અખબારોની હેડલાઇન્સ કે ટીવીના બ્રેકીંગ ન્યુઝ …
હ્રદયની બળતરા વધતી જાય છે …
છેલ્લા બે વરસ દરમ્યાન ગુજરાત રાજયના અંતરિયાળ અને સરહદી ક્ષેત્રોમાં પ્રવાસ કરીને જોવું પડયું છે કે, ઝવેરચંદ મેઘાણી, નર્મદ, બાપુ કે સરદારની જ ધરતી પર પ્રજા નિર્માલ્ય બનતી ગઇ છે.
તળીયું આવી ગયા જેવું લાગે છે પણ તો ય … હજુ પતન થઇ રહ્યાનો અહેસાસ થાય છે.
વર્તમાન પત્રો અને પ્રસાર માધ્યમો પોતાને ચોથી જાગીર ગણાવીને સ્વતંત્ર વીચાર દર્શાવવાને બદલે સ્વચ્છંદી વીચાર પક્ષપાતી ભાષામાં ઠોક્યે રાખે ત્યારે …
તે વાંચનારા નાના કૂમળા માનસના બાળકો કે કિશોરો પર ભારતની કેવી છબી તૈયાર થાય ?
પાડોશી દુશ્મનોએ કદાચ આમને ભારતની પ્રજાને વૈચારીક રીતે લકવાગ્રસ્ત અને અમલીકરણ માટે અસહાય કરી નાખવાનું કામ સોંપ્યું હોય તો ય નવાઇ હવે લાગવી ના જોઇએ.
… વિકાસ પહેલા વિનાશ અનિવાર્ય છે .. માં થોડો ફેરફાર .. વિકાસ પહેલા સર્વનાશ અનિવાર્ય છે.
પણ ક્યારે ?? ત્રીસમી ફેબ્રુઆરીએ ? !!!
🙂 😦