તારણ

Students do not know what do they need to study. Teachers do not teach what they need to teach. An over all observation during my visit to various educational institutions in and around BHUJ – 12.08.2010 – 18.08.2010. It cant be Swarnim Gujarat this way.

સાક્ષીભાવે જોતા રહિને અત્યાર સુધીની અમે કરેલ ગુજરાત યાત્રા દરમ્યાન અંદાજે 1,00,000 જેટલા બાળકો, યુવાનો અને મહિલાઓને જોયા .. સાંભળ્યા બાદ કાઢેલ આ માત્ર તારણ છે.

ટીકા નથી.

ટીકા કરીને ચૂપ રહેવું કરતાં સુધારાત્મક કાર્યમાં સહભાગી થવાનું મને વધારે ગમે છે.

ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસનો ઉપયોગ માનવીની માનસિકતામાં બદલાવ લાવવા કેવી રીતે કરી શકાય જેવા સવાલના જવાબ શોધું છું.

બાકી ‘જો’ અને ‘તો’ ના અર્થહીન અંત વગરના સંવાદોથી દૂર રહેવું એટલે સમય અને શક્તિનો સદુયપયોગ કરવાની તદ્દન અંગત વ્યવસ્થા.

પ્રત્યેક વ્યક્તિ જીવનમાં બીજાને માટે ‘જો’ ઇચ્છે ‘તો’ કંઇક તો કરીજ શકે અથવા આપી જ શકે ખરૂંને ?

મને લાગે છે વ્યક્તિ પાસે જે ‘હોય’ તે જ તેનાથી આપી શકાય. મુખ્યમંત્રીને સલાહ આપનારા લાખ્ખો લોકો સોશીયલ નેટવર્ક પર નથી જોવા મળતા ??

સવાલ તે છે કે આજ લાખ્ખો લોકો ‘જો’ કોઇ એક ’વાંચે ગુજરાત’ જેવા વીચારને સાડા પાંચ કરોડના છેલ્લા ગુજરાતી સુધી લઇ જવાના કામમાં જાતને જોતરી દે ‘‘તો’ ???

પણ …. આપણે જાણીએ છીએ કે

મોટા ભાગની પ્રજા ‘જો’ અને ‘તો’ ની વચ્ચે શ્વાસ લે છે

અને

બહુ જ અલ્પ સંખ્યામાં એવા લોકો છે જે ‘જો’ અને ‘તો’ ની બહાર ‘જીવે છે’.

હું બહાર નીકળીને જીવવા પ્રયત્ન કરી રહ્યો છું.

અન્યોની ખબર નથી.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

2 Responses to તારણ

  1. chandravadan કહે છે:

    Your “Heval” after your “tour” of Gujarat.
    “Jo” and “To” …You see many between these two !
    And you ….
    હું બહાર નીકળીને જીવવા પ્રયત્ન કરી રહ્યો છું.
    I wish you all the BEST !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    Ahilbhai..Nice to know that Kantibhai Parmar of UK is your close friend !

    • ચંન્દ્રવદનભાઇ, મને ઇન્ટરનેટ પર ગુજરાતી લીપીમાં લખતો કરવાનું શ્રેય સુરતના ઉત્તમભાઇ અને હિચીનના કાન્તિભાઇને જ જાય છે. વડિલો પાસેથી કંઇકને કંઇક પરંપરાગત સાંસ્કૃતિક મુલ્યોની વાત જરૂર જાણવા મળે.

ટિપ્પણીઓ બંધ છે.