ચાલો
થોડો મનને ગમે એવો
અને
ગજવાને ગરમ કરે તેવો ધંધો કરી લઇએ …
બે પૈસા કમાઇશું
તો
કોક જરૂરતમંદને
તેમાંથી પા પૈસો
આપવાનો આનંદેય ભેગો ભેગો
મળી જશે.
આ માટે
દંભી દિમાગની નહિ
લાગણીથી લતરબતર
દિલની જરૂર પડશે.
…છે તારી પાસે ?
થોડું તો જીવ તારા મ્હાયલા માટે.