પરિવર્તન એ સંસારનો નિયમ તો છે જ.
સુખથી મળતી ખુશી ક્ષણિક હોય. .. દુ:ખથી થતી પીડા પણ ક્ષણિક જ હોય.
પરંતું, આનંદ શાશ્વત છે.
હું ‘હું’ નથી .. તમે ‘તમે’ નથી;
અથવા
હું ‘તમે’ છું કે પછી તમે ‘હું’ છું માની લેવાનું જ્ઞાન કે અજ્ઞાન ??
સાપેક્ષની વાસ્તવિકતામાંથી નિરપેક્ષની સમજણ કેળવાય તો
સર્વત્ર આનંદ જ આનંદ.
‘હું’ નો અહંકાર કે અહમ જેમ જેમ ઓગળતો જાય તેમ તેમ સત્ય નજદીક આવતું અનુભવાય.
અને સત્ય … એટલે આનંદ.
‘હું’ નો અહંકાર કે અહમ જેમ જેમ ઓગળતો જાય તેમ તેમ સત્ય નજદીક આવતું અનુભવાય.
અને સત્ય … એટલે આનંદ.
ના! બિલકુલ નહીં.
એક માત્ર સત્ય એ છે કે, ‘ હું છું.’
ફરક માત્ર એ જ છે કે, કોઈ એ ‘ હું’ કોણ છે; તે જાણતા જ નથી.
મને તો બસ! મારો એ ‘ હું’ મળી જાય.
મજો આવી જાય !!
સરસ ,
હું , કહેતો હરી વેગળા