દિમાગને બદલે દિલથી

આજે હતી 15.01.2011.

દિનભર એક ઔદ્યોગિક એકમના કર્મચારીઓને અંગત અને વ્યાવસાયિક જીવનના તાલમેળ જાળવવા અંગે સંવાદ રચાયો.

જુદા જુદા સ્તરે કામ કરતાં કર્મચારીઓની તેમના અંગત તેમજ વ્યાવસાયિક જીવન સંબધિત વિચારસરણી જાણવા મળી.

ભાષાજ્ઞાનનું મહત્વ નથી રહેતું જયારે વ્યક્તિ પોતાની વાત દિમાગને બદલે દિલથી કરવા માંડે છે.

બોલનારના શબ્દો કહે તેનાથી ય વધારે તેની આંખ, હાથ અને ચહેરાના હાવભાવ બોલતા હોય છે.

… બે લાઇન વચ્ચેનું મૌન પણ બોલતું હોય છે…..

બસ આપણને તે સંભળાય અને સમજાય તો જીવન જીવી ગયા જેવું જરૂર લાગતું હોય છે.

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in રોજનીશી ૨૦૦૯. Bookmark the permalink.