જો’ અને “તો’

ચંદ્રવદનભાઇની મેઇલ દ્વારા મળેલ અત્યંત જાણીતી બાળવારતાના અનુસંધાને …

એક દિવસ જંગલમાં એક સિંહ શિકારીની જાળમાં ફસા ગયો. …..અને, એક ઉંદર ત્યાં આવ્યો.

જો’ અને “તો’ વચ્ચે આ બોધ વર્ષોથી અફળાયા કરે છે .. પણ વ્યવહારમાં કે સંસારમાં કયા નસીબદારને આવા વ્યક્તિના દર્શન થયા ? જંગલીપ્રાણીઅો પણ ભૂખ્યા થાય ત્યારે ભૂખ લાગી હોય તેટલો જ શિકાર કરતા હોય છે … એની સાથે માણસને સરખાવાય ?

અખિલભાઈ,

ઘણા સમય બાદ, તમે પધારી, આ પોસ્ટ વાંચી, અને પ્રતિભાવ આપ્યો, તે માટે ખુબ ખુબ આભાર !

આ વાર્તામાં બે પ્રાણીઓનો વાર્તાલાપ છે…..પણ….આ કે આવી બાળવાર્તાઓમાં પશુને “વાચા”આપનાર માનવી જ છે !સંસારમાં ગુણીજનો ઘણા જ ઓછા !

માનવીઓમાં જ્યારે “માનવતા” ઓછી થાય ત્યારે આ “માનવ”ને જ દુઃખ લાગે. એ ત્યારે “સેવા” નો પંથ અપનાવે. …કોઈ હ્રદયના દર્દ સાથે કંઈક લખી, “સાચી સમજ” આપવા પ્રયાસ કરે…અને, આવા પ્રયાસોમાં સમાય છે “બાળવાર્તા કે બોધવાર્તા” !

શું આવી વાર્તા કે સેવાથી સંસારમાં બધા જ “ગુણીજનો” હશે ??…ના ! તેમ છ્તાં સેવા કરતા રહેવું એ જ ધર્મરૂપી ફરજ. કોઈને એવા કાર્યો નિહાળી પ્રેરણા મળશે…તો કોઈને કદાચ આવી બાળવાર્તા “પ્રેરણાદાયક” હોય શકે !

હા, તમે જે લખ્યું કે જાનવર એની ભુખ પુરતું જ ખાય, જ્યારે એક માનવી એવું પ્રાણી છે કે એની ભુખ કરા પણ વધુ ખાઈ છે….અને, એનું “બુરૂ” પરિણામ પણ ભોગવે છે !

“જો” ..અને “તો” સંસારમાં હંમેશા રહેશે જ !….જ્યારે “જો” અને “તો” નું મિલન જે કોઈ કરી શક્શે ત્યારે એનું જીવન ધન્ય હશે ..ત્યારે, એ માનવમાં “માનવતા” ખીલી હશે !

ચંદ્રવદન.

કલ્પના કરવી ….. માત્ર વીચારવું …. અને કરેલી કલ્પનામાં આવેલ કોક વીચારને આચરણમાં મૂકવાની કે મૂકાવવાની વાત મને જો અને તો વચ્ચે જણાતી નથી ..

લખવું એ અભિવ્યક્તિ છે આચરણ નહિ.

પ્રથમ તબ્બકે સારુ લખવું – સાચું લખવું .. ખાસ્સી મોટી ભ્રમણા હોય છે.

ત્યાર બાદ બીજા તબક્કે સારુ બોલવું – સાચું બોલવું .. ચારિત્ર્યની પરીક્ષા જ થઇ જાય છે.

સારા લેખ શું અને કેમની ચર્ચા કરીને આભાસી ચિત્ર ખડું કરે જવલ્લે જ સાચા ( સારા નહિ ) વિચારને જન્મ આપે જયારે સાચા લેખ કેવીરીતે નો અમલમાં મૂકી શકાય તેવો વાસ્તવીકતા સાથે જોડાયેલો ઉત્તર આપે.

જીવન વાસ્તવીકતા, કલ્પના નહિ.

મારે ગળે જો અને તો ન ઉતરવાનું મુખ્ય કારણ એ છે કે મને શું કે કેમ જાણવા કરતાં ‘કેવી રીતે’ જાણવાની સતત ઉત્કંઠા રહેતી આવી છે.

શુ અને કેમ જેવા પ્રશ્નોના જવાબ દર બીજા બ્લોગ ઉપર સુવીચારથી માડીને ‘સારા’ લેખમાં છલકાતા જ હોય છે ને ?

સ્વ કે જાત ’અનુભવ’ પર આધારીત ‘કેવી રીતે’ની છણાવટ કરનારા બ્લોગરોને ગણવા માટે એક અંગળીના વેઢા પણ વધી પડે છે.

આ મને થયેલા અનુભવે મારી કેળવાયેલી આજની માન્યતા છે.

…. સમય જતાં થનારા નવા અનુભવો તેને બદલી પણ શકે છે.

08.08.2010

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to જો’ અને “તો’

 1. DR. CHANDRAVADAN MISTRY કહે છે:

  Ahkilbhai,
  Again to read this Post.
  I read my previous Comment.
  I am inspired to post some “kavya-like words” in Gujarati as below>>>

  “જો” અને “તો”નું અંતર
  કલ્પનાઓ ન કરો તો, “જો”અને “તો” નથી,

  કલ્પના કરતા, “જો” અને “તો” ના આવે એવું નથી,

  “જો” આવે અને સાથે “તો” ને જરૂર લાવે,

  એકબીજાથી જુદા, છતાં વચ્ચે “અંતર” લાવે,

  હવે, તમે કલ્પનાઓની બહાર નિકળો જ્યારે,

  અને, “જો” અને “તો” ફરી મનમાં આવે ત્યારે,

  જાણજો કે, એવી ઘટના શુભ કહેવાય છે,

  કારણ કે,ફરી વિચાર કરવાની ઘડી મેળવાય છે,

  હવે,”જો” અને “તો”નું “અંતર”દુર કરવું રહ્યું,

  કલ્પીત શુભ વિચારોને અમલમા મુંકતા, અંતર ના રહ્યું,

  હવે, ખુશ છે અખિલ, ચંદ્રે આવી સત્ય વાત જો કહી,

  પણ,આ વાત નથી મારી કે તમારી, એ તો સૌની ફરજ રહી,

  ચંદ્રે તો કહી છે આ વાત એના દીલની,

  કહી તો જ ના રહી એક દીલમાં,છે હવે એ સૌની,

  એટલે જ ચંદ્ર અંતે કહે,

  “જો” અને “તો” હંમેશા અમર રહે !

  કાવ્ય રચના…ઓગસ્ટ ૧૫,૨૦૧૦ ચંદ્રવદન.

  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Happy Independence Day !

 2. chandravadan કહે છે:

  અખિલભાઈ,

  “ગુજરાતી બ્લોગો”ની સફર કરતા, તમારા બ્લોગ “અંતરના ઉંડાણમાંથી ” પર પ્રગટ કરેલી પોસ્ટ “જો અને તો ” ને વાંચી…ચંદ્રપૂકાર પર પધારી તમે પ્રતિબાવ આપ્યો..મેં જવાબ આપ્યો , અને અંતે તમે ફરી જવાબ આપેલો તેની છે આ પોસ્ટ !

  તમારૂં “સેવા ભર્યું જીવન”….અન્યનું પણ હશે !..પણ આ દુનીયામાં સૌને તો કેવી રીતે ઓળખી શકીએ ???

  મારં જીવન ફક્ત “કલ્પનાઓ”માં જ હોય એ પણ સત્ય ના હોય શકે !

  બસ, સત્યનો માર્ગ હોય, અને જે કોઈ કાર્ય એની “ફરજ” રૂપે કરે તો એમને વંદન !

  તમે લખો છો તે પ્રમાણે, “નવા અનુભવો” સત્યના વિષે “બીજો પ્રકાશ” આપે તો એ અપનાવવો એ જ ધર્મ !

  ફરી “ચંદ્રપૂકાર” પર પધારજો !>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Akhilbhai…Hope to see you again on my Blog !

ટિપ્પણીઓ બંધ છે.