સંવાદ.

અખિલ : વાંચે ગુજરાત અને રમે ગુજરાતે તો ગુજરાતના બાળકો અને યુવાનોનો ભણવાનો સમય ખાઇ જવાનું કામ કર્યું. હવે, મોંઘવારી ખાશે ગુજરાત, હાડમારી પીશે ગુજરાત, આકાશે ચગશે ગુજરાત, ભ્રમમાં ભમશે ગુજરાત, પિત્તળીયું બનીને ઘૂમશે ગુજરાત, …. માં ભણશે કે કમાશે ગુજરાત શોધ્યું ય જડતું નથી.

Jigar : i ‘m sorry ,but u disappoint me.i’m not agree with u.perhaps ur going on wrong track !!!! akhilbhai.

અખિલ : જીગરભાઇ … વલસાડ જીલ્લાના ખતલવાડા, તુંબ, સરીગામ, રાબડી, ગોઇમા, જોરાવાસણ, બારોલિયા, પીઠા, કાંચનહરી, ટોકરપાડા, માંડવા જેવા ગામડે અમારી જેમ તમે પણ જઇને જાતે જોઇ આવો. શહેરની ચમકદમકનો વધારો શહેરમાં વસતા લોકોને ભ્રમિત કરવા માટે પૂરતો છે. કદાચ તમે આ ગામડાના નામોથી તમે અજાણ તો નહિ જ હો એમ માની લઉને ? સાડા પાંચ કરોડથી ય વધારે લોકોના આપણા ગુજરાત રાજયના શહેરોની વસ્તી કેટલી ??

કરણ : સારુ વિચરો તો સારુ થાય. અને ખરાબ વિચારો તો ખરાબ થાય આપડે કઈ કરી શકે નહી તો કઈ નહી પણ કોઈ સારુ કામ કરતું હોય તો કોઈ ને નડવું નહી. વંદે ગુજરાત .

અખિલ : વાત નડવાની નથી ….. પ્રજાએ ભરેલા ટેક્ષના કરોડો રૂપિયામાંથી લાખો રૂપિયાની લ્હાણી કરતી સરકારી યોજનાઓના આંશીક પરિણામને સ્વીકારી લેવાની ભૂલ જયારે સમાજનો શિક્ષિત વર્ગ કરવા માંડે ત્યારે આવા મળવા પાત્ર લાભ કે સુવિધાથી વંચીત રહી જતા લોકોની આ વાત છે. ફેસબુક પર તો આમેય લોકોને સુંવાળી વાતો કરવાની અને પોતાની વાતને પંપાળનાર લોકોની જ ભૂખ હોય છે ને ???

જીગર : માફ કરજો ,હજુ પણ હુ તમારિ સાથે સહમત નથિ. મોદિજિ જેટલુ પારદરશક કોઈ ઍ ગુજરાત મા કામ કર્યુ નથિ અને કરશે પણ નહિ.

અખિલ : ‘કરશે પણ નહિ‘ ……. જેવી આગાહી કયા આધારે ?? પરિવર્તન હંમેશ માટે સંસારનો નિયમ રહ્યો છે … અને ધરતી પર પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ અને વ્યવસ્થા પરિવર્તનના પરિઘમાં જ રહેતી આવી છે .. જૂના પછી નવું આવે જ … અને આવેલું નવું પણ જૂનુ તો થાય જ. મોદી હોય કે ગાંધી … કોઇ અમરપટો લખાવીને આવ્યા નથી. પ્રજાને થયેલ કમળાની દવા ન થાય ત્યારે બધૂં પીળું દેખાય … સમજદારીથી જ મુલ્યાંકન થાય કે પીળું એટલું સોનું છે કે પીત્તળ !!! અખબારો અને ટીવી વાળાઓ દ્વારા મેસ્મેરાઇઝડ કે હિપ્નોટાઇઝડ અવસ્થામાં આવી ચૂકેલ પ્રજા માટે ખરૂં કે ખોટું પારખવું સંભવ હોતું નથી. તમે મારી સાથે સહમત થાવ કે ન થાવ એનું મારે માટે તો કોઇ જ મહત્વ નથી કારણકે, પ્રત્યેક વ્યક્તિને એની પોતાની સ્વતંત્ર કે પરતંત્ર વિચારસરણી હોય છે. પરતંત્ર વિચારસરણીમાંથી સ્વતંત્ર વિચારસરણી વિકસાવવામાં ક્યારે આખું જીવન વપરાઇ જતું હોય છે તો કદીક એવું પણ બને .. કે, પરતંત્ર વિચારસરણીમાં જ જીવનનો અંત આવી જાય !!!

Its like, thinking and moving self OUT OF THE BOX to a neutral VIEW POINT.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.