26.12.2010
મહેમાન.
અમેરીકાના એક અપરિચીત વ્યક્તિ સાથે સંબંધ 4 વર્ષ પહેલા ઇન્ટરનેટથી બંધાયો.
ઇમેઇલીંગ, ચેટીંગ અને બ્લોગીંગ વડે પરસ્પરની ઓળખાણ વધી.
લાગણીશીલ વ્યક્તિત્વ.
અત્યંત સંવેદનશીલ સ્વભાવ.
ઉંમરને કારણે વડિલ.
વૈચારીક રીતે મિત્ર.
તેમની ભાષા અને તેમના વિચારોની પરિપક્વતાએ મને સતત તેમની સાથે જોડેલો રાખ્યો.
આજે અમદાવાદથી ગુજરાત એક્ષપ્રેસમાં વલસાડ આવી રહ્યા છે.
અમે આજે તેમને રૂબરૂ મળશું.
મહેમાન ( નામ હમણાં ખાનગી રાખું છું ).
તેમના યજમાન બનવાનો આ અવસર છે.
બપોરના ભોજનમાં …. તૃપ્તિએ વાનગીઓ બનાવી છે.
સાંજે તિથલ સાગર કિનારે …
આવતીકાલ 27મીએ પારડી તાલુકાના રાબડી મુકામે ઉચત્તર માદ્યમીક શાળા ખાતે 450 વિદ્યાર્થીઓ માટે યોજાનાર માર્ગદર્શન ફિલ્મ શોમાં લઇ જઇશું.
ઢળતી સાંજે ફલધરામાં નૌકાવિહાર અને રાત્રી ભોજન.
રાત્રે ગ્રામ્ય ભોજન.
28મીને મંગળવારે ગુજરાત એક્ષપ્રેસમાં અમદાવાદ જવા નીકળશે.
અખિલ સુતરીઆ
નેકનામ અખિલભાઈ,
તમારી મહેમાનના નામની ગોપનીયતા જાળવવાની ઈચ્છાને માન આપીને હું ખામોશ રહું છું. તમારા બ્લોગના વાંચકોને તમે તમારી રીતે સરપ્રાઈઝ આપી શકો છો. હમણાં જ ફોન ઉપર વાયા તમારા મહેમાન થકી તમારી સાથે થએલી વાતચીત મુજબ આપણે બધાં “એક ડાળનાં પંખી” જોગાનુજોગ ભેગાં થઈએ છીએ તેમાં કોઈ ‘ભેદભરમ’ કે ‘ઈશ્વરીય સંકેત’ હું જોઉં છું.
‘જ્યોતસે જ્યોત જલે’ ની જેમ નવા નવા સંબંધો પાંગરતા જાય છે. એ ભાઈ તમારા મહેમાન બન્યા છે અને તેઓશ્રી ત્યાંથી અમદાવાદ આવ્યા પછી મારા મહેમાન બનવાના છે. તમે તેમની સાથે જોડાઈ જાઓ તો ‘એકસે ભલે દો, દોસે ભલે તીન!’. એશ કરેંગે!
તમે સુતરીઆ તો અમે કાપડીઆ! એક સરખી કિનારવાળાં ધોતિયાં વણવા માટે જોઈતું સુતર પૂરું પાડો તો હું વણાટકામ કરીને મોટી થપ્પી કરી આપું. પાલનપુર આજુબાજુનાં કેટલાંક ધોતિયાંનું પ્રદર્શન તમારા-મારા મહેમાનભાઈના પ્રમુખસ્થાને પાલનપુર ખાતે મારી હોટલમાં રાખવાની ગણતરી છે. કેટલાક આપણા મહેમાનના ફેન છે અને એક ભાઈએ તો તેમનો ફોન નંબર પણ મને જણાવી દીધો છે.
વધુ રૂબરૂ મળીએ ત્યારે,
હાલ તો શબ્બા ખૈર,
સ્નેહાધીન,
વલીભાઈ
નોંધ :-
તમે તમારી આજની પોસ્ટનું ‘મહેમાન’ શીર્ષક રાખ્યું હોઈ મેં મારી કોમેન્ટમાં એ શબ્દ ઠોક્યે રાખ્યો છે. પણ એ ભાઈને ખાસ કહેશો કે તેઓ આપણા ‘મહેમાન’ નથી, પણ આપણા ત્યાં તેઓશ્રી રહે ત્યાં સુધી એ આપણા ‘યજમાન’ અને આપણે અને આપણાં કુટુંબીજનો તેમનાં ‘મહેમાન!’ રહીશું.