
… ‘ હું માનવી માનવ થાઉ તો ય ઘણું ’ …
 
મારી વાત ગમી હોય તો ગામ ને કહેજે, ના ગમે તો મને વીના સંકોચ જરૂર પૂછજે.
 
સામાજિક પરિવર્તન વ્યક્તિના વૈચારીક પરિવર્તનથી જ સંભવ છે.
વાંચવાની ક્રીયાને વિચારવાથી સમજવા સુધી લંબાવવાની જરૂર છે.
અને સમજયા બાદ જીવવા સુધી ‘લગે રહો’ ની જરૂર છે.
 
with best regards,

AKHIL sutaria
——————————————————————————–

 15.07.2010

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to સુવીચાર મોકલવાની આદત ..

ટિપ્પણીઓ બંધ છે.