અનૂભવ

અનૂભવ તો દરરોજ થતા જ રહે છે.

ગઇકાલે સુરત ગયો હતો.

વલસાડથી સવારે 9.20 કલાકે અમદાવાદ જતી ગુજરાત એક્ષપ્રેસ દ્વારા જવાનું નક્કી હતું.

સિકંદરાબાદથી આવતી રાજકોટ એક્ષપ્રેસ ઉપડવાની તૈયારીમાં જ હતી. જનરલ ડબ્બાઓ રાતભરની મુસાફરી કરીને આવેલા મુસાફરોથી ખીચોખીચ હતા. નીચે ફર્શ પર વેરાયેલો તેમણે કરેલા નાસ્તા/ભોજનના વધારો .. ઢોળાયેલા પાણીને કારણે થયેલી ગંદકી જોઇને .. સુરત 20 મીનીટ વહેલા પહોંચાશેની ઇચ્છા હવા થઇ ગઇ.

પૂલ ચડીને પ્લેટફોર્મ નંબર 2 પર આવ્યો. ડી6 કોચમાં ઉમરગામથી નવસારી/સુરત અપડાઉન કરતાં અપરિચિત છતાં એવા મિત્રોને મળવાનો અવસર હતો જેમના પર હક કરી શકાય ! ગાડી આવવાને હજુ વાર હતી. ટ્રેક નંબર 3 પર રેલ્વે મજૂર દળ થંડીની પરવા કર્યા વગર બે ટ્રેનોના આવવા જવા વચ્ચે મળતા સમયમાં સફાઇ કામગીરી કરતું હતું.

એક યુવાન રેલ્વેકર્મીની પતરાની કાળીબેગ પર બેસીને ઇન્ટરવ્યુ આપવાની કળા હસ્તગત કરવા અંગેનું પુસ્તક સંપૂર્ણ એકાગ્રતા સાથે મોટેથી વાંચી રહ્યો હતો.

ગુજરાત એક્ષપ્રેસ આવી ગઇ. 10 જણ બેસી શકે તેટલી જગ્યામાં બેઠેલા 18 જણમાં મારો ઉમેરો ‘ઓહો ……. અખિલ, બહુ વખતે, અમારા તો ભાગ ઉઘડી ગયા… એય, જનક, અખિલભાઇની જગ્યા કર‘ જેવા શબ્દોથી થઇ ગયો.

ગાડી ઉપડી. સૌએ સમુહમાં સાંઇસ્મરણ કરી લીધું.

ઉર્વશીએ પૂછયું, કોઇની પાસે 100 ના છુટા છે ? મેં બે પચાસની નોટ આપી. ઉર્વશીએ પૂછયું, કોઇની પાસે 50 ના છુટા છે ? મેં ત્રણ 10 અને એક 20ની નોટ આપી્ ….ઉર્વશી કંઇ આગળ બોલે તે પહેલા જ મનોજ બોલ્યો હવે 10 ના છૂટા ના માગીશ .. સીક્કા નથી. અને બધા હસી પડયા.

સુરત આવીને શટલ રીક્ષામાં સ્ટેશનથી ભાગળ પહોંચ્યો. ભાગળથી કોટ સફીલ રોડ પર આવેલી રાજાણી ઇલેકટ્રોનિક્સમાં પહોંચ્યો.

એક વોરાજી જણાતા ગ્રાહકે ખરીદેલા સામાનનો હિસાબ કરતાં ગુકાનના માલિકે કહ્યું, તમારા રૂ. 55 થયા. વોરાજીએ 100ની નોટ આપતાં કહ્યું, સુબહ સુબહ મહોબ્બતસે 50 લે લો, મેરા માન રખ લો. માલિકે કહ્યુ, તો 100 જમા કરાવી દો. 45 જમા રાખી લઉ ? વોરાજી ગુંગળાયા. માલિકે 45 પરત કર્યા.

હવે મારો વારો આવ્યો …

મારે એફએમ રીસીવર હેન્ડમાઇક અને કોલર માઇક લેવા છે. આ માટે 2500નું બજેટ છે.

માલિકે ત્રણ મોડલ બતાવ્યા … 1250, 2100 અને 2750. ત્રણેની ખૂબી અને મર્યાદા સમજાવ્યા. મેં માર્ગદર્શનનો સરક્યુલર કાઢયો. એમને ચોથો અને પાંચમો ફકરો વાંચવા કહ્યું. તેમણે વાંચીને મારી સામે જોયું. સરકયુલર સાચવીને ગડી કરી ખીસામાં મૂક્યો. કર્મચારીગણ માટે મંગાવેલી ચા લાવનારને કહ્યું એક સરસ ચા જલ્દી લઇ આવ.

મેં કહ્યું, મુરબ્બી તમારા વ્યવસાયના તમે નિષ્ણાત છો. તમારી દુકાનેથી ખરીદેલો સામાન મારે ક્યાં અને કેવી રીતે વાપરવાનો થશે એ તમને જણાવું તો જ તમે મારે કેવા સાધન લેવા જોઇએ તે અંગે સલાહ આપી શકો એમ મારું માનવું છે. હવે તમે કહો તે મારે ખરીદવાનું.

એમણે 1250 અને 2100 વાળા મોડલ બાજુ પર ખસેડી દીધા. 2750વાળું આહુજાનું બોક્ષ વચ્ચે મૂકીને કહ્યું, તમને આનું ડેમો અને ટેસ્ટીંગ કરી આપું. મેં કહ્યું. મારે કદાચ એટીએમ માં નાણા ઉપાડવા જવું પડશે. એમણે કહ્યું, લ્યો ચા આવી ગઇ છે. ચા પી લ્યો.

એમ્પલિફાયર સાથે જોડાણ કરીને મને તદ્દન સરળ ભાષામાં ડેમોનસ્ટ્રેશન આપી દીધું. શું કરવું અને શું ન કરવું ની સુચના એવી રીતે આપી કે કાયમ માટે યાદ રહી જાય.

9 વોલ્ટની 10 બેટરીઓનું એક બોક્ષ મંગાવ્યુ. 9 વોલ્ટની બેટરી રીસીવર સાથે પાવર સોર્સને બદલે કનેક્ટ કરવાની પીન–સોકેટ બનાવડાવ્યા.
એક એક્ષ્ટ્રા રીસીવર / એમપ્લિફાયર કોર્ડ ઉમેર્યો.

12 બાય 18 ઇન્ચના બોક્ષને મૂકવા જેવી મોટી કેરીબેગ ન હતી તેથી બીજી એક થેલીની વ્યવસ્થા કરાવી. બોક્ષ તેમાં મૂક્યું.

બીલ બનાવ્યું. …… 2500નું.

મેં પૂછયું, મુરબ્બી, કોઇ ભૂલ થતી હોય એમ લાગે છે. … 9 વોલ્ટની 10 બેટરીઓનું એક બોક્ષ , પીન–સોકેટ કનેક્ટર, રીસીવર / એમપ્લિફાયર કોર્ડ ની કિંમત ઉમેરવાની રહી ગઇ લાગે છે.

તેમણે કહ્યું, ના, અખિલભાઇ. ગણવા જેવું અને ગણવા જેટલું બધું જ ગણી લીધું છે. 2500 થયા.

મેં એમના હાથમાં બે 1000 અને એક 500 ની નોટ મૂકી. આભાર માન્યો.

એમણે કહ્યું, સંપર્કમાં રહેજો. કોઇ કામકાજ હોય તો જરૂર જણાવજો.

બોક્ષની થેલી લઇ દુકાનની બહાર આવીને ટીમલિયાવાડ જવા રીક્ષા કરી. રીક્ષામાં બેઠો. રીક્ષાએ રફતાર લીધી. મેં થેલી સામે જોયું પછી થેલીની અંદર જોયુ તો એક નાનકડું વધારાનું બોક્ષ જણાયું. બહાર કાઢયું …

જોયું તો તેમાં 2011ની ડાયરી હતી … અને તેમનો હસ્ત લીખીત શુભેચ્છા સંદેશ હતો.

તેમનું નામ મુકેશભાઇ અને મોબાઇલ નંબર તો મારા પૂરતો સીમીત રાખવાનો છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.

4 Responses to અનૂભવ

  1. himanshu કહે છે:

    to good people, it is always happening, sometimes little bit late……………so keep trust and go ahead

  2. પંચમ શુક્લ કહે છે:

    To-the-point dealing with to-the-point personality makes life easier and happier.

  3. Shailesh કહે છે:

    Lenar pan samjdar ane vepari pan samjdar

  4. Dr.Maulik Shah કહે છે:

    good experience…. સારા કામમાં સૌ સાથે…!

ટિપ્પણીઓ બંધ છે.