ગુરૂપૂર્ણિમા

જય ભટ્ટ –

ઘણા પ્રોફેસરો એવું માને છે કે Internet ને લીધે વિદ્યાર્થીઓ સાચું અને વ્યાકરણની ભૂલો વગર લખી શકતા નથી. સમયનો વ્યય કરે છે. કોપી અને પેસ્ટ કરવાને લીધે ચોરી કરીને લખવાનું વધી ગયું છે.

પણ મને એવું લાગે છે કે એક બીજા સાથેનો સહકાર પણ વધ્યો છે અને એને લીધે વિદ્યાર્થીઓ એક બીજામાં થી નવું શીખી શકે છે. મિત્રતા પણ સર્વવ્યાપી બનતી જાય છે. સહકાર આખી દુનિયામાં થી ગમે ત્યાંથી મળી શકે છે. તમારું શું માનવું છે? આગળ ભણવા માટે સારું લખવું જરુરી બને છે. લખવાનો પ્રશ્ન કદાચ હશે તો એને કેવી રીતે હલ કરી શકાય? બ્લોગ ને ફેસબુક પર પોતાના શબ્દોમાં નવા વિચારો રજુ કરી સારું લખી શકાય? મારા મત પ્રમાણે ઇન્ફોર્મલ વાતાવરણમાં દરેક વિદ્યાર્થીનું વ્યક્તિત્વ ખીલી શકે, કારણકે ત્યાં શીખવાનો ભય હોતો નથી.

(Guru Purnima In Year 2010 : 25 July 2010) નિમિત્તે)

અખિલ –

મને લાગે છે કે શિખવાની (કે શીખવાની) કિયા સતત ચાલતી રહેતી હોય છે.

ખરા–ખોટાનો ભેદ ધીમે ધીમે આપોઆપ સમજાતો જતો હોય છે.

શાળા અને કોલેજો કદાચ બારી બારણા વાળી યુનિવરસીટીનું સર્ટીફીકેટ મેળવી આપે

તો ઇન્ટરનેટ કે બ્લોગ કે ફેસબુક ઓપન યુનિવરસીટી ગણી શકાય.

હા … સર્ટીફીકેટ મળતું નથી …

પણ અનુભવ અદભૂત થતા હોય છે.

મારા 52 વરસના જીવનમાં જેટલું હું 45 વરસમાં જાણી શક્યો એના કરતાં અનેકગણું છેલ્લા 7 વરસમાં જાણી શક્યો છુ.

કોઇ પણ સમયે,

કોઇ પણ (હા … કોઇ પણ) વિષય,

મર્યાદા કે સંકોચ વગર જાણવાનું કામ થઇ શકે.

આળસ અને એડીક્ટશનને કારણે સોશીઅલી આઇસોલેશનના ભોગ પણ બની જવાય … કોઇ બચાવી ન શકે.

પણ, સભાનતા સાથે ધીમે ધીમે એમાંથી યે ઉગરી જવાય.

કારણકે, અહિ મળતી અઢળક જાણકારી જ્ઞાનમાં પરિવર્તીત થયા વગર રહેતી નથી.

જોવું, વાંચવું, સાંભળવું, માંથી વીચારવાનું અને પછી પોતાને પ્રસ્તુત કરવા વીચાર વ્યક્ત કરવા લખવાનું શરૂ થાય ..

અજાણ્યા લોકો સાથે આભાસી પરિચય થાય … ટેકા મળે અને ટેકા ખેંચાય ..

બધા ભેગા મળે પણ સાથે કોઇ ના હોય એવું પણ બને

ત્યારે

ખરું શું અને ખોટું શું નું ‘શિક્ષણ’ બારી બારણાવાળી બંધ યુનિવરસીટીનું ‘ભણતર’ મેળવવામાં છેવટ સુધીનો સાથ નિભાવે છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to ગુરૂપૂર્ણિમા

  1. PUSHPA કહે છે:

    COMUTER ANE INTERNET AA BDHU OCHA SMYMA VADHU SHIKHVADE CHE PAN PRACKTICALI MNUSHY ALSU BANE CHE KE KHADHELU PAN HAJAM KRI SHAKTO NTHI,, DREKVASTU VYVHRMA LAVAVI GHNIJ JRURI CHE, JYA SVASTHY ANE JIDGI MHATVA VDHU CHE, JYARE BETHADU JIVAN BHOG ANE ROG VDHARE CHE, ATO BALKONI VATO PAN SYAMIT MNUSHYNE MATE GHANUJ UPYOGI CHE.
    ” JENU KHECHN JYA HOY TYAJ KHECHAY “FRE TE “CHARE BANDHYO BHUKHE MARE”

  2. digvijaysinh કહે છે:

    tame sachu kaho cho

ટિપ્પણીઓ બંધ છે.