આજે મારા આનંદનો પાર નથી.

આપની લાગણીને ધ્યાનમાં લીધી.

કેટલીક વખત કેટલાક અત્યંત અસરકારક અંગ્રેજી વાક્યોનો ભાવાનુવાદ મુળ મુદ્દાને ન સમજાવી શકે તો ? જેવી આશંકાને કારણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ શરૂ કર્યો છે.

હું નથી કોઇ ભાષાવીદ કે નથી અનુભવી લેખક.

છતાં સર્જનાત્મક કે મૌલિક લેખન કરવાનું શીખી રહ્યો છું.

વરસના વચલે દહાડે …. આવી રીતે 2450 જેટલા વાચકોમાંથી કોક એકની ઇમેઇલ મળે ત્યારે એવો અહેસાસ થાય છે કે,

જો હું ભીંજવી રહ્યો છું તો સામે પક્ષે તમારી જેમ કેટલાક ભીંજાઇ પણ રહ્યા છે.

હવેથી ગુજરાતી મુખપત્રમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ અનિવાર્ય બનશે તો જ કરીશ … એવું તો મારા વિકાસ માટે પણ જરૂરી જ છે ને ?

અને હા ….

ખુશખબર ….

હવેથી

અખિલટીવી ડોટ કોમ

અને

વલસાડ સમાચાર ડોટ કોમ

પરથી રોજે રોજ

મારી નવી મોબાઇલ

વેબકાસ્ટ એપ્લિકેશન

દ્વારા

તમે તાજી.. ફ્રેશ … નવી નક્કોર ..

એવી મારી આસપાસ બનતી ઘટનાઓને જોઇ શકશો.

ઇન્ટરનેટના વિશ્વમાં પગ મૂકી

પાંગરતી ટેકનોલોજીનો

ભરપૂર ઉપયોગ કરી લેવાની

મારી પ્રવૃત્તીએ મને

વિશ્વભરના ગુજરાતીઓના જીવનમાં

સમથીંગ ન્યુ કરવા કે

… to inspire people everywhere

માટે આવી ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો.

આજે મારા આનંદનો પાર નથી.
મારા પરિવાર સાથે સમુદ્ર કિનારે ભોજન લઇશ.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

1 Response to આજે મારા આનંદનો પાર નથી.

  1. ‘અખિલ’ બ્રહ્માંડમાં એક તું ભાઈ….જુજવે રૂપે હવે અમને ભાસે. મને તમારું એ વાક્ય ઘણું ગમ્યું કે

    “મારી પ્રવૃત્તીએ મને વિશ્વભરના ગુજરાતીઓના જીવનમાં સમથીંગ ન્યુ કરવા કે … to inspire people everywhere માટે આવી ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો. આજે મારા આનંદનો પાર નથી.”

    દોસ્ત, નેટ પર એનીજ તો કિંમત છે જે કાંઇક અલગ કરી બતાવે છે.

    મારા બ્લોગનો સપોર્ટ-વિષય પણ આજ છે. વાંચ્યો છે?

ટિપ્પણીઓ બંધ છે.