અર્થતંત્ર અંગે મારી સમજ કાચી ઠરે તો માફ કરજો.
પણ .. 125 કરોડના દેશમાં ક્યારે, કયાં, કઇ યોજનાથી કોને કેટલો લાભ અને નુકશાન થાયનું અનુમાન લગાવ્યા બાદ જ અમલમાં મૂકાય .. પછી આવે પરિણામ … જેને આધારે યોજનાના સ્વરૂપ અને અમલીકરણમાં પરિવર્તન કરવા જોઇએ .. સતત તેને અવલોકન હેઠળ રાખીને નુકશાન તરફ લઇ જનારા પરિબળોથી દૂર રાખવા કરવામાં આવતા ખર્ચને લાભાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે … વપરાશકર્તાઓની સંખ્યા વધારવાની યોજના અમલમાં મૂકાય, આવક (નફો નહિ) વધારવામાં આવે તો વ્યક્તિ દીઠ ભારણ ઘટાડી શકાય.
આ માટે દુરંદેશીની જરૂર છે. સરકારી ખર્ચે પરદેશની ટૂર લગાવીને દુબઇ, સીગાપોર કે શાંઘાઇનું અનુકરણ કરીને કોઇ યોજના સીધે સીધી કટ પેસ્ટ કરી દેવાય તો … ટાયર નહિ .. વાહનેય ફાટી પડે. ભારતીય વપરાશકર્તાની આર્થિક, માનસિક અને બૌધ્ધીક હાલતને ધ્યાનમાં રાખીને જ યોજના અમલમાં લાવવી હિતાવહ છે. જેમ જેમ ખૂણે ખૂણે વસતા ભારતીય વપરાશકર્તાની આર્થિક, માનસિક અને બૌધ્ધીક તંદુરસ્તીમાં સુધાર આવતો જાય તેમ તેમ સુવીધાઓના સ્તર બદલતા જવાય.
મુંબઇના મલબાર હિલ, નરીમાન પોઇન્ટ કે કફ પરેડની સરખામણી ધારાવી સાથે થાય ? પણ, ધારાવીમાં જ રહેતો યુવાન નરીમાન પોઇન્ટની ઓફિસમાં નોકરી કરતો હોય ત્યારે ? કે પછી કફ પરેડના અત્યંત વૈભવી નિવાસસ્થાનોમાં કામ કરવા જતી યુવતીઓ ? એમની પાસે છે મારી પાસે કેમ નહિ ? જેવા સવાલનો જવાબ તકદીરની વાત ના હોય બલ્કે પાવર ઓફ નોલેજઅને પાવર ઓફ વીઝનથી જ સમજાય. આનું મહત્વ ગર્ભસંસ્કારથી ય વધારે હોવું હવે અનિવાર્ય લાગે છે.
બોડી બામણીના ખેતરમાં ૨૦ થી ૨૩ વરસની ઉંમરે પહોંચતા સુધી સંતાનોને ભણાવતા માતાપિતાને મોંએથી કેવા ફીણ નીકળી જાય છે એ કહેવાની જરૂર નથી અને પછી … હવે નોકરી અપાવી ન શકનાર ગ્રેજયુએશનથી નહિ ચાલે .. માસ્ટર તો લેવી જ પડેની વાત કેવી રીતે સહન થાય.
દા.ત: આવનારા દસ કે વીસ વર્ષ દરમ્યાન દેશને, રાજયને, જીલ્લાને, તાલુકાને, શહેર કે ગામને કેવા, કેટલા અને કયા પ્રકારના શિક્ષણ પામેલ શિક્ષિત યુવક–યુવતીઓની જરૂરીયાત પડશે નો જવાબ હોય તો શિક્ષણ (અંગ્રેજોનું નહિ) પણ પાયાથી માંડીને સ્પેશીયાલાઇઝેશન સુધીનું આપણી વર્તમાન અને ભાવિ જરૂરીયાતો પ્રમાણે જ અપાય તો આપોઆપ શિક્ષીત બેકારો ઘટી જશે અને સાચા અર્થમાં વિદ્યાર્થી જીવનમાં વાપરી શકાય તેવી વિદ્યા ગ્રહણ કરશે. આ દરમ્યાન કયા તબક્કે તેની પર કેટલી, કેવા પ્રકારની કેવી રીતે આર્થિક જવાબદારીઓ મૂકવી એ વિદ્વાન, અનુભવી અને નિષ્ણાત અર્થશાસ્ત્રીઓઅને શિક્ષણશાસ્ત્રીઓની સંયુક્ત જવાબદારી (એકાઉન્ટેબીલીટી) સહિતનું કામ હોવું જોઇએ.
અને આવી જ રીતે … રાષ્ટ્રના કે વ્યક્તિના વિકાસને લગતા તમામ પ્રશ્નોના જવાબ સુધી પહોંચી શકાય. ગરીબાઇમાં જન્મેલાને પણ સમૃધ્ધી પામવાનો અધિકાર હોવો જોઇએ તો સાથે સાથે તેણે નિભાવવા પાત્ર ફરજ અને જવાબદારીનું ભાન પણ હોવું જ જોઇએ.
સવાલ એ છે કે,
રૂપિયો જાય પછી આવે કે પહેલા આવે અને પછી જાય ?
રૂપિયો આવતાની સાથે જ જતો રહે અને સાથે થોડા વધારાના પૈસા પણ લેતો જાય
રૂપિયો પહેલા આવે અને પછી જાય તો સારું,નહીતો એ ફુગ્ગો એક દિવસ ફૂટી જાય.દેવાદાર બની જવાય.